SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૬૧ પ્રતિભાઓ જન્મભૂમિ અખબારના દિલ્હી ખાતેના ન્યૂઝ બ્યુરોના ચીફ તરીકે નીમાયા. તેઓ વોશિંગ્ટનથી પ્રગટ થતા ઇન્ડો-અમેરિકન બિઝનેસ ટાઈમ્સમાં પણ લખતા હતા. એપ્રિલ ૧૯૯૫ થી ચીફ એડિટર બન્યા. ૧૯૭૧માં યુદ્ધના સંવાદદાતા તરીકે ભારત-પાક યુદ્ધના હેવાલ રજૂ કર્યા હતા. ૧૯૭૬માં દાગ હેમરશીલ્ડ ફેલોશીપ યુ.એન.માં પ્રદાન થયો હતો. તે ઉપરાંત તેમને ઘણા એવોર્ડ્સ મળ્યા છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે. * શ્રેષ્ઠ તંત્રીલેખ લખવા માટે ૧૯૯૯માં ગુજરાત ડેઈલી ન્યૂઝ પેપર્સ એસોસિએશનનો એવોર્ડ. * પત્રકાર ફાઉન્ડેશન તરફથી શ્રેષ્ઠ તંત્રી તરીકે ૨૦૦૦માં એવોર્ડ. * બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી ૨૦૦૦માં પત્રકાર તરીકે વિશિષ્ટ પ્રદાન માટે એવોર્ડ. તેમણે અગત્યની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોનું ભારતમાં અને વિદેશમાં રિપોટીંગ કર્યું છે. અત્યારે રાજકીય અને આર્થિક વિકાસ તથા સામયિક બનાવોનું પૃથ્થકરણ કરતા લેખો લખે છે. તેઓ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે – ક પ્રેસ એકિડિએશન કમિટિ, પી.આઈ.બી. ભારત સરકારના માજી સભ્ય છે. * પ્રેસ ગેલેરી કમિટિ-લોકસભાના સભ્ય ૧૯૭૯-૮૦ * સહમંત્રી, લોકસભાના સ્પીકરની પ્રેસ એડવાઈઝરી કમિટિના, ૧૯૯૩-૯૪ તેમણે યુ.એસ.એ., કેનેડા, ફ્રાન્સ, જર્મનીનો પ્રવાસ કર્યો છે. વડાપ્રધાન અને નાણાંપ્રધાન સાથે સોવિયેત યુનિયન, સ્પેન, ટર્કી, જોર્ડન, યુગોસ્લાવિયા, સ્નેગલ, નામ્બિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળનો પ્રવાસ કર્યો છે તથા તેના હેવાલો લખ્યા છે. ૨૦૦૩-૦૪માં પ્રેસિડન્ટ : ઇન્ડિયન લેંગ્રેજીસ ન્યૂસપેપર્સ એસોસિએશન. * ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીની કાર્યવાહક સમિતિના સભ્ય * એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાની કાર્યવાહક સમિતિના સભ્ય. * ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર્સ એડિટર્સ કોન્ફરન્સની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સેવા આપે છે. પત્રકાર સુરેશ બી. ચોટાઈ. સુરેશ ચોટાઈનો જન્મ ૧૦ જૂન, ૧૯૫૪ના રોજ થયો હતો. ૧૯૭૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યા બાદ ૧૯૮૭માં “ગુજરાત સમાચાર'માં રિપોર્ટર અને ઉપતંત્રી તરીકે કામગીરી બજાવી. ૧૯૯૧માં ચીફ રિપોર્ટર તરીકે બઢતી મળી. ત્યારબાદ ૧૯૯૪માં ન્યૂઝ એડિટર તરીકે “સંદેશ' ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા. ૧૯૯૫માં ‘મિડ-ડે' (ગુજરાતી)માં ન્યૂઝ એડિટર તરીકે જોડાયા. 2000માં મિડ-ડેમાંથી રાજીનામું આપ્યું. “સમકાલીન'માં સમાચાર અને કટાર લખે છે; તથા ફિલાન્સ કોરોસ્પોન્ડન્ટ તરીકે કામગીરી બજાવે છે. સુરેશભાઈએ “આરોહી’ વૈમાસિક શરૂ કર્યું. તેમાં દરેક અંક વિશેષાંક તરીકે પ્રગટ કર્યા. હવે ‘આરોહી’ માસિક બન્યું છે. તે ઉપરાંત “જયશ્રી કૃષ્ણ વૈષ્ણવ' માસિકના પ્રકાશક તરીકે કામગીરી સંભાળે છે તેને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. મનોજ્ઞા શિરીષચંદ્ર દેસાઈ મનોજ્ઞા દેસાઈનું વતન ભાવનગર અને જન્મ તારીખ ૨૫ મે ૧૯૫૮ છે. તેણે બી.એસ.સી. (ઑડિયોલોજી અને સ્પીચ થેરેપી) ૧૯૭૮માં કર્યું. એમ.એ. ૧૯૯૮માં મેરીટ યાદીમાં ક્રમાંક મેળવીને કર્યું. ૧૯૭૭માં સર્ટિ. ઇન જર્નાલિઝમ અને ૧૯૮૧માં થિયેટરની ટ્રેઈનીંગનો એક વર્ષનો અભ્યાસક્રમ કર્યો. અત્યારે નાયર હોસ્પિટલ, કે.ઈ.એમ. હોસ્પિટલ અને રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં લેકચરર તરીકેનો વ્યવસાય છે. | મનોજ્ઞાબેને અંગ્રેજીમાંથી “એલેકઝાંડર ગ્રેહામ બેલ' તથા ‘હકીકતો, અને આંકડાનો સચિત્ર જ્ઞાનકોશ' અનુવાદ કર્યો છે. “સિગ્નેચર ટ્યુન' (વાર્તાસંગ્રહ), ભીતર કૈંક સમંદર (કાવ્યસંગ્રહ) અને “બહેરાશ અને શ્રવણ સહાયક સાધનો' વિશે પરિચય પુસ્તિકા લખી છે. મનોજ્ઞાબેને પાંચ વર્ષ સુધી વ્યાવસાયિક રંગમંચ પર સક્રિય કામગીરી બજાવી હતી. રેડિયો રૂપકોમાં અભિનય તથા પર્યાવરણ અને અન્ય વૈજ્ઞાનિક વિષયો પર સિરીયલો, ટી.વી. પર બાળ નાટકો ખાસ કરીને શૈક્ષણિક અને વિજ્ઞાન-આધારિત રજૂ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy