________________
ઝળહળતાં નક્ષત્રો
રત્નત્રીના સાધક શ્રમણો વિભાગનું અનુસંધાન
પર્યાયવૃદ્ધ પ.પૂ. મુનિરાજ શ્રી હિરણ્યપ્રભ વિ.મ.સા.
પૂજ્ય તપી મહારાજ એટલે સેવા-સમતા-સમાધિતો ત્રિવેણી સંગમ.
સિદ્ધાંત મહોદધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહરાજાના સામ્રાજ્યમાં ‘તપસી મહારાજ' આવા શબ્દોચ્ચારની સાથે પૂ.આ.શ્રી હિમાંશુસૂરિજી મહારાજનું વ્યક્તિત્વ ઉપસી આવ્યું હતું. એ જ રીતે વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આ.દેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યપ્રભાવ
સામ્રાજ્યમાં ‘તપસી મહારાજ' આ જાતના શબ્દોચ્ચારની સાથે જ ઉપસી આવતું એક વ્યક્તિત્વ એટલે જ પૂ. મુનિરાજ શ્રી હિરણ્યપ્રભ વિજયજી મહારાજ.
સુરત એમનું વતન. નામ એમનું ભૂપેન્દ્રભાઈ પિતા બાબુલાલ અને માતા સવિતાબેન. વિ.સં. ૧૯૮૭ના ચૈત્ર સુદ ૯ એમનો જન્મદિવસ, એમના મોટા બંધુનું નામ જયવદન અને નાનાભાઈનું નામ જિતેન્દ્ર. ત્રણે ભાઈઓ સંસ્કારી હતા. છતાં ભુપેન્દ્રના જીવનમાં વિકસેલી સંસ્કાર સમૃદ્ધિ તો કોઈ ઓર જ હતી. પૂ. મુનિરાજ શ્રી મહારાજશ્રીનો ભૂપેન્દ્રને એકવાર સહેજે
પરિચય થયો, આંખની એ ઓળખાણ આત્માની ઓળખાણમાં
પલટાઈ. શ્રી મૃગાંકવિજયજી મહારાજનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. ભૂપેન્દ્રનું વ્યક્તિત્વ કાટ વિનાના શુદ્ધ લોહ જેવું હોવાથી એ રીતે આકર્ષિત બન્યું કે વારંવાર એ ગુરુનિશ્રા મેળવીને વધુ ને વધુ ધર્મના રંગે રંગાતો ગયો.
વિ.સં. ૨૦૦૬માં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે ભૂપેન્દ્રભાઈને કાર્તિક વદ ૭ના રજોહરણ પ્રાપ્ત થયું. ભૂપેન્દ્રભાઈ શ્રી હિરણ્યપ્રભ વિજયજી મ. તરીકે શ્રી મૃગાંકવિજયજી મહારાજના ચરણે જીવન સમર્પણ કર્યું. ગુરુ ઘડવૈયા બન્યા. શિષ્ય ઘડતર માટે સમર્પિત બની ગયો. એમના જીવનસાગરના કાંઠાને પ્રકાશથી ઝળહળા બનાવી દેતી થોડીક વિશેષતાઓનું એક વિહંગાવલોકન કરીએ.
વડીદીક્ષા યોગ પૂર્ણ થયા બાદ એકવાર તેઓ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. ગુરુદેવ સમક્ષ નવકારશીનું પચ્ચક્ખાણ લેવા ઉપસ્થિત થતા પૂજ્યશ્રીએ એટલી જ પ્રેરણા કરી કે સાધુ માટે તો ‘એગભાં ચ ભોયણ'નું વિધાન છે. ન છૂટકે જ નવકારશી કરવી
જોઈએ. આટલી જ પ્રેરણા મળતા તેઓએ એકાસણાનું પચ્ચક્ખાણ ગ્રહણ કર્યું. પછી ગુર્વાશાપૂર્વક નિત્ય એકાસણાનો
Jain Education International
૧૨૨૭
સંકલ્પ કર્યો. દીક્ષાના પ્રથમ વર્ષથી જ પાંચ તિથિ ઉપવાસ, ઓળી કે ગમે તેટલા ઉપવાસના પારણે એકાસણું, તબિયત આદિના કારણે બિયાસણું કરવું પડે તોય વર્ષમાં અમુક સંખ્યાથી વધુ બિયાસણા કરવા નહિ આવો નિયમ ૪૫ વર્ષ સુધી જાળવ્યો. ગુરુદેવના મુખે એકવાર વાંચવામાં સાંભળ્યું કે સાધુ લગભગ વિગઈ અને વનસ્પતિનો ત્યાગી હોય. ન છકે જ એ આનો ઉપયોગ કરે. આ પ્રેરણાને ઝીલી લઈને તેઓએ ગુર્વજ્ઞાપૂર્વક આજીવન વનસ્પતિનો ત્યાગ કર્યો. ફળ-ફુટનો ત્યાગ એવી રીતે કર્યો કે કેરીમાંથી બનેલ મુરબ્બો, છુંદો, અથાણું પણ નહિ વાપરવાનું, સૂકામેવા આદિનો એમનો ત્યાગ હતો.
તેઓ પૂ. આ.શ્રી હેમભૂષણસૂરિજી મ.થી દીક્ષામાં ૧૦ વર્ષ મોટા હોવા છતાં એમની વિનય-મર્યાદા એવી રીતે સાચવતા કે જેવી શિષ્ય પણ જાળવે કે કેમ ? એવો પ્રશ્ન થયા વિના ન રહે.
બાહ્ય તપ ઉપરાંત વિનય-વૈયાવચ્ચ-નિરીહતા સ્વાદ વિજય સ્વરૂપ અત્યંતર તપ પણ એટલી બધી મોટી માત્રામાં એમણે આત્મસાત કર્યો હતો કે ઘણા તપસ્વીઓ પચ્ચક્ખાણ લેવા શ્રદ્ધાપૂર્વક એમની પાસે આવતા અને વાસક્ષેપ કરાવતા એથી નાના-મોટા તપ નિર્વિઘ્ન પૂર્ણ થઈ જતા. ગમે તેટલા લાંબા
ઉપવાસનું પારણું હોય, પણ વાપરવાની ઉતાવળ નહિ, કોઈ
ચીજની લાલસા, લાલચ નહિ. વડીલોની ભક્તિ કરીને પછી જ વાપરવાની ધૈર્યવૃત્તિ પારણાને તપમય બનાવનારા, ક્રોધનો સદંતર ત્યાગ એમના તપે તેજસ્વી બનાવી જતી વિરલ વિશેષતા હતી.
જ્ઞાનનો તીવ્ર ક્ષયોપશમ ન હોવા છતાં પુરુષાર્થ અને ગુરુકૃપાથી પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંગ્રહણી આદિ મોટા પ્રમાણમાં એમને કંઠસ્થ હતું. આ બધાનો નિયમિત અને નિયત સ્વાધ્યાય તેઓ અચૂક કરતા.
સમુદાયની સેવા કરવાનો એવો અદ્ભુત ગુણ એમને વર્યો હતો કે જે બીજા કોઈમાં જ્વલ્લે જ જોવા મળે. સહાયક સૌને થયા વિના ન રહે છતાં તેઓ કોઈની સહાય ન સ્વીકારે. પૂ. પરમ ગુરુદેવશ્રીના મોઢામાંથી ઘણીવાર એવા શબ્દો સરી પડતા કે તપસી હોય તો મકાનમાં કોઈ ચીજ આડી-અવળી ન પડી હોય, બધું જ વ્યવસ્થિત જોવા મળે. સમુદાયની સેવા ને સદૈવ અગ્રતા આપતા તેઓની જયણાવૃત્તિ અનોખી હતી. પાણીના ઘડા
ખુલ્લા ન રહે, એની સતત કાળજી તેઓ રાખતા. આવી સમુદાય-સેવા એમના માટે સહજ ગુણ સમી બની ગઈ હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org