SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ (રાગ : મંદિર છો) કુંડલ વિના પણ શોભતા તુજ કર્ણ સત્કણી કરે, હે સ્વામદેવ, યુગાદિ સૌની તુજ ભવભ્રાંતિ હરે; કુંડલપુરે છે વાસ તોયે, મુજ હૃદય વસિયા તમે, ભાવે દરસ કરીને હું ઝૂકું, શિવકરા તારા ક્રમે. ચૈત્યવંદન લાખ ચોરાશી યોનિમાં, રખડ્યો હું બહુ વાર, હે આદીશ્વર સાહિબા, શીઘ કરો મુજ સાર...૧ લાખ ચોરાશી પૂર્વનું, - આયુ ધરી ઉજમાળ, ચોરાશી ગણધર વળી, તાર્યા પ્રાણી અપાર... ૨ પ્રથમ યતિ જિનપતિ નતિ, પ્રેમે કર આજ, ભુવનભાનુ જગદીશ્વરા, mnલ્લભ પદ કાજ....૩ સ્તવન (રાગ : સિદ્ધાચલના વાસી) કુંડલપુરમાં તારી, છેલછબીલી પ્યારી, મૂરત જોઉં, જોઈ જોઈ કરમમેલ ધોઉં... ચંદ્રહાસ થાને, ધરુ મનના મ્યાને, પાવન થાઉં, થઈ પાવન કરમો ખપાઉં... આદિનાથ ખરો તું મહાવીર, તું છે ધીર વીર ને ગંભીર, મસ્તિ મુદ્રા તમારી, જાણે સુખની અટારી, ગુણ ગાઉં... જોઈ..૧ તારો યોગે અધ્યાતમ ઘેરી, વિખર્યા મુજ આંતર વૈરી, ક્રોધ લોભ માને હર્ષ, મોહ મદનો નિષ્કર્ષ, હું હટાઉં... જોઈ .રા | તારું ચ્યવન જનુ વળી દીક્ષા, વર્યા કેવળ કરીને તિતિક્ષા, પાયો ભવથી નિર્વાણ, કરે સહુનું કલ્યાણ, મન લાઉં.... જોઈ ..૩ છ'રિ પાળીને આજ તું ભેટ્યો, મારો જનમ જનમ અઘ મેટ્યો. પ્રેમે તુજ સથવારે પહોચી જાવા ભવપારે, સ્તવન ગાઉં... જોઈ..૪ ભુવનભાનુ ભવોદધિત્રાતા, ધર્મજિતે ગુરુ વરદાતા, જગવલભ બનાવો, રીમે રોમે લય લાવો, પુનિત થાઉં.... જોઈ..૫ થીય પ્રહ ઊઠી વંદું, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠો સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઇન્દ્ર, જિનના ગુણ ગાવે, સુર નરનારીનાં વૃદ. રંગમંડપમાં શ્રીગૌતમસ્વામીજી તથા તેમની સામે શ્રી સુધર્માસ્વામી અને મુખ્યદ્વારની ડાબે શ્રીસ્થૂલિભદ્રજી તથા જમણે મણિધારી જિનચંદ્રસૂરિજી બિરાજમાન છે. સૌને વંદન કરીને આ જિનાલયનીબહૌર બૈલા(બીલી)નું એક સુંદર વૃક્ષ છે, જેના પર લીલારંગનાંબેલાનાં ફળ લાગેલાં હોય છે. ‘બેલા’ શબ્દનું મનમાં સ્મરણ થાય ત્યારે ગુરુ ગૌતમસ્વામીની ઉO વર્ષની તપશ્ચર્યાબાદ કરેલાં પારણાંની યાદ તાજી થાય છે. (૧૮) For Private & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy