SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૯૨ ગુજરાતીમાં ગરબે ઘૂમો નર નાર; સરખી સહેલી ગરબાની રંગછોળ, રાસ રાજેશ્વર કનૈયો, ગરબે ગુંજે ગુજરાત, અંબાજી યાત્રા, ઑમ્ નમઃ શિવાય ‘કબ તક પૂકારું' સિરિયલનાં ગીતો ગાયાં, ‘ઝલઝલા' ફિલ્મમાં ક્લાઈમેક્સ ગીત, ‘હમરાહી’ સિરીયલનું ટાઈટલ ગીત, ગુજરાતી ફિલ્મ માણસાઈના દીવા’નું ગીત ગાયું. એવોર્ડ અને ઇનામો : ઉદય મઝૂમદારને ગુજરાતી ફિલ્મ ‘માણસાઈના દીવા’માં ગીત ગાવા માટે ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યો છે. ‘બુનિયાદ’માં સંગીત માટે સ્ટાર એન્ડ સ્ટાઈલની ટ્રોફી મળી છે. સિતાર વાદક પંડિત અરવિંદ પરીખ ભારતના આગળ પડતા સિતાર વાદકોમાં અરવિંદ પરીખ મોખરે છે. છેલ્લાં ૫૦ વર્ષથી સંગીતની દુનિયા સાથે સંકળાયેલા છે. અરવિંદ પરીખ, ઉસ્તાદ વિલાયત ખાંના પટ્ટશિષ્ય છે, વિલાયત ખાં, ઇન્દાદ ખાં અને ઇટાવા ઘરાનાના સિતાર અને સૂરબહાર સંગીતના ઉસ્તાદ હતા. અરવિંદભાઈ પરીખ સંગીતકાર ઉપરાંત સંગીતના સાધક પણ છે અને અન્ય સંગીતકારોને પણ એટલું જ માન આપે છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ભારતમાં અને પરદેશમાં પ્રચાર અને પ્રસાર માટે અરવિંદભાઈ પરીખનો મહત્ત્વનો ફાળો છે. સંગીતકાર તરીકે અરવિંદભાઈ, વિલાયત ખાનની પરંપરા અને ઢબતી અસલી નિપજ ગણાય છે. તેમણે ભારતમાં અને પરદેશમાં સંગીતના મોટા જલસામાં પોતાનો ફાળો આપ્યો છે. તેમના કન્સર્ટ માટે પશ્ચિમ એશિયા, છેક પૂર્વના દેશો અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો છે. યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય મ્યુઝિક કાઉન્સિલના ઉપપ્રમુખ તરીકે ૧૯૯૪-’૯૭ના ગાળા માટે તેમની નિમણૂંક થઈ હતી. અત્યારે તેઓ ભારતીય ઉપખંડના કો-ઓર્ડિનેટર તરીકે (યુનેસ્કોની મ્યુઝિક કાઉન્સિલના) કામગીરી બજાવે છે. ૧૯૯૭'૯૮માં ગુજરાત સરકારની સંગીત નાટક અકાદમી તરફથી અરવિંદભાઈ પરીખને ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. ૨૦૦૩માં સંગીત નાટક અકાદમીનો કેન્દ્રીય એવોર્ડ સિતાર વાદ્ય માટે મળ્યો હતો. અરવિંદભાઈ પરીખે ‘મ્યુઝિક ફોરમ’ ની ઠેર ઠેર સ્થાપના કરી છે. જ્યાં સંગીતનાં વિવિધ પાસાંઓ અંગે તથા સંગીતના Jain Education International પથપ્રદર્શક સ્થાન વિશે ચર્ચા વિચારણા કરી શકાય. આવાં ‘મ્યુઝિક શેરમ’ મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ અને નવી દિલ્હીમાં કાર્યરત છે. તેમાં કલાકારો, વ્યવસ્થાપકો, સંગીતના વિવેચકો, યુનિવર્સિટીના સંગીત શિક્ષકો, ઓલ ઇન્ડિયા રેડિયોના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, દૂરદર્શનના ડિરેક્ટર, પ્રાદેશિક ડિરેક્ટર વિગેરેનો આ ફોરમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈ.ટી.સી.-સંગીત રિસર્ચ અકાદમીના ટ્રસ્ટી, ડાયરેક્ટર તરીકે અરવિંદભાઈ પરીખ વેસ્ટર્ન ઇન્ડિયાના ચેરમેન પણ છે. વાર્ષિક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં દેશવિદેશના સંગીતકારો જોડાય છે એ એક વિરલ ઘટના ગણાય છે. કિશોરી પરીખ સિતારવાદક અરવિંદ પરીખનાં પત્ની કિશોરીબેનનું વતન ગુજરાતમાં પણ જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. નાનપણથી નૃત્યનો શોખ. શાસ્ત્રીય સંગીતની સાધના કરી. ૧૯૪૯માં અરવિંદ પરીખ સાથે લગ્ન થયાં. બિપિન સિંહા અને અમુલી સીંગ પાસે મણિપુરી નૃત્યની તાલીમ લીધી હતી. યશવંતરાય પુરોહિત પાસે બે વર્ષ સુધી સંગીતની તાલીમ લીધી. ઉસ્તાદ વિલાયતખાંને પાંચ વર્ષ સુધી તાલીમ આપી. તે ઉપરાંત ફૈયાઝ અહમદ અને નિયાઝ અહમદ પાસે તાલીમ લીધી અને સંગીતના ઘણા કાર્યક્રમો કર્યા. યુરોપ, યુ.એસ.એ., કેનેડા, જાપાનમાં પણ સંગીતના કાર્યક્રમો આપ્યા. સાથે સાથે ચિત્રકળાનો શોખ પણ કેળવાયો. ડિઝાઈન, રંગ, ટૉન અને ફોર્મમાં આગવી દૃષ્ટિ કેળવી. તેમને બે બાળકો છે. શ્રીમતિ મધુબેન ડી. પાઠક' ગાયકવાડી રાજ્ય - અમરેલીમાં સંસ્કારી-ખાનદાન બ્રાહ્મણવ્યવસાય કુટુંબમાં સાલ ૧૯૨૫માં થયો. બહોળું કુટુંબ સુંદર સમજણ-સમાધાનવૃત્તિ સહજ રીતે મળી રહી અને એ જમાના પ્રમાણે અભ્યાસ પણ 9th std. સુધી કરવાનું સદ્ભાગ્ય મળેલ. અને ૧૯૪૪માં માત્ર ૧૯ વર્ષની વયે એવા જ વસ્તારી સુસંસ્કૃત પાઠક કુટુંબમાં અમરેલીના જ વતની શ્રી ધીરજલાલ પાઠક સાથે લગ્ન થયાં. અને ત્યારબાદ “કામાણી એન્જીનિયરીંગ વર્ક્સ'માં નોકરી માટે જયપુર ગયાં અને એમના કુટુંબમાં દરેક પુરુષને માનભરી નોકરી ‘“કામાણી’’માં મળી ગઈ. અને સુંદર સમય જયપુરમાં વિવિધ કાર્યક્રમો તેમજ થોડી સમાજસેવા તેમજ પોતાની અંગત કલા સંગીતનો સદુપયોગ કરવામાં વીતી ગયો. અને લગભગ ૫ વર્ષ બાદ ૧૯૪૯માં નોકરીમાં બદલી મળી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy