SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ (લિમિ.)ની સ્થાપના અમલનેરમાં થઈ (અઝીમભાઈએ અહીં ૧૯૭૦ થી વન. ઘીનો દોર સંભાળેલો). હાશમભાઈને ચાર પુત્રો. તેમાં અઝીઝભાઈનો ક્રમ બીજો આવે. પોતે જ્યારે સ્ટેનફર્ડ યુનિ. માં ભણવા ગયા. માંડ એક વર્ષ પૂરું થયું હશે ત્યાં ૧૯૬૬માં પિતાજીનું અવસાન થયું. અભ્યાસ પડતો મૂકીને અઝીમ પ્રેમજી સ્વદેશ આવ્યા. માતા ગુલબાનુએ વૈધવ્યની વેદના વચ્ચે હિંમત દાખવી ‘વિપ્રો' ના માલિક ચેરમેન બનીને ધંધાનો દોર સંભાળી લીધો. પોતાનાં ઘરેણાં વેચીને પણ પતિનું દેવું વાળી આપ્યું. અઝીમ પ્રેમજીને સાબુ ને વેજિટેબલ ઘી જેવા ધંધામાં દમ લાગ્યો નહીં! તેમણે આશ્ચર્યકારક પગલું ભર્યું–‘વિપ્રો’ કંપનીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી'નો વિભાગ ખોલ્યો ને જોતજોતામાં અબજો રૂપિયાની સંપત્તિના માલિક થયા-આજે તેઓ ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે ! અને અમેરિકાના ઉદ્યોગને હંફાવી રહ્યા છે પરંતુ અઝીમભાઈને માત્ર લક્ષ્મી કમાવવામાં જ રસ છે એમ નથી! શિક્ષણ-કેળવણી અને ભારતના યુવાનો વિશે તેમને ઊંડી ચિંતા છે. તેમણે પંચાવન વર્ષની ઉંમરે ઇલે. એન્જિનિયરના ગ્રેજ્યુએટની પદવી મેળવી જે તેમનો વિદ્યાપ્રેમ સૂચવે છે; શિક્ષણના હેતુ માટે રૂ. ૨૦૦ કરોડ આપીને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સ્થાપી પ્રતિવર્ષ ૫૦ લાખ ડોલરનું ભંડોળ આ ફાઉ.માં ઉમેરે છે. ગરીબ બાળકોને અકાળે શાળા છોડવી પડે છે તેનું તેમને દુઃખ છે તેથી કર્ણાટકમાં છ થી અગિયાર વર્ષના બાળકો માટે અઢારસો કરતાંય વધુ શાળાઓમાં ‘લર્નિગ ગેરંટી પ્રોગ્રામ' શરૂ કર્યો છે. અધૂરા અભ્યાસે ૨૧મા વર્ષે પિતાના ધંધામાં પ્રવેશનાર અઝીમભાઈએ સોફ્ટવેરનું સામ્રાજ્ય બેંગ્લોર પાસે સરજાપુરમાં ‘વિપ્રો’ કંપનીરૂપે સ્થાપ્યું છે. અમેરિકાની દૃષ્ટિએ ‘ટેક. કિંગ' ગણાતા શ્રી પ્રેમજી બેંગ્લોરમાં પરોઢિયે જાગી જઈને પ્રાતઃ કર્મ પતાવીને પોતાના ધંધાને લગતા કામમાં ગુંથાઈ જાય છે. ૨૩,000 કર્મચારીઓના વડાની સાદાઈ, પ્રામાણિકતા, નાણાંકીય શિસ્ત અને કામ લેવાની ઢબ ઊડીને આંખે વળગે તેવી છે. તેમની કંપનીમાં એક હજાર કન્સલ્ટન્ટો છે. પત્ની યાસ્મિન અને પુત્રો રશીદ અને તારીકને કરકસરના સંસ્કાર આપ્યા છે. નવ વર્ષ પહેલાં લીધેલી ફોર્ડ એસ્કોર્ટ ગાડીનો જ ઉપયોગ કરતા અથવા ઉતારૂ પ્લેનમાં મુસાફરી કરતા આ ઉદ્યોગપતિ પોતાના ખાનગી જેટ વિમાનનો આગ્રહ રાખતા નથી જો કે ‘વિપ્રો ઓફિસનું સંકુલ અતિ પથપ્રદર્શક અદ્યતન છે. આ કંપનીનું વેચાણ–૨૦૦૪માં ૧.૨ અબજ ડોલરનું હતું. વિપ્રોના ૮૩ % અથવા ૧૦ અબજની ડોલરની માલિકીના શેરોના તેઓ માલિક છે, વિપ્રોના વડા તરીકે વર્ષે ૩.૬૦ લાખ ડોલરનો પગાર મેળવે છે. ધંધાના વ્યવસ્થાપન, સાદગી, શિક્ષણપ્રેમ માટે આ ગુજરાતી વિશ્વભરમાં પંકાય છે. દૃષ્ટિશીલ અને મૂલ્યનિષ્ઠ લોકસેવક શ્રી દિનેશભાઈ શાહ ‘ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ-રાજકોટ' તરફથી શ્રી વજુભાઈ શાહ પુણ્યસ્મૃતિ પારિતોષિક-૨00૫ પ્રાપ્ત કરનાર, મૂલ્યનિષ્ઠ લોકસેવક અને સ્વચ્છ પ્રતિભા ધરાવનારા જાહેરજીવનના અગ્રણી શ્રી દિનેશ શાહનો જન્મ જંબુસર (જિ. ભરૂચ) માં તા. ૧ ડિસે. ૧૯૩૮માં સમાજસેવક એડવોકેટ અને સ્વાતંત્ર્ય સૈનિક, પછીથી ગુજરાતના સંસદીય સચિવ, ‘વિશ્વગુર્જરી'ના સ્થાપક શ્રી વિનોદચંદ્ર સી. શાહને ત્યાં. માતાનું નામ તારાબહેન. શ્રી દિનેશભાઈએ માધ્ય. શિક્ષણ જંબુસરમાં લીધું. ૧૯૫૫માં ૭૮ % સાથે મેટ્રિક થયા. ૧૯૫૫ થી ૬૨ સુધી મુંબઈ રહ્યા. એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૬૨માં એમ.એ. થયા અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ૧૯૬૧માં એલએલ. બી. થયા, હિંદુ કાયદામાં નારાયણ ચંદાવરકર સ્કોલર અને મુસ્લિમ લૉમાં આર્નોલ્ડ સ્કોલર રહ્યા, કોલેજકાળથી જ કલાસાહિત્ય-વાંચન-લેખનની રૂચિ જાગી જે વધુ પાંગરી. પછી અમદાવાદની એક કોલેજમાં અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રના અધ્યાપક તરીકે અને ગુજ. હાઈકોર્ટમાં વકીલાતનો વ્યવસાય આરંભ્યો. કૉલેજકાળથી યુવાપ્રવૃત્તિમાં ઓતપ્રોત એવા શ્રી દિનેશભાઈ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ (૧૯૬૭-૭૫), ગુ. પ્ર. કોંગ્રેસ સમિતિ (સંસ્થા) ના મહામંત્રી (૧૯૭૨-'૩૫), ગુ. પ્ર. કોં.ના પ્રમુખ (૧૯૭૫-૭૭) બન્યા. કાર્યદક્ષ અને સફળ સંગઠક સાબિત થયા. ૧૯૭૫માં ભારતમાં જે રીતે “કટોકટી’ જાહેર થઈ, લોકશાહી અધિકારો પર તરાપ પડી તે સામે વિરોધ દર્શાવતાં તો ‘મિસા” હેઠળ છ માસની અટકાયત ભોગવી. લોકશાહીનો પુનઃ સૂર્યોદય થયો ત્યારે ૧૯૭૭માં માણસા (ઉ.ગુ.)માંથી ધારાસભ્ય તરીકે ચુંટાયા. બાબુભાઈ પટેલના પ્રધાનમંડળમાં દિનેશભાઈ નાણાં અને આયોજનમંત્રી તરીકે લેવાયા. ૧૯૭૯માં તેમણે કરેલી આગવી પહેલથી “ગુજરાતના વિકેન્દ્રિત આયોજનના જનક' અને કુશળ, પારદર્શક વહીવટકાર તરીકે પંકાયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy