SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પંડિત ઓમકારનાથ ઠાકુરની ‘રેકર્ડ' સાંભળવા મળી તે સમયે તેમને ઓમકારનાથજીના શિષ્ય થવાની પ્રેરણા મળી. તે અંગે મક્કમ નિર્ધાર કર્યો. બહુ પ્રયત્નોના અંતે ઓમકારનાથજીએ બળવંતરાયનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. શ્રી બળવંતરાય ભટ્ટે ગુરુજી પાસેથી સંગીતવિદ્યા ગ્રહણ કરવામાં ખૂબ ત્વરા બતાવી અને ગુરુજીના પટ્ટશિષ્ય ગણાવા સુધીની પ્રગતિ કરી. ગુરુની સાથે જ તેઓ બનારસ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. શિષ્ય તરીકે ગુરુની અનન્ય સેવા અને અથાગ મહેનત દ્વારા ગુરુજીને પ્રસન્ન કર્યા. ગુરુના વારસાને પચાવ્યો, જાળવ્યો અને ઉજાળ્યો. શ્રી બળવંતરાય શાસ્ત્રીય રાગોની બારીકીઓના કુશળ જ્ઞાતા રહ્યા છે અને ઉચ્ચ પ્રકારના સર્જક પણ છે, તેમણે વીસેક નવા રાગોનું તથા બારેક નવા તાલનું સર્જન કર્યું છે. તેમનાં શ્રેષ્ઠ સર્જનોમાં ૧૫૦૦ જેટલી બંદિશો છે. આશ્ચર્ય થાય તેવું વિષયવૈવિધ્ય અને રચનાસૌષ્ઠવ અને સાહિત્યસમૃદ્ધ રાગોની બંદિશ આટલી વિપુલ માત્રામાં ભાગ્યે જ કોઈએ આપી હશે. ‘ભાવરંગ લહેરી’ના ત્રણ ભાગમાં ઘણી બંદિશો ગ્રંથસ્થ થઈ છે. ઘણા ગાયકો આ બંદિશો ગાય છે. આ ઉપરાંત ‘ગીતા', ‘રામાયણ', ‘ભાગવત’, ‘પુરાણ’, ‘ઉપનિષદ', શ્લોક, મંત્ર વગેરેને સ્વરબદ્ધ કરવાનું મૂલ્યવાન કાર્ય તેમણે બજાવ્યું. આ રીતે તેમણે સ્વ. પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ટ સંગીતના વારસાને આગળ વધાર્યો. આજ સુધી સંગીતશિક્ષણ અંગેનું તેમનું કાર્ય શરૂ છે. વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવતા રહે છે. ૬૫ રાગના વિસ્તારથી શિક્ષણ આપતા પાઠોનું ધ્વનિમુદ્રણ તેમણે અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીને ભેટ આપ્યું છે. ૧૯૫૫માં આંતરરાષ્ટ્રીય એવોર્ડથી આરંભી ૧૯૯૦માં ભારત સરકારનો ‘પદ્મશ્રી' એવોર્ડ મેળવનાર શ્રી બળવંતરાયને અનેક એવોર્ડ સતત પ્રાપ્ત થતા જ રહ્યા છે. તેમનાં સંતાનો પણ સંગીતક્ષેત્રે કાર્યરત છે. પં. યશવંતરાય પુરોહિત ભાવનગરમાં ઈ.સ. ૧૯૮૩માં ગુજરાત સરકાર દ્વારા એક સુંદર નાટ્યગૃહ તૈયાર કરવામાં આવ્યું અને તેનું નામાભિધાન ‘યશવંતરાય નાટ્યગૃહ' આપવામાં આવ્યું. આ યશવંતરાય તે રાષ્ટ્રીય કક્ષાએ જેમણે શાસ્ત્રીય ગાયક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી તે પં. યશવંતરાય પુરોહિત, જેમનો જન્મ તા. ૨૭ ડિસેમ્બર ૧૯૧૬ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે સંગીતની પ્રારંભની તાલીમ પોતાના પિતા પાસેથી Jain Education International ૦૨૫ મેળવી હતી અને ત્યાર બાદ ગ્વાલિયર ઘરાનાની તાલીમ લેવા પં. ઓમકારનાથ ઠાકુર પાસે બનારસ ગયા. પછીથી અમદાવાદ ખાતે પં. નારાયણ મોરેશ્વર ખરે પાસે તાલીમ લીધી. મુંબઈ ખાતે પોતાના મોટાભાઈ શ્રી રમણીક પુરોહિત સાથે રહેવા ગયા અને ત્યાં મોડર્ન સ્કૂલમાં સંગીતશિક્ષક તરીકે જોડાયા. આ ગાળામાં કિરાના ઘરાનાના ખાં સાહેબ અબ્દુલ કરીમખાંની ગાયકીથી આકર્ષાઈને તેમના પટ્ટશિષ્ય બાલકૃષ્ણ બુવા કપિલેશ્વરનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. રેડિયોના એ ગ્રેડના કલાકાર હતા અને ઘણા રાષ્ટ્રીય કાર્યક્રમ આપ્યા હતા. મોટાં શહેરોમાં અપાયેલા કાર્યક્રમોમાં તેમને સાંભળનારાં શ્રોતાઓ અત્યંત પ્રભાવિત બની રહેતાં. તેમની ગાયકીમાં એક અનેરું આકર્ષણ છુપાયેલું હતું, જેને પકડવા સંગીતપ્રેમીઓ આજેય કોશિશમાં છે. મૃદુ અવાજ, મૃદુ સ્વભાવ સાથેનું તેમનું વ્યક્તિત્વ સંગીતના શ્રોતાજનો આજેય લાગણીથી સંભારે છે. માત્ર ૪૭ વર્ષની ઉંમરે યશવંતરાયનું અવસાન થયું. હવે માત્ર તેના સ્વરની યાદ આપણી સાથે છે. અપરા મહેતા ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’—સ્ટાર ટી.વી.ની આ સીરિયલમાં મોટી વહુના પાત્ર ‘સવિતા’ના નામે સમગ્ર ભારતમાં અને ભારત બહાર નામના મેળવનાર અપરા મહેતા મૂળ ભાવનગરનાં છે. ૧૯૬૦ના અરસામાં ભાવનગરના પ્રથમ ગાર્ડન રેસ્ટોરેન્ટ હોટેલ ટોપમોસ્ટ'ના માલિક સ્વ. શ્રી ઉષાકાંત મહેતા અને તેમનાં શ્રીમતી મંદાકિનીબહેનનું એક માત્ર સંતાન એટલે અપરા મહેતા. ‘ટોપ મોસ્ટ' એસ.એન.ડી.ટી. મહિલા કોલેજના બગીચા સામે આવેલું અને ત્યાં તેમનું નિવાસસ્થાન પણ હતું. ત્યાં ‘નાટ્યાલય’ નામની સંસ્થા હતી. નાટકોનાં રિહર્સલ્સ પણ થતાં, જે સમયગાળો અપરા મહેતાનો શૈશવકાળ હતો. પિતાના સ્થળાંતરથી અપરા મહેતા મુંબઈ આવી વસ્યાં. માતાની ઇચ્છા હતી તે મુજબ શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી અને કથ્થકમાં વિશારદ થયાં. એ રીતે પિતાની ઇચ્છા હતી કે સંગીતક્ષેત્રે અપરા રુચિ કેળવે. આથી તેમણે સંગીતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું. પોતાનામાં અભિનયની કલા પાંગરી રહી હતી તેની જાણ પરિવારને નહોતી, પરંતુ મુંબઈના નાટકમાં જ્યારે સફળતાપૂર્વક પોતાનું પાત્ર રજૂ કર્યું ત્યારે દર્શકોને ખ્યાલ આવ્યો કે આ કલાકાર સિદ્ધિના સીમાડાઓ અચૂક વટાવશે જ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy