SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 35 . સ જ્ય: તીર્થયાત્રા આત્મોત્થાનનું એક અગત્યનું અંગ છે. તે દ્વારા પ્રભુસ્મરણ, સત્સંગ અને પવિત્ર સ્પંદનનો આપણને સરળતાથી અનુભવથઈ શકે છે. શ્રી શેફાલીબહેનના બહુમુખી વ્યક્તિત્વમાં સંગીત અને આસ્તિક્યભાવ મોખરે રહ્યાં છે. પ્રસ્તુત પુસ્તકમાં તેઓશ્રીએ તાજેતરમાં કરેલી બનારસથી સમેતશિખર સુધીની યાત્રાનું આબેહૂબ અને રોચક વર્ણન કરેલ છે. આ ઉપરાંત બીજા યાત્રિકોને પણ ઉપયોગી થાય તેવી ઝીણવટભરી માહિતી પ્રસ્તુત કરેલ છે, જેમાં ભક્તિભાવની વૃદ્ધિ કરાવનાર ભગવંતોની પ્રેરણાદાયક મૂર્તિઓનું તાદેશ વર્ણન, ઐતિહાસિક સંદર્ભ, શિલ્પકળાની સૂક્ષ્મ અને જ્ઞાનસભર માહિતી ઉપરાંત યાત્રિકો માટે જરૂરી આવાસ, આહાર આદિ સગવડોનું વર્ણન પણ કરેલ છે. | આ રીતે આ પુસ્તકમાં સામાન્ય યાત્રિકોથી માંડીને આધ્યાત્મિક સાધકો અને સંશોધકોને પણ ઉપયોગી થાય તેવી વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ માહિતી પીરસીને તેને બહુજનોપયોગી બનાવેલ છે. આવી સુંદર કૃતિની રચના બદલ શેફાલીબહેનને અનેકશઃ ધન્યવાદ. | ત્વ 24(નમતુ ને ! 35 ની x £ 2074 2, સાકેન્દ્ર તા (જિ. hશરૂ) એલ.ડી.આઈ.આઈ. ૨૦૦૮-૨૦૦૯ તા. ૧૫. ૧૨.૦૮ આપના તૈયાર કરેલા ગ્રંથ ‘સમ્મઅ શેલ તમહં થણામિ'નું અવલોકન કરવાનો અવસર મળ્યો. વારાણસીથી લઈને સમેતશિખર સુધીનાં અનેક તીર્થોની સુંદર તસવીરો સાથે અનેક પ્રકારની માહિતીથી સભર આ ગ્રંથ અનેક જિજ્ઞાસુઓને ઉપયોગી થશે. પરમાત્માઓના કલ્યાણકો તથા વિચરણ દ્વારા પાવન થયેલ ભૂમિ ઉપર નિર્મિત તીર્થો ભવભયભંજક હોય છે. તેની યાત્રાથી જન્મ સફળ થાય છે અને અનેક વજલેપ જેવાં કઠિન કર્મો નષ્ટ થઈ જાય છે. આવી પરમ પાવનભૂમિ પર નિર્મિત તીર્થોનો ઇતિહાસ ભાવોલ્લાસવૃદ્ધિનું નિમિત્ત બનતો હોય છે. તેથી તીર્થોનો ઇતિહાસ અવશ્ય જાણવા યોગ્ય છે. તમે તીર્થના ઇતિહાસ અને તસવીરો દ્વારા સુંદર નિમિત્તનું આયોજન કર્યું છે. આ ગ્રંથ વાંચીને યાત્રા કરવા જનારાને વિશેષ લાભ થશે અને જેઓ યાત્રા કરવા જવા શક્તિમાન નથી તેઓ ભાવયાત્રા દ્વારા કર્મનિર્જરા કરશે. તમે આ ઉત્તમ નિમિત્ત નિર્મિત કર્યું તે બદલ ખૂબખૂબ ધન્યવાદ. ભવદીય, J.P.shah... (જિતેન્દ્ર બી. શાહ) [૧૪
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy