SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમગ્રંથોમાં જેનાં પવિત્ર નામ ઐતિહાસિક વિભૂતિ તરીકે લેવાય છે તેવા - મહારાજા શ્રેણિક, કોણિક, મૌર્યવંશી ચંદ્રગુપ્ત, કૌશલ્ય, અશોક, પુષ્પમિત્ર, અગ્નિમિત્ર, સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત, બુદ્ધિધન મંત્રીશ્વર અભયકુમાર, જંબુસ્વામી, ધનાજી, શાલિભદ્ર, મેઘકુમાર, હવિહલ, કયવનાશેઠ, મમ્મણશેઠ, પ્રભવસ્વામી, શય્યભવસૂરિ (દશવૈકાલિક સૂત્રના રચયિતા), પ્રીતિકર, અર્જુનમાળી, અહેસૂતા જરાસંધ, મેતાર્યમુનિ, પુણિયા શ્રાવક, સુલસા શ્રાવિકા, શ્રી વજસ્વામીજી જેવાં માનવરત્નોથી આ નગરી શોભતી હતી. શ્રી અભયકુમારે અહીં જૈન દીક્ષા લીધી હતી. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને અહીંના ઉદ્યાનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું. શાલિભદ્રજી અને ધનાજીએ ચારિત્ર લઈને ધગધગતી શિલા ઉપર અનશન કરી આત્મકલ્યાણ સાધેલું. વળી, શ્રી વજસ્વામીજી મહારાજે પણ અહીં અનશન કરેલું. ભગવાન મહાવીરના આદેશથી તેમના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ આ નગરીના બહારના ઉદ્યાનમાં શ્રેણિક મહારાજાને ‘શ્રીપાળ-મયણા’નું જીવનવૃત્તાંત અને નવપદનું માહાભ્ય સંભળાવ્યું હતું. બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીની કઠોર તપસ્યાનું પ્રથમ પારણું આ ભૂમિ પર થયું હતું. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી સહિત અગિયાર ગણધરોનો મોક્ષ આ ભૂમિ પર થયો હતો. અહીં પાંચ પર્વત હોવાને કારણે રાજગૃહીને “પંચશૈલ'પણ કહે છે. રાજગૃહીનું રાજકીય મહત્ત્વ ભલે નાશ થઈ ગયું હોય, પરંતુ તેનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે. સંદર્ભગ્રંથોના આધારે એમ જાણવામાં આવ્યું છે કે રાજગૃહીમાં નંદ મણિયાર નામના એક શ્રેષ્ઠીએ વૈભારગિરિ ઉપર એક વિશાળ લતાકુંજોથી ઘેરાયેલી, સુગંધિત, પશુપક્ષીઓના ગુંજારવવાળી ‘પુષ્કરણી' બંધાવી હતી, જેનું વર્ણન ‘નાયધમકહા’ નામના જૈન આગમગ્રંથમાંથી જાણવા મળે છે. સં.૧૫૬૫માં કવિ શ્રી હંસસોમ નોંધે છે કે, ‘અહીં પાંચે પહાડીમાં બધાં મળીને ૧૫૦ ચૈત્યો અને ૩00 જિનબિંબ છે.” રાજગિરિ પ્રાચીન કાળમાં વિવિધ નામો જેવાં કે, ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, વસુમતી, ઋષભપુર, કુશાગ્રપુર અને છેવટે રાજગૃહી એ રીતે ઓળખાયું. આ નગર પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાથી “મહાભારત'માં આનો ‘ગિરિધ્વજ' નામથી પણ ઉલ્લેખ કરેલો છે. અહીંનું વાતાવરણ ઘણું જ રમ્ય છે. વર્તમાનમાં શ્રી રાજગૃહી મહાન તીર્થના જીર્ણોદ્ધારક-સૂરિસમ્રાટ સૂરિરામ સમુદાયના સૂરિરત્ન, પરમારાધ્ધપાદ, પરમશ્રદ્ધેય, પરમશાસનપ્રભાવક, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજા, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજા અને તાત્ત્વિક પ્રવચનકાર) - પૂ. ઉપાધ્યાય શ્રી અક્ષયવિજયજી ગણિવર્ય વગેરે ભગવંતોની પાવન પ્રેરણાથી લછવાડ, ક્ષત્રિયકુંડ, - ચંપાપુરી, કાકંદી અને રાજગૃહી તીર્થની પંચપહાડીમાં જીર્ણોદ્ધાર થયો છે. | મુખ્ય જિનાલયથી દોઢ માઈલ દૂર પુનિત કલ્યાણકોના પાંચ પહાડ આવેલ છે, જે નૈસર્ગિક સૌંદર્યથી શોભે છે. વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીનાં જ્યાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન " એમ ચાર કલ્યાણક થયાં તેવી મહારાજા શ્રેણિકની રાજધાનીની આ પાવન પંચપહાડીની જાત્રા કરીશું. | Jain Education International : સૌપ્રથમ ગામમદિરે દર્શonકરીશ. www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy