SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન શ્રી મુનિસુવ્રતસ્વામીના ભરતક ઉપર બંને તરફ ગજારૂઢ દેવયુગલ અભિષેક કરી રહ્યું છે. પ્રભુની પલાંઠીપાસે બંને તરફ હાથમાં ચામરધારી ઇન્દ્રો ઊભેલા દેખાય છે અને તેમની ઉપર બે કાઉસગ્ગિયા પ્રતિમા પણ ઉત્કીર્ણ કરેલી છે. મસ્તક પર ત્રણ છત્ર, પાંખડીઓવાળું ભામંડળ, સિંહાસનમાં બેસિંહની આકૃતિની ઉપર શોભતા શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તવના કરીએ. સ્તુતિ વીસમા મુનિસુવ્રત સ્વામીને, વંદન કરીએ ભાવથી,પરમાનંદન પીડા હરી દે, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવથી; અશ્વને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો, શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો. ચૈત્યવંદત મુનિસુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ, વાનર યોનિ રાજતી, સુંદર ગણ ગિર્વાણ. ૧ શ્રવણ નક્ષત્રે જનમિયા, સુરવર જય જયકાર, મકર રાશિ છદ્મસ્થમાં, મૌન માસ અગિયાર. ૨ ચંપક હેઠે ચાંપીએ, જે ઘનઘાતિ ચાર, વીર વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર. ૩ 6 સ્તવન મુનિસુવ્રત જિન મન મોહ્યું મારું, શરણ ગ્રહ્યું મેં તમારું, પ્રાતઃ સમયે હું જાગું જ્યારે, સ્મરણ કરું છું તમારું, હો જિનજી, તુજ મૂરતિ મનહરણી, ભવસાયર જલતરણી, હો જિનજી... ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું, આપ જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો મેં તારો, હો જિનજી... ફૂં ફૂં ફૂં ફૂં ચીડિયાં બોલે, ભજન કરે છે તમારું, મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિ તારું, હો જિનજી... ભોર થતાં બહુ શોર સુછું હું, કોઈ હસે કોઈ રૂવે ન્યારું, સુખિયો સુવે, દુખિયો રૂવે, અકળ ગતિ એ વિચારું, હો જિનજી... ખેલ ખલકનો, બંધ નાટકનો, કુટુંબ કબીલો હું ધારું, જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારું, હો જિનજી... માયાજાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારું રે, ઉદયરતત એમ જાણી પ્રભુ તારું, શરણું ગ્રહ્યું છે મેં સારું, હો જિનજી... THEREF થોય સુવ્રતસ્વામી આતમરામી, પૂજો ભવિ મન રુલી, જિનગુણ થુણીએ, પાતક હણીએ, ભાવ સ્તવ સાંકળી, વચને રહીએ, જૂઠ ન કહીએ, ટલે ફલ વચકો, વીર જિન્નુ પાસી, સુરી નર દત્તા, વરુણ જિનાર્ચકો.... SARKAAJAL M ચાલો, હવે રંગમંડપમાં દર્શન કરીએ. અહીં ડાબી બાજુ પ્રાચીન મુનિસુવ્રતજી બિરાજે છે અને જમણી બાજુ અતિ પ્રાચીન લટવાળા શ્રીઆદિનાથજી અત્યંત મોહનીય લાગેછે. જિણાણ ૧૦૧ ..... elibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy