SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૦ વર્ષ પ્રાચીન વાળની લટવાળા ઋષભદેવ પ્રભુ મૂળનાયક સ્વરૂપે બિરાજે છે. આ મૂર્તિમાં પ્રભુના મસ્તક પર ઉન્નત કેશકલાપ અને ખભા પર વિખરાયેલા વાળની લટો સ્પષ્ટ દેખાય છે. લટવાળા ઋષભદેવની પ્રતિમા જટા-શિખાયુક્ત છે અને ગાદીમાં સેવા કરતો ઋષભ દર્શનીય છે. મસ્તકની બંને બાજુએ હાથી પર બેઠેલા ઇન્દ્ર પ્રભુનો અભિષેક કરી રહ્યા છે. વળી, છત્રની બંને બાજુ એકેક ગંધર્વ ફૂલની માળા લઈને આવતો હોય તેવી રજૂઆત છે. કહેવાય છે કે માતાનું સ્થાન દરેક બાળકના મસ્તક ૫૨ હોય છે અને આમ બાળકને આશીર્વાદ આપતી હોય તે રીતે પ્રભુના મસ્તક પર માતા મરુદેવા બિરાજમાન છે. ....તમો જિણાણ પ્રભુ. શ્રી શાંતિતાથજી શ્રી મહાવીરસ્વામી મૂળનાયક લટવાળા જટાધારી શ્રી ઋષભદેવ પ્રભુની ડાબી બાજુ ઉત્થિત પદ્માસનસ્થ શ્રી શાંતિનાથજી, જેમના હાથની કોણીઓ બે બાજુથી બહારની બાજુ ખૂલી રહી છે તથા જમણી બાજુ શ્રી મહાવીરસ્વામી બિરાજમાન છે. .....તમો જિણાણું. શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ કુલ્પાકજી તીર્થની મૂર્તિને મળતી લાગે છે. ગભારાની બહાર પ્રભુ પાર્શ્વનાથ તથા લટવાળા ઋષભદેવ સામસામે બિરાજિત છે. પ્રભુ પાર્શ્વનાથજીના મસ્તક પર નાગરાજની સાત ફણાવલીવાળું ઓટલા પરનું શિલ્પ પણ સુંદર છે. પ્રભુની બેઠક નીચેનાં સર્પનાં ગૂંચળાંઓ તથા કમળની પાંદડીઓ અદ્ભુત રીતે કોતરેલાં છે. લાંછનમાં ઊભો સર્પ દેખાય છે. બે બાજુ બે હાથીઓ સેવા કરી રહ્યા છે. લટવાળા ઋષભદેવની પ્રતિમા જટા-શિખા સંયુક્ત છે અને ગાદીમાં સેવા કરતા બે ઋષભ દર્શનીય છે. ....તમો જિણાણ. દેરાસરના રંગમંડપમાં ડાબી બાજુની આ દેરીમાં કસોટીના શ્રી નેમિનાથજી તથા જમણી બાજુની આ દેરીમાં શ્રી અજિતનાથજી બિરાજિત છે. ... તમો જિણાણ, [૧૧૮] For Private & Personal Use Only મૂળનાયક લટવાળા જટાધારી શ્રી ઋષભદેવ
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy