SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ (૧૯૮૯), તથા પારિભાષિક કોશ-ભૌતિકવિજ્ઞાન” (૧૯૯૯, સહલેખક : પ્રા. અરુણ ૨. વામદત્ત), “પારિભાષિક કોશ : ખગોળવિજ્ઞાન' (૨૦૦૨) વગેરેનો સમાવેશ થાય છે. પ્રા. રૂસ્તમ રાવ (૧૯૨૯-૨૦૦૩) પામ્યા. પ્રાધ્યાપક રૂસ્તમજી ડોસાભાઈ રાવનો જન્મ સુરતના પારસી દસ્તુર કુટુંબમાં તા. ૨-૧૧-૧૯૨૯ના રોજ થયો હતો. કુટુંબની આર્થિક સ્થિતિ અત્યંત નબળી. પિતા મીલમાં નોકરી કરતા. માતાની સતત માંદગી. બે ભાઈ અને એક બહેન. બધાં જ અપરણિત. પોતે સૌથી નાના. એક ભાઈનું માનસિક અસ્થિરતાની અસહ્ય પીડામાં યુવાનીમાં જ મૃત્યુ. મોટાભાઈ નોકરી અર્થે પાકિસ્તાન રહ્યા. પાછળથી પ્રા. રાવે તેમને સુરત બોલાવી લીધા. માતા-પિતા પહેલાં અવસાન મોટાબહેનની હૂંફ અને સાથ એમના માટે માતાના વાત્સલ્ય સમાન. શાળાનું શિક્ષણ સુરતમાં. મુંબઈ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં બી.એસ.સી. (૧૯૫૧) અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમ.એસ.સી. (૧૯૫૪) કર્યા પછી સાત વર્ષ સુધી સુરતની એમ.ટી.બી. કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે, તે પછી વલસાડમાં પાંચ વર્ષ ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે અને એન.કે.એમ. સાયન્સ કૉલેજમાં અને છેલ્લે આર્ટ્સ, સાયન્સ, કૉમર્સ કૉલેજ–ખોલવડમાં ૨૦ વર્ષ સુધી ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપ્યા પછી, બહેનને સંભાળવાની ચિંતામાં સન ૧૯૮૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ વહેલી લઈ લીધી. પરિવારમાં મોટાભાઈ અને પછી મોટાં બહેનના અવસાનથી પ્રૉ. રાવ પાછલી વયે એકલા પડી ગયા પણ સંશોધન, વાંચન, લેખન અને મનન સતત ચાલતા રહ્યા. તા. ૨૦ મી ઑક્ટોબર, ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું. તેમના રસના વિષયો અનેકવિધ હતા, જેમાં સંગીત, ચિત્રકળા, વ્યંગચિત્રો (કાર્ટૂન) દોરવા વગેરેનો સમાવેશ થતો હતો. ડ્રૉઈંગની તેમણે બે પરીક્ષા પણ આપી હતી. તેમને ટપાલટિકિટ-સંગ્રહનો પણ શોખ હતો. ટેબલ–ટેનિસ પણ રમતા હતા. હાર્મોનિયમ, વાયોલીન, માઉથઑર્ગન વગેરે જેવાં વાઘો બહુ સરસ વગાડી શકતા હતા. પારસી શાઈ રમૂજી શૈલી પણ તેમને સહજ હતી. ક્યારેક ક્યારેક વર્તમાનપત્રોમાં ચર્ચાપત્રો લખવાનો પણ તેમને શોખ હતો. તે પારસી હતા પરંતુ બહુ સરસ ગુજરાતી બોલતા-લખતા હતા. ભાષા શતપ્રતિશત શુદ્ધ. વિજ્ઞાનના લોકભોગ્ય લેખો, ખાસ કરીને ખગોળ વિષય પરના તેમના લેખો ‘સુગણિતમ્’, Jain Education Intemational પથપ્રદર્શક ‘વિજ્ઞાનદર્શન’, ‘કુમાર’વગેરે સામયિકોમાં પ્રસિદ્ધ થતા હતા. ‘કુમાર’ માસિક પ્રત્યે તેમને વિશેષ પક્ષપાત હતો. અને ‘કુમાર’ સામયિકને પ્રોત્સાહનરૂપે ગુપ્તદાન પણ કર્યું છે. પોતાની સમ્યક આજીવિકામાંથી જે કાંઈ બચાવ્યું તેમાંથી ગુજરાતના બે પ્રતિષ્ઠિત સામયિકોને દાન આપતા ગયા છે. એવી જ રીતે અધ્યાપકમંડળને તેમ જ એમને ઘેર કામ કરતા નીરુબહેનના યોગક્ષેમની વ્યવસ્થા કરવાનું પણ ચૂક્યા નથી. સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા ખગોળ પરના લેખોને મઠારીને તેમણે પાછલી વયે એક પુસ્તક લખ્યું : “ખગોળ અર્થાત્ અંતરીક્ષની ઉપાસના'', પ્રૉ. રાવનું લખેલું આ માત્ર એક જ વિજ્ઞાન પુસ્તક છે. આ પુસ્તક તેમણે જાતે જ પ્રસિદ્ધ કર્યું અને તેના મૂલ્યની સામે ‘નિઃશુલ્ક' એવું લખ્યું. આ પુસ્તક તેમણે ઘણાં રસજ્ઞજનોને ભેટ આપ્યું. આ સચિત્ર પુસ્તક ખગોળશાસ્ત્ર પરના આપણા અલ્પ સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે. ખગોળવિજ્ઞાનને સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રૉ. રાવનો આશય હતો અને તે બરાબર પાર પડ્યો હતો તેની પ્રતીતિ એ વાત પરથી આવશે કે ધો. ૧૦માં વિજ્ઞાન ભણાવતા શિક્ષકો આ પુસ્તકનો ઉપયોગ ક્યારેક સંદર્ભગ્રંથ તરીકે કરે છે. ડૉ. જ્યોતીન્દ્ર નવીનચંદ્ર દેસાઈ જ્યોતીન્દ્રભાઈ દેસાઈનો જન્મ ભરૂચમાં તારીખ ૨૯-૮૧૯૩૬ના રોજ થયો હતો. તેમના પિતા નવીનચંદ્રભાઈ ભરૂચની યુનિયન હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ હતા. ૧૯૫૨માં ત્યાંની રૂસ્તમજી સોરાબજી દલાલ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. અહીંથી ૧૯૫૬માં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના વિષયો સાથે પ્રથમ દરજ્જે બી.એસ.સી.ની ડિગ્રી મેળવી. અહીંથી જ એમ.એસ.સી. તે કાળના કૉલેજના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને પાછળથી ગુજરાત કૉલેજના પ્રિન્સીપાલ બનેલા ડૉ. યશવંતભાઈ ગુલાબરાય નાયકના માર્ગદર્શન નીચે શરૂ કર્યું. આ માટેનો તેમનો વિષય હતો : Optics of Coloured colloids. કલિલી (colloidal) અવસ્થામાં રહેલા પદાર્થ દ્વારા અલ્પમાત્રામાં થતું પ્રકાશ શોષણ કેવી રીતે ચોક્સાઈપૂર્વક માપી શકાય તે સૂચવતું આ સંશોધન હતું. તે પછી ડૉ. નાયકના હાથ નીચે જ ૧૯૬૦-૬૩ના ગાળામાં પી.એચ.ડી. માટેનું સંશોધન શરૂ કર્યું. વિષય હતો : Magneto-Optical Effects in Colloids. આ અભ્યાસમાં કલિલી કણો દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં ધ્રુવીભુત પ્રકાશ પર થતી અસરો દર્શાવતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy