SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ભદ્રપરિણામી જૈનાચાર્યો વિભાગનું અનુસંધાન કર્મશાસ્ત્ર વિશારદ, જ્યોતિવિશારદ પ.પૂ.આ.શ્રીવિજય ચંદ્રભૂષણસૂરીશ્વરજી મહારાજા ખંભાત શહેર સાગરકાંઠાનું શેહર. સાગર અને અને ખંભાત વચ્ચે થોડી ઘણી સામ્યતા ઉપસી આવે છે. સાગર એ રત્નોની ખાણ કહેવાય છે તેમ ખંભાત પણ ગુણરત્નોની ખાણ સમુ દુનિયામાં ખ્યાતિ પામ્યું છે. ખંભાત શહેરમાંથી અનેક મહાપુરુષો થઈ ગયા તે પૈકી કર્મશાસ્ત્રવિશારદ, જ્યોતિર્વિશારદ, નિઃસ્પૃહશિરોમણી પૂ. પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય ચંદ્રભૂષણસૂરીશ્વરજી મહારાજાની વાત કરીએ તો તેઓનો જન્મ ખંભાતના ધર્મનિષ્ઠ પરિવાર શેઠશ્રી મૂળચંદભાઈ માણેકલાલ શાહના ધર્મપત્ની રત્નકુક્ષી શ્રીમતી મધુબેનના ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી કુલ છ સંતાનો પૈકી વિ.સં. ૨૦૧૦ પોષ સુદ ૬ના રોજ મુંબઈ–પ્રિન્સેસ સ્ટ્રીટ મધ્યે ૪થા નંબરના સંતાન તરીકે પરેશને જન્મ આપ્યો. વટવૃક્ષ જ્યારે અંકુર તરીકે હોય છે ત્યારે તેની વિશાળતાનો અંદાજ હોતો નથી. આંખ સામે દેખાતી ઊંચી ઇમારતનાં મૂળમાં ચોક્કસ કોઈ “નીવ”ની ઈંટ હોય છે જ તેમ પરેશના ગુણ સમુદાયના મૂળમાં, ગુણમહેલના સોપાન સમો એક ગુણ “દાક્ષિણ્યતા'' જબરદસ્ત કોટીનો હતો. માતા-પિતા આજ્ઞા કરે તે કોઈપણ દલીલ વિના સ્વીકારી લેવી” તે તેનો મૂળ મંત્ર હતો. આ ગુણને કારણે તેનામાં ધર્મના સંસ્કારો વિકસ્વર બન્યાં. પ્રિન્સેસસ્ટ્રીટથી લાલબાગનો ઉપાશ્રય નજીક હોવાથી ‘પરેશ’ તથા ઘરના સર્વે ધર્મારાધનાર્થે ત્યાં જતાં હોઈ ત્યાં આવનાર મહાત્માઓ પાસે જઈ ગાથા ગોખવી, સામાયિક, ધર્મારાધના તે ત્યાં જ કરતો. એકવાર સ્કુલની રજાઓમાં આખું કુટુંબ મામાને ઘરે વાલકેશ્વર શ્રીપાળનગર ગયું હતું. ત્યાં જ બિરાજમાન આગમવાચનાદક્ષ પ.પૂ.પંન્યાસપ્રવરશ્રી મૃગાંકવિજયજી ગણિવર્યશ્રીનું મનમોહક વ્યક્તિત્વ પરેશને આકર્ષી ગયું તે મામાના ઘર કરતાં ઉપાશ્રયમાં વધુ રહેવા લાગ્યો. રોજ તેઓશ્રીની વાંચના, Jain Education Intemational ૧૨૨૫ વ્યાખ્યાન સાંભળે. પોતાનો ધાર્મિક અભ્યાસ પણ કરે. પૂ. ગુરદેવનાં સંપર્કમાત્રથી ધીરે ધીરે સંસાર અસાર લાગવા લાગ્યો. ઘરમાંથી મોટી બહેનની દીક્ષા થઈ ગઈ હતી તેથી તેના માટે માર્ગ સરળ બની ગયો હતો. ગુરુભગવંતો પાસે દીક્ષાની શિક્ષા લેવા રોકાઈ ગયો માતાપિતાની અનુમતિથી ધાર્મિક અભ્યાસાદિ શરૂ કર્યો. ધોરણ ૧૧ થી સ્કૂલનો અભ્યાસ છોડી દીધો. ગુરુદેવે યોગ્યતા જાણી થોડો સમય વિત્યે દીક્ષાની અનુમતિ આપી. વિ.સં. ૨૦૨૯ માર્ગશીર્ષ સુદ-૨ શ્રીપાળનગરમાં જ ૧૯ વર્ષની વયે પરમતારક તપાગચ્છાધિરાજ ૫.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં અનેક આચાર્યપદવીઓ થઈ રહી હતી એ જ માંડવે પ૨ેશની પણ દીક્ષા થઈ અને પરેશમાંથી પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિશ્રી ચંદ્રભૂષણવિજયજી મ.સા. તરીકે પદાર્પણ થયું. જે દિવસથી દીક્ષા ગ્રહણ કરી તે દિવસથી માંડીને ગુરુની ભક્તિ તો કરતાં જ સાથે સાથે રત્નાધિક ગુરુભાઈઓની પણ એવા જ ભક્તિ કરતાં. “ગુરુદેવની ઇચ્છા એ જ મારી ઇચ્છા’, ‘ગુરુદેવનું કાર્ય એ જ મારું કાર્ય’ આ બે વાક્યોને જીવનમંત્ર બનાવી દીધા. પૂ. ગુરુદેવ આગમાદિ વાચનામાં પ્રવીણ હતાં. તેઓ પાસેથી બૃહત્સંગ્રહણી, કર્મગ્રંથ, લોકપ્રકાશ આદિ તથા આગમોની વાંચના, પાઠ, સ્વાધ્યાયથી દ્રવ્યાનુયોગના પદાર્થોને આત્મસ્થ કર્યાં. પૂ. ગુરુદેવ નિત્ય ૧-૧ કલાકની ૨ વાચના તો આપતા જ તેમાં અવશ્ય તેમની હાજરી હોય જ. વૈયાવચ્ચ :–દીક્ષા પછી સવા ત્રણ વર્ષ સુધી પૂ. ગુરુદેવની સેવાનો લાભ મળ્યો. ગુરુદેવની વિદાયબાદ વડીલબંધુ પૂ. મુનિશ્રી હેમભૂષણવિજયજી મ.સા. (પાછળથી આ.શ્રી હેમભૂષણસૂરિજી મ.સા.)ની શિષ્યવત્ સેવા કરી છે. એટલું જ નહીં જીવનપર્યંત તેઓશ્રીની નિશ્રામાં શિષ્યની જેમ જ રહ્યા છે. તેઓના અડખે પડખે રહી શાસન, સમુદાય, તીર્થરક્ષાદિ કાર્યોમાં સવિભિન્ન સાથ આપ્યો છે. તેમની ભક્તિથી પ્રભાવિત થઈ તેમના ગુરુદેવે પણ કહ્યું હતું “સારું છે તું હેમભૂષણવિ.ની આવી ભક્તિ કરે છે નહીંતો એ કોઈને પોતાની તકલીફ કહેતા નથી! તેમને ખૂબ સંતોષ આપ્યો છે.' પૂ. ગુરુદેવના આવા અમૃતવચનોની વૃષ્ટિ તેઓના શિરે અવિરતપણે વરસતી હતી. પોતાના ગુરુદેવ અને ગુરુભાઈઓ પાસેથી મળેલા વૈયાવચ્ચ-ભક્તિના સંસ્કાર તેઓએ પચાવી જાણ્યાં હતાં. આજે પ્રવચન કરનારા ઘણા મળી રહે છે. શાસન પ્રભાવના કરનાર ઘણાં મળી રહે છે. અભ્યાસ-સ્વાધ્યાય માટે પણ કોઈને આમંત્રણ આપવું પડતું નથી. પણ, જ્યારે કોઈ ગ્લાન હોય અને સેવાનો અવસર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy