________________
ઝળહળતાં નક્ષત્રો
તેમને નવકારવાળી ગણવાનો વિશેષ અભ્યાસ હતો. જ્ઞાનદશામાં જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતાં જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સમાચારીનું શુદ્ધ યથાર્થ આરાધન કરી, અકિંચન નિર્લેપ એવા આ બાળબ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૯ વર્ષ પર્યંત વિશુદ્ધ ચારિત્ર પાળી ભવ્ય જીવોને ધર્મપરાયણ કર્યા. જિંદગીભર આરાધનાપૂર્વક ખરેખરું કાર્ય કર્યું. અણાહારી પદના આ સાચા અભિલાષીએ જીવનમાં ઘણી વાર ચારે આહારનો ત્યાગ કરી, અણાહારીપદ માટે સતત પ્રયત્ન સેવી, છેવટે આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો અને પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં આસો સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ સં. ૧૮૭૭માં દીક્ષા ગ્રહણ કરી; સં. ૧૯૨૨ના જેઠ સુદ ૧૩ને દિવસે પંન્યાસપદ અર્પવામાં આવ્યું. સં. ૧૯૨૩માં તેમને હસ્તે શ્રી મુક્તિવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. વર્તમાનમાં લગભગ ૧૦૦૦થી વધુ સાધુઓ પૂ. મણિવિજયજીદાદાના પરિવારમાં વિચરે છે.
સૌજન્ય : સુશીલાબેન કે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંકરીયા અમદાવાદ
સંવેગી શિરતાજ–મહા યોગીરાજ
પૂ. શ્રી બુદ્ધિવિજયજી (બૂટેરાયજી) મ.
પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બૂટેરાયજી મહારાજ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્ય હતા.
શ્રી બૂટેરાયજી મહારાજ જન્મ શીખ હતા. તેમનો જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ બુટ્ટાસિંહ હતું. માતાનું નામ કર્માદ અને પિતાનું નામ ટેકસિંહ હતું. માતા કર્માદેને સુસ્વપ્નથી સૂચિત એક પુત્ર જન્મ્યો. એટલે માતાને મનોમન એવી પ્રતીતિ તો હતી જ કે પુત્ર અસાધારણ હશે. એમાં બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને ક્રિયાકાંડમાં વિશેષ રુચિ હતી. તે જોઈને માતાને પોતાની શ્રદ્ધા દૃઢ થતી દેખાતી હતી.
બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં જૈન યતિઓ અને સ્થાનકવાસી સાધુઓ પ્રત્યે વધુ આકર્ષાયું હતું. માતાના આશીર્વાદ લઈ, ઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહે
Jain Education Intemational
903
અનેક સાધુઓનો સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮માં દિલ્હીમાં એક સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા લઈ શ્રી બૂટેરાયજી મહારાજ નામે જાહેર થયા. શ્રી બૂટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું હતું. આ પરિશીલનનાં સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર જૈનશાસનમાં એક મહાન ક્રાંતિ આવી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય એવા બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર અધ્યયન કર્યું. આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યો. પરિણામસ્વરૂપ, તેમના મનમાંથી મૂર્તિપૂજાનો વિરોધ નીકળી ગયો.
જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દૃઢ હતું. પોતાને યોગ્ય લાગે તે મત વ્યક્ત કરતાં તેઓ કદી અચકાતા નહીં. પરિણામે અનેક વારના શાસ્ત્રાધ્યયનને આધારે મૂર્તિપૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યા અને તે પ્રમાણે અનુસરવાનો અનુરોધ કર્યો. પરિણામે, શિયાલકોટ, પતિયાલા, પપનાખા, અમૃતસર, પસરૂર, રામનગર, અંબાલા આદિ અનેક સ્થળોએથી તેમને અનુસરનારા સંઘો થયા. એમાં બે પ્રખર શિષ્યોનો ઉમેરો થયો. સં. ૧૯૦૨માં શિયાલકોટમાં મૂલચંદને દીક્ષા આપી અને સં. ૧૯૦૮માં રામનગરમાં વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચાર-પ્રસાર માટે વિહાર આદર્યો. સં. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા. ભાવનગર ચાતુર્માસ કર્યું. અહીં પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ ચોમાસું વિતાવીને સં. ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ, હેમાભાઈ, દલપતભાઈ આદિ તેમના શ્રાવકો થયા. આ ત્રિપુટીએ ગુજરાતમાં રહીને યતિઓ સામે જેહાદ જગાવી. સંવેગી ધર્મની વિજયપતાકા ફરકાવી. સાધુઓને સમ્માનનીય સ્થિતિ આપી. છ વર્ષ જેટલા લાંબા સમય સુધી પંજાબમાં વિચરી ધર્મ પ્રત્યેના વાદવિવાદ અને મતભેદો શમાવ્યા. સં.
૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યા ત્યારે તેમના શિષ્ય આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુઓએ સંવેગી દીક્ષા ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી.
તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય આદિનો વિશાળ સમુદાય ઊભો કરી શક્યા હતા. એ સત્યવીર મહાયોગી સં. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એ શીખસંતાનને ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંઘનાયક બન્યા. !
For Private & Personal Use Only
www.jainelibrary.org