SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ વિવિધ વિષયોની ઊંડી સમજ અને દીર્ઘદૃષ્ટિ શ્રી જેઠાભાઈ વી. પટેલ ઉદ્યોગવીર શ્રી જેઠાભાઈ વાઘજીભાઈ પટેલનો જન્મ કરમસદ (તા. આણંદ, જિ. ખેડા) ખાતે ઈ.સ. ૧૯૦૪માં જુલાઈ માસમાં થયો હતો. તેમના પિતાશ્રી વાઘજીભાઈ પટેલ એક સંનિષ્ઠ ખેડૂત હતા. શિક્ષણ પૂરું કર્યા પછી જેઠાભાઈ અમદાવાદની કેલિકો જ્યુબિલિ મિલ્સમાં એન્જિનિયરિંગના તાલીમાર્થી તરીકે ઈ.સ. ૧૯૨૪માં જોડાયા. ૧૯૨૫માં તેઓ બ્રિટિશ ઇજનેરી કંપનીમાં જોડાયા. બ્રિટિશ કંપનીમાં ઇજનેર તરીકે શરૂઆત કરીને, ધીરે ધીરે સખ્ત પરિશ્રમથી જેઠાભાઈ ૧૯૭૩માં કંપનીના આસીસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા. તે વખતે બ્રિટિશરોની કડક શિસ્ત અને કામ આપવા તે લેવાની વ્યવસ્થિત તાલીમથી જેઠાભાઈનું એક આગવું વ્યક્તિત્વ ઘડાયું હતું. બ્રિટિશ કંપનીએ જેઠાભાઈને એન્જિનિયરિંગની ઉચ્ચ કક્ષાની તાલીમ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. તેમણે બે વર્ષ સુધી સખ્ત તાલીમ લીધી. તાલીમ બાદ તેઓ શ્રી સાંજની કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. ત્યાં તેમણે એન્જિનિયરિંગના ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીય સર્ટીફિકેટ મેળવી લીધું. જ્યારે એ જ સમય દરમ્યાન ભારે ખંત અને સતત મહેનતથી તેમણે બ્રિટનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિક્સ એન્જિનિયર્સ સંસ્થાનો સ્નાતકનો અભ્યાસક્રમ ઉચ્ચ કક્ષાએ પાસ કર્યો. આમ, ૧૯૨૪ થી ૧૯૩૯ સુધી સતત ૧૫ વર્ષ જેઠાભાઈએ બ્રિટિશ એન્જિનિયરિંગક્ષેત્રની કામગીરીનો સતત અભ્યાસ, અનુભવ મેળવવા પ્રબળ પુરુષાર્થ કરીને જીવનવિકાસની ચાવી હસ્તગત કરી લીધી હતી. તેમની પાટીદાર તરીકેના શ્રમ સાધના’ દીર્ધદષ્ટિ વધુ ઉર્ધ્વગામી બની, જેને કારણે તેમને સ્વતંત્ર બુદ્ધિથી ઔદ્યોગિક સાહસ શરૂ કરવાના ઓરતા જાગ્યા, એટલે તેમણે સ્વતંત્ર સાહસ માટેનું આયોજન શરૂ કર્યું. શ્રી જેઠાભાઈએ પોતાની યુવાન વયનો સદ્ઉપયોગ પોતાના જીવનઘડતરની તાલીમબદ્ધતા હાંસલ કરવામાં કર્યો. યુવાન વયે તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચળબાએ જેઠાભાઈને નોકરી દરમ્યાન બચત કરવાની ટેવ પાડેલી. આ ટેવને કારણે દર મહિને રૂા. ૧૫=૦૦ની બચત કરવાની શરૂઆત કરેલી. આગળ જતાં બચત વધતાં તે મૂડી રૂપે ઊગી નીકળી. આ બચતના નાણાંથી જેઠાભાઈએ પોતાની બુદ્ધિ પ્રમાણેના પોતાના આગવા સાહસરૂપે પોતાની ‘મિકેનિકલ વર્કશોપ' મુંબઈમાં Jain Education International પથપ્રદર્શક બેલોસિસ રોડ ઉપ૨ ૧૯૩૯માં પાંચ કામદારોના સહકારથી શરૂ કરી. આ નાનકડા વર્કશોપમાં તેમણે આગળ જતાં સ્ટેન્ડર્ડ એન્જિનિયરિંગ વર્ક્સ' નામ આપ્યું. નામ પ્રમાણે જ ગુણ એ ઉક્તિ પ્રમાણે જેઠાભાઈએ વર્કશોપની તમામ કામગીરીમાં ગુણવત્તાને પ્રથમ સ્થાન આપ્યું, જેને કારણે વર્કશોપની નામના ઉદ્યોગ અને સરકારમાં પ્રસિદ્ધ બની રહી. આ નાનકડું સાહસ વધુ વિશાળ અને સદ્ધર બનાવવા માટે તેમણે ત્યારની બ્રિટિશ રાજની એક માત્ર બેંક ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની લોન મેળવવા અરજી કરી. બેંક સત્તાવાળાઓએ માંગેલી લોન તુરત મંજૂર કરી દીધી. આટલી સહેલાઈથી લોન મંજૂર કેવી રીતે થઈ? તેની તપાસ કરતા બેંક સત્તાવાળાઓએ જેઠાભાઈને જણાવ્યું કે “તમે દસ વર્ષથી બેંક સાથે લેવડદેવડની કામગીરીમાં સુંદર શાખ ઊભી કરી હતી. તેના પરિણામરૂપે આ લોન તુરત મંજૂર થઈ ગઈ છે. હવે જેઠાભાઈની વર્કશોપ એક વિશાળ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પરિવર્તન પામી. આજે આ ઉદ્યોગ મુંબઈમાં ‘ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરીંગ કું।. લિ. (એન.એસ.ઇ.)' તરીકે દેશમાં મશહૂર છે અને સેંકડો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકામાં ગુજરાતી પાટીદાર કોમના ઉદ્યોગકાર સાહસિકોએ ઉદ્યોગ ધંધા ક્ષેત્રે ભારે નામના મેળવી છે. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થવાનું હતું. ગુજરાત સરકારે ગુજરાતી ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આવા ઉદ્યોગો શરૂ કરવા અપીલ કરી, જેથી શ્રી જેઠાભાઈએ ગુજરાતની અલાયદી રાજ્ય વ્યવસ્થામાં ગુજરાતના લોકોની આબાદી વધે તે દૃષ્ટિથી મધ્ય ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની યોજના અમલમાં મૂકી, તે પ્રમાણે ઇ.સ. ૧૯૫૯થી ગુજરાત મશીનરી મેન્યુફેક્ચરિંગ લિ., ગ્લાસ લાઈન્ડ ઇક્વીપમેન્ટ કું. લિ., એકમે મેન્યુફેક્ચરિંગ કુાં. લિ., ખંડેલવાલ ઉદ્યોગ, મિલર્સ મશીનરી કુાં. લિ., અન્ડલર એન્ડ પ્રાઇસ ઇન્ડિયા પ્રા. લિ., વ્રજેશ ટેક્ષટાઇલ્સ મિલ્સ પેટલાદ, ડિવિઝન એન. એસ. ઈ., એગ્ને પ્રિસિસન ઇમ્પલીમેન્ટર લિ., (નરોડા) વગેરે ઉદ્યોગો શરૂ કર્યા, જે આજે છેલ્લાં ૨૦ વર્ષોથી હજારો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. પોતાના કામદારોના બાળકોને ટેક્નિકલ તાલીમ મળી રહે તે માટે મુંબઈ અને ગુજરાતના કરમસદ ખાતે તેમણે જે. વી. પટેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. આ સંસ્થા પોતાના વિશાળ મકાનો અને વ્યવસ્થાઓ ધરાવે છે. કરમસદ ખાતે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy