________________
૦૬૩
પ્રતિભાઓ
લાયન્સ ક્લબ ઓફ મલાડ-માલવણી તરફથી સન્માન- પત્ર-૧૯૯૮
લાયન્સ ક્લબ ઓફ બોરીવલી તરફથી એવોર્ડ-૨૦૦૧
પારડી-ઉમરગામ તાલુકા અનાવિલ સેવામંડળ તરફથી સન્માન ૧૯૯૭-૯૮
ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ વર્કશોપ તરફથી પ્રમાણપત્ર-૧૯૯૯
મુંબઈમાં ગુજરાતીઓની ઉપેક્ષાના વિરોધમાં ગુજરાતી ભાષા વિકાસ સંગઠન દ્વારા આઝાદમેદાનમાં યોજાયેલ ભૂખ હડતાળમાં ભાગ લીધો હતો. ૧૦-૮-૨૦૦૦
પોલીસ ગણેશોત્સવ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા
કચ્છના ભૂકંપ વખતે શ્રી બૈરનાર, શ્રી પ્રકાશ શાહ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત. કારગીલ યુદ્ધ, ભૂકંપ, કંડલા વાવાઝોડા વખતે યથાશક્તિ સહાય.
નીચેની સંસ્થા મંડળ જોડે સંકળાયેલા છે.
સમસ્ત બ્રાહ્મણ સમાજ, અનાવિલ સમાજ, પારડીઉમરગામ તાલુકા અનાવિલ મંડળ, અનાવિલ કેળવણી મંડળ, અનાવિલ સેવામંડળ-ગોરેગામ-વિરાર, ઊમરસાડી પ્રગતિમંડળ-મુંબઈ
કલાબેન મનુભાઈ શાહ ડૉ. કલાબેન શાહનો જન્મ ૧૯ નવેંબર ૧૯૩૭ના રોજ થયો હતો. તેમણે મુંબઈની બજાર ગેટ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધા પછી મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. કર્યું તથા ગુજરાતી અને લિંગ્વીસ્ટીક સાથે એમ.એ. કર્યું. ત્યારબાદ પરેલની મહર્ષિ દયાનંદ કોલેજમાં ૩૩ વર્ષ સુધી અધ્યાપન કર્યું. એમ.એ.ના વિદ્યાર્થીઓને મુંબઈ યુનિ.માં ૨૫ વર્ષ સધી ભાષા વિજ્ઞાન અને અપભ્રંશ વ્યાકરણ શીખવ્યું.
ડૉ. રમણભાઈ શાહનાં માર્ગદર્શનમાં કવિ વિદ્યારૂચિ કૃત ચંદરાજાનો રાસ'એ વિષય પર સંશોધન-સંપાદન કરી ૧૯૮૪માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.
ઇ.સ. ૧૯૮૮ થી ૧૯૯૩ સુધી ‘ગુજરાત સમાચાર' દૈનિકમાં દર ગુરુવારે “જૈનમ્ જયતિ' કોલમનું સંપાદન કર્યું અને પર્યુષણ પર્વ નિમિત્તે દસ દિવસની વિશેષ પૂર્તિ પ્રગટ કરનારાં દૈનિકોમાં, મુંબઈ જેન સંઘ પત્રિકા, રાધનપુર જૈન દર્શન વગેરેમાં જૈન ધર્મ વિષયક લેખો લખ્યા. અત્યારે મુંબઈ સમાચાર' દૈનિકમાં દર મંગળવારે “અધ્યયન’ના પાનામાં “આગમ'ની
કોલમમાં જૈન ધર્મ, સાહિત્ય તથા તત્ત્વજ્ઞાન વિષયક લેખો લખે છે.
તેમનાં પ્રગટ થયેલાં પુસ્તકો : પ્રથમ પુનિત પદાર્પણ (સંપાદન), જૈન ધર્મની પ્રમુખ સાધ્વીઓ અને મહિલાઓ, સદ્ભાવના સેતુ (પ્રાર્થના સંગ્રહ), પરમધ્યેયને ધ્યાવો, રત્નવંશના ધર્માચાર્યો, જ્ઞાન સાગરનાં મોતી (બે ભાગ)
ઇ.સ. ૧૯૮૫માં મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત સ્પોન્સરશીપ કાર્યક્રમમાં યુરોપના દેશોનો પ્રવાસ કર્યો. ૧૯૮૭માં એમ.ડી. કોલેજમાં “ખાંતિલાલ લાલચંદ શાહ જૈન લીટરરી એન્ડ ફિલોસોફીકલ રીસર્ચ સેન્ટર' ની સ્થાપના કરી. ૧૯૮૭માં મુંબઈ યુનિ. એ તેમને પીએચ.ડી.ના માર્ગદર્શક–ગાઈડ તરીકે ગુજરાતી વિષયમાં માન્યતા આપી. તેમના માર્ગદર્શનમાં સાત વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે અને સાત વિદ્યાર્થીઓ પીએચ.ડી. માટે માર્ગદર્શન મેળવી રહ્યાં છે. આ સેન્ટર દ્વારા જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિષયમાં પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીને સ્કોલરશીપ આપવામાં આવે છે.
કલાબેન ઇ.સ. ૧૯૭૭ થી ૨000 સુધી મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા એસ.ઈ.એમ. (SEM) તથા એસ.ઈ.ઓ. (SEO) તરીકે નિમાયાં હતાં.
ઇ.સ. ૨૦૦૦ થી મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય તરીકે નિમણૂંક થઈ. ૨૦૦૦માં મુંબઈ યુનિ.માં રીસર્ચ એન્ડ રેકોગ્નીશન કમિટિના સભ્ય તરીકે નિમણુંક થઈ.
મુંબઈમાં યોજાતી પર્યુષણ પર્વની વ્યાખ્યાન માળાઓમાં જૈન ધર્મ વિષે છેલ્લાં ૧૫ વર્ષથી મનનીય વ્યાખ્યાનો આપે છે. જૈન સોશ્યલ ગ્રુપ, જૈન અધ્યાત્મ સ્ટડી અને અને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં વ્યાખ્યાનો આપે છે. રેડિયો અને ટી.વી.ના કાર્યક્રમોમાં મુલાકાત રજૂ થઈ છે.
જૈન પત્રકારસંઘનો ૨૦૦૩નો પ્રથમ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે.
સમાજવાદી અને પીઢ પત્રકાર
હિંમતભાઈ ઝવેરી હિંમતભાઈ હરજીવનદાસ ઝવેરીનો જન્મ મુંબઈમાં ૧૪ સપ્ટે, ૧૯૨૫ના રોજ થયો હતો. ૧૯૪૨માં મેટ્રિક અને ૧૯૪૮માં સિદ્ધાર્થ કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. કર્યું. તે પહેલાં ફસ્ટઈયર આર્ટ્સમાં ૧૯૪૨ ઓગસ્ટની “ભારત છોડો”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org