SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઈજીનિનળીકરી 12 Pવ | ત્રીજા પહાડના रसायनानि जोजिजवानास શ્રી શામળિયા પાર્શ્વનાથ (પ્રાચીન) ચોથા પહાડના સપરિકર શ્રી આદિનાથજી (સં.૧૫૦૪) નવા ગામમંદિરમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની આગળ (નાની પ્રાચીન મૂર્તિ) અને પાછળ ૫૧ ઇંચની (નવી પ્રતિમા) એમ બે મનોહર મૂર્તિ બિરાજમાન છે, જેની ભવ્ય પ્રતિષ્ઠા સંવત ૨૦૧૭ના ફાગણ વદ ૭ના રોજ ઝરિયાનિવાસી શ્રીયુત દેવશીભાઈ માણેકચંદના શુભ હસ્તે થયેલ. વર્ષો પહેલાં મૂર્તિઓની રક્ષા માટે ત્રીજા પહાડના શ્રી શામળિયા પાર્શ્વજીને મૂળનાયકની ડાબે અને ચોથા પહાડના શ્રી આદિનાથજીને મૂળનાયકની જમણી બાજુ અહીં પ્રતિષ્ઠિત કરાયા છે. સંભવતઃ ગુપ્તકાળમાં બનેલી ત્રીજા પહાડના શામળિયા પાર્શ્વનાથની આ પ્રતિમા અઢી ફૂટ ઊંચી છે. પબાસનની નીચે ગોઠવેલી સર્પાકૃતિ ભગવાનના બંને પડખે પરિકર બનાવતી ઉપર મસ્તક સુધી જઈને પ્રમાણસરના સાત ફણાઓનું છત્ર બનાવે છે. આ છત્ર નીચે બિરાજમાન પ્રભુના મુખ પરથી ‘પ્રશમરસ નિમગ્ન” ભાવ છલકી રહેલો દેખાય છે. ચોથા પહાડના આદિનાથજીની આ પ્રતિમાની શ્યામવર્ણી બેઠકમાં નીચે બંને છેડા ઉપર પ્રતિમા ભરાવનાર દંપતી ચૈત્યવંદનની મુદ્રામાં દેખાય છે. મધ્યમાં બે સિંહોની વચ્ચે વૃષભ લાંછન કોરેલું છે. પ્રભુનાં પડખે બે ચામરધારી તથા તેના ઉપર પદ્માસનસ્થ જિન પ્રતિમાઓ અંકિત છે. પરિકરમાં બંને તરફ ગજારૂઢ વ્યક્તિઓ કળશથી પ્રભુનો અભિષેક કરી રહી છે, જો કે હવે ત્રીજા અને ચોથા પહાડમાં અનુક્રમે શ્રી સાંવલિયા પાર્શ્વનાથ તથા શ્રી આદેશ્વરજીને ઈ.સ. ૨૦૦૮માં પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.[૧૦૩]
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy