SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજના દીક્ષિત શિષ્ય બની મુનિ પ્રેમવિજયજી થયા. ચારિત્ર જીવનમાં એમણે નિત્ય એકાસણાં, ગરુજનોની સેવા, અપ્રમત્ત સાધુચર્યા, ત્યાગવૃત્તિ અને સ્વાધ્યાય-ધ્યાનને આત્મસાત્ કર્યા. પ્રકરણશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોની સાથે આગમશાસ્ત્રોનું ગંભીર ચિંતન એમનો મુખ્ય વ્યવસાય બની ગયો. આશ્ચર્ય એ થાય છે કે એઓશ્રી પંડિતો પાસે ઓછું ભણ્યા છતાં શ્રી ‘સ્યાદ્વાદ રત્નાકર', ‘અનેકાંતજયપતાકા’ આદિ મહાન દર્શનશાસ્ત્રોનું પણ વાંચન જાતે કરતા. તેમજ સૂક્ષ્મબુદ્ધિથી એઓશ્રીએ પૂર્વધરમહર્ષિ વિરચિત કમ્મપયડી. પંચસંગ્રહ જેવા ગંભીર અને જટીલ શાસ્ત્ર લગાવી, બીજાઓને ભણાવી, ‘સંક્રમકરણ’, ‘માર્ગણાદાર' વગેરે મહાન શાસ્ત્રોની સંસ્કૃતમાં રચના કરી. તેમજ શિષ્યો પાસે ૧૫-૧૫, ૨૦-૨૦ હજાર શ્લોક પ્રમાણ ‘ખવગસેઢી' ‘ડિઈબંધો' વગેરે ગંભીર શાસ્ત્રોની રચના કરાવી. વિ.સં. ૧૯૮૦માં પંન્યાસ, વિ.સ. ૧૯૮૭માં ઉપાધ્યાય અને ૧૯૯૧માં આચાર્ય બનેલા. એઓશ્રી સમર્થ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ., શ્રી વિજયજંબૂવિજયજી મ., શ્રી વિજય યશોદેવસૂરિજી મ. વગેરે લગભગ ૩૦૦ શિષ્યપ્રશિષ્યોના ગચ્છાધિપતિ હતા, અને પરિવારનેઓ વ્યર્થ વિકલ્પો આદિ દોષોથી બચાવવા શાસ્રવ્યવસાયમાં મગ્ન રાખતા. છ'રી પાળતી સંઘયાત્રા, ઉજમણાં, પ્રતિષ્ઠાઅંજનશલાકા મહોત્સવો, દીક્ષા-ઉત્સવો, ધર્મ-સ્થાનોદ્ઘાટન વગેરે કેટલાય કાર્યો એઓશ્રીની નિશ્રામાં થયેલા. મુંબઈ દ્વિભાષી રાજ્યની વિધાનસભામાં આવેલા બાલસંન્યાસપ્રતિબંધક બિલના વિરોધમાં એમણે ભારે આંદોલન જગાવેલું. એઆ બળ પર મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઈએ ‘શું શેતાનનિર્માણ પર પ્રતિબંધ નહિ? ને સંતનિર્માણ પર પ્રતિબંધ?' વગેરે મુદ્દા પર ઐતિહાસિક ભાષણ કરી ભારે બહુમતિથી બિલને ઉડાવી દીધેલું. પૂ. આચાર્યદેવશ્રીને વર્ષો સુધી છાતીમાં દુ:ખાવો ચાલેલો, તથા છેલ્લા ૪-૫ વર્ષ પ્રોસ્ટેટગ્રંથી અને હૃદય પર દબાણની વ્યાધિ રહેતી, કેટલીક વાર અસહ્ય દરદ ઉપડતું. છતાં એમાં એઓશ્રી સહિષ્ણુતા-શાંતિ-સમાધિ અદ્ભુત જાળવતા. ખંભાતમાં વિ.સં. ૨૦૨૪માં વૈશાખ વદ-૧૧ સાંજે એકાએક વ્યાધિ વધી ગઈ. લગભગ ૮૦ મુનિઓ સાથે હતા. એમણે નવકારમંત્રની ધૂન ચલાવી, પૂજ્યશ્રી ખૂબ સમાધમાં હતા, એ Jain Education Intemational જિન શાસનનાં વીર! વી૨! ખમાવું છું' બોલતા રાત્રે ૧૦-૪૦ મિનિટે સ્વર્ગવાસ પામ્યા. આખા ભારતના સંઘોમાં પૂજયશ્રીના વિયોગથી વજ્રાઘાત જેવું દુ:ખ થયું અને એઓશ્રીના અદ્ભુત સદ્ગુણ-સુકૃત-સાધનાઓની તથા શાસનરક્ષા-પ્રભાવનાની અનુમોદનાર્થે જિનેન્દ્રભક્ત મહોત્સવો થયા. આગમોદ્ધારકશ્રીને દીક્ષા આપનાર આગમજ્યોતિર્ધર પૂજ્ય મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મ. શ્રી તપાગચ્છની તેજસ્વી અને પ્રાણવાન શ્રમણપરંપરામાં પૂજ્યશ્રી ઝવેરસાગરજી મહારાજનું નામ સાદર સ્મરણીય રહેશે. શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસનપ્રીતિ સાથે શાસનનાં સાતે ક્ષેત્રોમાં નક્કર અને કાયમી અર્પણને મહાપુરુષોના માપદંડ તરીકે સ્વીકારીએ તો તપાગચ્છની સાગરશાખાના પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી ઝવેરસાગરજી મહારાજ પણ નિઃશંક એકશ્રેષ્ઠ શ્રુત-સ્થવિર શ્રમણરત્ન હતા. આ ચરિત્રનાયકનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણામાં સં. ૧૮૯૯માં થયો. સં. ૧૯૧૨માં પૂ. શ્રી ગૌતમસાગરજી મહારાજના મહેસાણાના ચાતુર્માસ વખતે તેઓ તેમના સંપર્કમાં આવ્યા અને એ સમાગમે સંયમ તરફ વળ્યા. અમદાવાદમાં સં. ૧૯૧૩માં માગશર સુદ ૧૧ને દિવસે ભાગવતી દીક્ષા લીધી. સં. ૧૯૨૭માં પ્રથમ ચાતુર્માસ સ્વતંત્રપણે પાટણમાં કર્યું. પૂર્વજન્મની વિશિષ્ઠ આરાધનાને બળે, દીક્ષા થઈ ત્યારથી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં આવશ્યક અધ્યયન અને ક્રિયાઓ સાથે સંયમની ઝીણવટભરી જયણાની બાબતમાં ઊંડી સમજણ સાથે નિપુણતા મેળવી. અન્ય ગુરુબંધુઓ સાથે સૌમનસ્ય ભાવે યથોચિત વિનય મર્યાદાથી વર્તીને સામુદાયિક જીવનના આદર્શ સંસ્કારોને જીવનમાં સ્થાપિત કર્યા. એમનાં સંયમ, શીલ, ચારિત્ર, ત્યાગ, તપ અને ધર્મપ્રવૃત્તિઓના પ્રભાવે પુણ્યવાન આત્માઓનું આકર્ષણકેન્દ્ર બની રહ્યા. ગુજરાતનાં નાનાંમોટાં ગામોમાં વિચરવા દરમિયાન પોતાની પ્રતિભાશાળી પ્રવચનશૈલીથી અનેક પુણ્યાત્માનાં હૃદયમાં પ્રેરણાઓ ઉપજાવી શક્યા. એમ કહેવાતું કે પૂજ્યશ્રી ઉપર મૂળચંદજી મહારાજના ચાર હાથ હતા. સં. ૧૯૨૮માં પાટણમાં શ્રી રત્નસાગરજી મહારાજને દીક્ષા આપી સર્વપ્રથમ શિષ્ય બનાવ્યા. તે જ વરસે પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા તરફ વિહાર કરી ધર્મપ્રભાવનાનાં ઘોડાપૂર વહાવ્યાં. સં. ૧૯૨૯માં રતલામમાં ચાતુર્માસ વખતે આચારશુદ્ધિ પર વ્યાખ્યાનમાળા આપી. સં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy