SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ગ્રંથ પ્રકાશન પ્રવૃતિના પ્રણેતાઓ —ડૉ. પુનિતા અરુણ હર્ષે પથપ્રદર્શક જીવમાત્રની અનિવાર્યતા એટલે પ્રત્યાયન. પોતાની વાતને વ્યક્ત કરવા પ્રત્યેક જીવની આગવી અભિવ્યક્તિ છે. મનુષ્ય અતિબુદ્ધિમાની પ્રાણી હોવાને કારણે તેણે કાળક્રમે અનેકવિધ માધ્યમો વિકસાવ્યાં છે. મુદ્રણ-પ્રકાશન તેમાંનું આધુનિક સાધન છે. ઈસુ પૂર્વે ૨૫ વર્ષ અગાઉ ‘પેપિરસ સ્ક્રોલ’ પર લખાયેલ લખાણને પ્રથમ પુસ્તક કહી શકાય. ત્યારપછી મુદ્રણકલાનો જે વિકાસ થયો એ ઇતિહાસ છે. જાણવાની એષણા અને માહિતગાર રહેવાની અનિવાર્યતાએ પ્રકાશન વ્યવસાયને જન્મ આપ્યો છે. છાપકામની શરૂઆત ચીનમાં થઈ. ત્યારબાદ યુરોપના દેશોમાં અને પછી ઘણી મોડી ભારતમાં આવી. ભારતમાં ૧૫૫૬માં ગોવામાં પહેલું પ્રિન્ટીંગ પ્રેસ નાખવામાં આવ્યું. ત્યારબાદ પ્રાદેશિક ભાષામાં પ્રકાશનપ્રવૃત્તિ શરૂ થઈ. યશવંત મહેતા સંપાદિત પુસ્તક ‘અર્ધશતાબ્દીનું અવલોકન' પુસ્તકમાં રતિલાલ શાહે પ્રકાશન ક્ષેત્રે' પ્રકરણોમાં પ્રકાશનપ્રવૃત્તિ અંગે વિસ્તારથી નોંધ લખી છે. ગુજરાતની પ્રકાશનપ્રવૃત્તિ અંગે તેમનું માનવું છે કે, દેશના પછાત પ્રદેશોની સરખામણીમાં ગુજરાતનો પ્રકાશન વ્યવસાય ઓછો-નહીંવત્ છે. ગુજરાતમાં ચાર-પાંચ શહેરોમાં દસેક નાનાં અને દસેક મોટાં પ્રકાશનો છે, જેઓ વાર્ષિક આશરે ૧૦૦૦ પુસ્તકો (રિપ્રિન્ટ સહિત) બહાર પાડે છે. સામાન્ય રીતે ૧ પુસ્તકની એક હજાર નકલ પ્રકાશક છાપે છે. ગુજરાત દેશનું આગળ પડતું રાજ્ય હોવા છતાં છેલ્લાં કેટલાંય વર્ષોથી નવો પ્રકાશક ઉમેરાયો નથી.'' તેમ છતાં ગુજરાતમાં કેટલીક અતિવિશ્વસનીય પ્રકાશન સંસ્થાઓ શૈક્ષણિક–બિનશૈક્ષણિક પુસ્તકપ્રકાશકો તથા ધ્યેયનિષ્ઠ પ્રકાશકોની એક ઐતિહાસિક પરંપરા પણ ગુજરાતમાં છે. નવનીત પ્રકાશન, આર. આર. શેઠ, ગુર્જર, નવજીવનથી શરૂ થઈને ઇમેજ પબ્લિકેશન સુધી વિસ્તરેલી ગુજરાતની પ્રકાશન પ્રવૃત્તિ અંગે વિગતે વાત......લેખમાળામાંથી જ મળશે. આ લેખમાળાના લેખક ડૉ. પુનિતા હર્ષે ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં સેવા આપે છે. શિક્ષણ લેવા-દેવાનાં વર્ષો દરમ્યાન તેઓ ‘નવજીવન ટ્રસ્ટ' અને ગુજરાત વિદ્યાપીઠની પ્રકાશનપ્રવૃત્તિથી પણ પરિચિત થયાં છે. શિક્ષણક્ષેત્રે કારકિર્દી અપનાવી એ અગાઉ તેઓ “ધ ટાઇમ્સ ઑફ ઈન્ડિયા' (ગુજરાતી) અને “ જયહિન્દ જેવાં દૈનિકો સાથે કામ કરી ચૂક્યાં હોવાને લીધે સંપાદન, પ્રકાશનનો અનુભવ ધરાવે છે. જેથી ગુજરાતની પ્રકાશનપ્રવૃત્તિ અંગે તેઓ સારી રીતે લખી શક્યાં છે. પત્રકારત્વને લગતાં તેમનાં ત્રણ પુસ્તકો (૧) ‘સમય : એક અધ્યયન', (M.Phil.માં શોધિનબંધ) જિલ્લાકક્ષાના પત્રકારત્વ સંદર્ભે (‘સમય’સુરેન્દ્રનગર જિલ્લાનું સાપ્તાહિક સમાચારપત્ર છે. (૨) ‘ભારતીય જનસંપર્કના પિતામહ મહાત્મા ગાંધી’ અને (૩) ‘ગુજરાતી અખબારો અને નારી ચેતના' (પી.એચ.ડી.નો શોધનિબંધ). તદુપરાંત પત્રકારત્વનાં હિન્દી-અંગ્રેજી પુસ્તકોમાં પણ તેમણે પ્રકરણ, અધિકરણ લખ્યાં છે. તેમના માર્ગદર્શનમાં ત્રણ વિદ્યાર્થી એમ.ફિલ. થઈ ચૂક્યા છે. પુસ્તક પરિચયલેખન, વ્યક્તિત્વપરિચય-ચરિત્ર લેખન, મુલાકાતલેખન, અહેવાલલેખન તેમના લેખન માટેનાં મનપસંદ ક્ષેત્ર છે. નાટક, ફિલ્મો અને પરંપરાગત માધ્યમોને તેઓ પ્રત્યાયનના વધુ સબળ માધ્યમો ગણે છે. તેમનું કહેવું છે કે, “સમૂહ માધ્યમોનું વાચાળપણું અને વાક્પટુતાપણું માણસનું મગજ માહિતીથી ભરી દે છે-પણ–તેના મનની શાંતિ હણી લે છે.” પુનિતાબહેનને ધન્યવાદ. —સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy