SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પિતાશ્રી ભાગીદાર હતા. કાળાન્તરે કંપનીનું વિભાજન થયું. આજે આ ધંધામાં તેમની પેઢી ટોચનું સ્થાન ધરાવે છે. ધંધાકીય પ્રવૃત્તિમાં જેટલો રસ એટલો જ બલ્કે વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિમાં રસ લેતા રહીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. તેઓએ સ્થાપેલી બુકબેંક પ્રવૃત્તિમાં ૫૦૦૦થી વધુ બાળકોને પુસ્તક મદદ તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતાં રહ્યાં છે. લાયન્સક્લબ ઓડ તરફથી પણ તેમને સારું એવું માનપત્ર મળ્યું હતું. ભરોડા હાઈસ્કૂલનો રજતજયંતિ મહોત્સવ તેમના અધ્યક્ષપદે ઉજવાયો હતો. ગોંદિયા જિલ્લાના ચિરચાડબાંધ ગામે હરિહરભાઈના નામે હાઈસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. અદાસીમા ગામે પણ તેમના નામે હાઈસ્કૂલ ચાલે છે. સોની ગામમાં પણ તેમના પિતાશ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે હાઈસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. યુવા કોંગ્રેસ ગોંદિયાના અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રીય સદસ્ય રહ્યા છે. તેમના માતુશ્રી ગં.સ્વ.પૂ. ચંચળબેન મણિબેન પટેલના પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ ઓડને આશીર્વાદ નામે વાડી બાંધી આપી. ગામલોકો અને આસપાસની જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ કામ કર્યું. ગુજરાતી કેળવણી મંડળ ગોંદિયામાં હાલ ટ્રસ્ટીમંડળના સચીવ, રેલ્વે એડવાઈઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામ શાળાના છેલ્લા ચોવીશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનના તમામ ક્ષેત્રે મોખરે છે. સમાજના પ્રત્યેક નાના મોટા પ્રસંગો અને ઉત્સવોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકામાં આવેલા ગામ ગિધાડીમાં પણ તેમનાં માતુશ્રી ચંચળબેન મણિભાઈ પટેલ હાઈસ્કૂલ અને જૂનિયર કોલેજ ચાલે છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવમાં પણ ઇન્દિરાબેન હરિભાઈ પટેલ વિજ્ઞાન વિદ્યાલય (સાયન્સ કોલેજ) ચાલે છે. નગર દુર્ગા ઉત્સવ સમિતિના દુર્ગાચોક ગોંદિયાના પાંત્રીશ વર્ષથી અધ્યક્ષ છે. ૧૯૯૦થી ૧૯૯૪ સુધી પાંચ વર્ષ મહારાષ્ટ્ર વિધાનસભામાં ગોંદિયા ધારાસભ્ય તરીકે સેવા આપી છે. શ્રી હરિહરભાઈ પટેલે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કરેલું છે. તેઓ દીર્ઘ કાળ સુધી આમ જનતાના સાચા પ્રતિનિધિ બની રહ્યા. શહેર ગોંદિયા અને રાજ્ય મહારાષ્ટ્રની આબાદી માટે અને લોકોની સુખાકારી માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમનું પ્રદાન ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ રહ્યું છે. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં તેઓ Jain Education International ૫૯ લોકપ્રિય બન્યા છે, તેમના વ્યક્તિત્વમાં રહેલા 'સરળતા, નિષ્પક્ષતા, પ્રામાણિક્તા જેવા ગુણો પ્રેરણાદાયી બની રહ્યા છે. શ્રી હસમુખરાય વનમાળીદાસ મહેતા અનન્ય શ્રદ્ધા, અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ સૌરાષ્ટ્ર-ગોંડલના વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. અને તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચાર-શક્તિ અને કુશળ કાર્યશક્તિથી વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીક કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ છે. ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગુણોથીશોભતા શ્રી હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક આયોજનમાં મહત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશા નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોના બધાં જ સાધુસાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. જીવનના સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથથી નહિં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે. એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સન્માન પામ્યા છે. એમની આજની ભવ્ય પ્રગતિ એમનાં જીવન અને કાર્યોની પ્રત્યક્ષ અને પ્રશસ્ય સિદ્ધિરૂપ છે. વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે રહીને ધંધાની દરેક ક્ષિતિજને ઉત્તરોત્તર વિકસાવે છે. શ્રી હસમુખભાઈ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યોને ઉત્તેજન આપવામાં તન, મન, ધનપૂર્વકનો ફાળો આપતા રહ્યા છે. તેમનાં કુનેહ, કાબેલિયાત અને કાર્યદક્ષતાનું પ્રસંગોપાત બહુમાન થતું રહ્યું છે. પોતાના વ્યવસાયમાં સાહસ પુરુષાર્થ અને દીર્ઘદૃષ્ટિ વડે પ્રગતિ કરવાની સાથે નમ્રભાવથી પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાન ગુણો પણ જોવા મળે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy