SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. 909 ચમત્કાર જેવા અનેક-પ્રસંગો બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ હતા. તે વિશેના એક-બે પ્રસંગો નોંધપાત્ર છે : તેઓશ્રી ગુરુવર્યો આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે ભાવનગર પાસે સાણોદર ગામે પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પોતે નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઇલ ચાલીને કોળિયાક પહોંચ્યા, તો પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા! શ્રાવકોએ કહ્યું કે, “પૂજ્યશ્રી તો આઠ વાગ્યાના અહીં આવી ગયા છે! તમે કેમ મોડા પડ્યા?” આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા! શિહોરમાં મૂંગો નામે પોપટ ઉપાશ્રયમાં કામ કરે. એક વખત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પોપટ ઉપાધ્યાયજી મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછ્યું કે, “કોણ છે?” પોપટ મૂંગો હોવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તો ઉપાધ્યાયજી મહારાજ બોલ્યા કે, “અરે બોલ, બોલતો કેમ નથી?......અને પોપટ બોલતો થઈ ગયો! એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોતાના હાથમાં રહેલી મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ પૂછ્યું, તો કહે, “ભાવનગર-વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી હતી તે ઓલવી નાખી.” શ્રાવકો આશ્ચર્ય પામ્યા અને ભાવનગર તપાસ કરાવી તો ખબર મળ્યા કે તે સમયે પાટ સળગી હતી અને આપોઆપ બુઝાઈ પણ ગઈ હતી! દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાનો આદેશ આપ્યો અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, “તૂ અચ્છા વ્યાખ્યાતા હોગા.” આ ભવિષ્યવાણી એટલી બધી સચોટ પૂરવાર થઈ કે એમના મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે. આવા ચમત્કારો પછી તાબડતોબ ત્યાંથી વિહાર કરી જતા! આચાર્યપદ : સં. ૧૯૫૭ પાટણ અને સ્વર્ગવાસ : ૧૯૮૩ જલાલપુર (નવસારી). - સદ્ધર્મસંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ. પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શોભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહીં તણાવાની, સત્યના નિરૂપણમાં સિંહ જેવો નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે યતિદીક્ષા મેળવી હતી, પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી મોટે ભાગે હિન્દીમાં જ બોલતા અને બોલતા થોડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તો એ બોલ માર્ગદર્શક મશાલ બની જતા. ભલભલા રાજા-મહારાજને શરમાવે રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીઓ સમક્ષ અહિંસાનો એવો સચોટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહવર્તીઓને ય ત્યારે એમ થઈ જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે! પરંતુ તેઓશ્રીનાં વચનોની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે ઘરના કે પરનાનો ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેનો ઇતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તો તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલો મર્યાદાનો સાર્વત્રિક લોપ જોઈને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લોગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી સે જલાનેવાલે ગામડે મૌજૂદ હૈ. મૃત્યુ બિગાડના નહીં હૈ.” અને પૂજ્યશ્રી શહેર છોડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પોતાની જાતનો વિચાર કર્યા વિના જે ન્યોછાવરી દાખવી તે વિરલ કહી શકાય તેવી હતી. સૌજન્ય : આ.શ્રી મુકિતપ્રભસૂરિ મ.ની પ્રેરણાથી ગુરુભકતોના તરફથી જૈનશાસનમાં જેઓ ‘સદ્ધર્મસંરક્ષક તરીકે પ્રસિદ્ધિ પામ્યા પૂ. આ.શ્રી વિજયકમલસૂરીશ્વરજી મ.સા જન્મ : સં. ૧૯૦૮ સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. ૧૯૨૦ (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. ૧૯૨૯ જીરા (પંજાબ), સંવેગી દીક્ષા : સં. ૧૯૩૨ અમદાવાદ, સૌજન્ય : આ.શ્રી મુકિતપ્રભસૂરિ મ.ની પ્રેરણાથી ગુરુભક્તોના તરફથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy