SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રાચીનકાળમાં ગોબરગ્રામ, ગુબ્બરગ્રામનો અપભ્રંશ થતાં વડગામ અથવા બડગામ તરીકે કુંડલપુર ઓળખાયું. આ નગરમાં ભગવાન મહાવીરના પરમ શિષ્યો એવા ત્રણ ભાઈઓ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિનો જન્મ થયો હતો. ગોશાલકને ભગવાન મહાવીરનો મેળાપ અહીં જ થયો હતો. આ તીર્થમાં ત્રણ જિનાલયો - પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનનું, બીજું શ્રી ગૌતમસ્વામીનું (સ્વતંત્ર મંદિર) અને ત્રીજું શ્રી ગૌતમસ્વામીનું (અગિયાર ગણધરોની ચરણપાદુકાનું પ્રાચીન મંદિરો આવેલાં છે. આ પાવનભૂમિ પર સત્તરમી સદીમાં ૧૭ મંદિરો હતાં. શ્રી કુંડલપુર તીર્થ એ ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર અને લબ્ધિઓના સ્વામી શ્રી ગૌતમ ગણધરની જન્મભૂમિ છે. અહીં પૂર્વે ૨૮ ફૂટ ઊંડો કૂવો હતો, જેને પુરાવીને આણંદજી કલ્યાણજી પેઢીએ પાંચ શિખરબંધી દેરાસર બંધાવ્યું છે. જીર્ણોદ્ધાર પૂર્વ રંગમંડપની સામે નંદીશ્વર દ્વીપની સુંદર રચના હતી અને અહીં આવેલા કૂવા નજીક આવેલ એક સુંદર છત્રી નીચે દાદા ગુરુદેવનાં પગલાં હતાં, જેને ત્રીજા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ જિનાલયમાં ઈ.સ. ૧૯૯૬માં આ.ભ.પૂ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના હસ્તે સંપ્રતિ મહારાજાના સમયની નાલંદાથી પ્રાપ્ત થયેલ ભગવાન ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જિનાલયની સ્થાપત્યરચના શ્રી શાંતિનાથ મૂળનાયક લટવાળા, જટાધારી શ્રી ઋષભદેવ શ્રી મહાવીરસ્વામી ઉંબરો ƏK પાર્શ્વનાથ ઋષભદેવ લટવાળા કોરીમંડપ શ્રી નેમિનાથ શ્રી અજિતનાથ ગૌતમસ્વામી સ્વામી સુધર્મા શ્રી વાર રંગમંડપ દ્વાર સ્થલિભદ્ર જિતચંદ્રસૂરિ મણિધારી શ્રી , મુખ્ય દ્વાર (૧૭૬ www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy