SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં પ્રથમ શ્રી ચંદ્રપ્રભનું મંદિર, બીજું સમવસરણની રચનાવાળું શ્રી વીરપ્રભુનું મંદિર, ત્રીજું શ્રી ઋષભદેવનું મંદિર અને ચોથું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર છે. આ ચોથા મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજી પ્રભુની કાળા પાષાણની અત્યંત ભાવવાહી મૂર્તિની ઈ.સ. ૨૦૦૮માં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેની બાજુમાં ડાબે આદિનાથ પ્રભુનાં ચરણ, જમણે મહાવીરસ્વામીનાં ચરણ છે. .....તમો જિણાણ. ૨૦મા તીર્થંકર મુતિસુવ્રતસ્વામીતા જીવત પર એક દૃષ્ટિપાત ચંપાનગરીમાં સુરશ્રેષ્ઠનામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ખૂબ દાનવીર અને ધર્મવીર પણ હતા. એક દિવસ ચંપાનગરીમાં નંદનમુનિ પધાર્યા. સુરશ્રેષ્ઠ રાજા તેમને વંદન કરવા ગયા અને તેમની દેશના સાંભળતાં જ તેમને વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. આથી તેમણે નંદનમુનિ પાસે દીક્ષા લીધી. સુરશ્રેષ્ઠ પ્રભુની ભક્તિ અને તપ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને નિર્વાણ પામીને સુરશ્રેષ્ઠમુનિ પ્રાણત દેવલોકમાં દેવતા થયા. આ સમયકાળમાં રાજગૃહી નામની પણ એક સુંદર નગરીમાં સુમિત્રનામના રાજા રાજ્ય કરતા હતા. સુમિત્રરાજા ખૂબ જ ન્યાયી અને ધર્મનિષ્ઠ હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી. રાણી ખૂબ જ સંસ્કારી અને સુશીલ હતી. સમયાંતરે એક દિવસ પ્રાણત દેવલોકમાં સુરશ્રેષ્ઠ મુનિનો જીવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, શ્રાવણ સુદ પૂનમના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી નીકળીને પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. રાણીએ એ સમયે તીર્થંકરને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો જોયાં. જેઠ વદ આઠમના દિવસે રાણી પદ્માવતીએ કૂર્મ (કાચબો)ના લાંછનવાળા તમાલ જેવા શ્યામવર્ણા પુત્રને જન્મ આપ્યો. દેવતાઓ અને ઇન્દ્રએ આવીને પુત્રને વંદન કર્યા અને તેમને મેરુશિખર પર લઈ જઈને સ્નાન કરાવ્યું. પુત્ર માતાના ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા મુનિરાજની પેઠે શ્રાવકના દરેક વ્રત સાચવવા લાગ્યા. આથી આ ગર્ભનો પ્રભાવ જાણી રાજાએ પુત્રનું નામ મુનિસુવ્રત પાડ્યું. યૌવનવયે તેમની કાયા વીસ ધનુષની થઈ. મુનિસુવ્રતને પ્રભાવતી નામની રાણી હતી અને સુવ્રત નામનો પુત્ર હતો. સાડા સાત હજાર વર્ષો પછી મુનિસુવ્રતકુમારે રાજ્યનો કારભાર લઈ પંદર હજાર વર્ષો સુધી સંભાળ્યો. કાળક્રમે મુનિસુવ્રતકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થતાં પોતાના પુત્ર સુવર્તને રાજ્યનો કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કર્યો. તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. ફાગણ સુદ બારસને દિવસે મુનિસુવ્રતકુમારે એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુએ સર્વ દુઃખ સહન કરતાં અગિયાર માસ સુધી વિહાર કર્યો. વિહાર કરતાં કરતાં પ્રભુ નીલગૃહ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં કાઉસગ્ગ અવસ્થામાં ફાગણ વદ બારસને દિવસે ઘાતીકર્મનો ક્ષય થવાથી મુનિસુવ્રતસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવતાઓએ આવીને સમવસરણની રચના કરી અને મુનિસુવ્રતસ્વામીએ તેમાં બેસી ધર્મદેશના આપતાં નગરના લોકોને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. ગૃહસ્થ ધર્મની વિશાળ વ્યાખ્યા સમજાવીને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો. મુનિસુવ્રતસ્વામીને ઇન્દ્રાદિક નામના ગણધર સહિત કુલ અઢાર ગણધરો થયા અને ‘વરુણ’ નામનો યક્ષ અને ‘નરદત્તા’ નામની શાસનદેવી થયાં. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મુનિસુવ્રતસ્વામીએ એકાદશ માસે ઉણા સાડા સાત હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. પોતાનો નિર્વાણ સમય નજીક જણાતાં એકહજાર મુનિઓની સાથે સમેતશિખર તીર્થે આવી કુલ ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી શ્રી મુનિસુવ્રતસ્વામી મોક્ષપદને પામ્યા. Jain Education International Ibrary |૧૧૭
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy