________________
ઝળહળતાં નક્ષત્રો
હાઇસ્કૂલ તથા હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ભોંયણીમાં સેનેટોરિયમમાં બ્લોક વગેરે કાર્યો કરી જીવન સફળ બનાવ્યું. તેમના કુળની યશોગાથા ઉજ્જવળ કરી. મહુવા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમ તથા શકુંતલા જૈન ગર્લ્સ હાઇસ્કૂલમાં ટ્રસ્ટ કરેલ છે. મુંબઈમાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૨૦મા અધિવેશનમાં સ્વાગત પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી ઉજ્જ્વળ યશોગાથામાં એક પીંછુ ઉમેર્યું હતું તથા સમસ્ત જૈન સમાજને યોગ્ય દિશા બતાવી અનેક સ્થાનોએ ગુપ્તદાન, અનુકંપાદાન, જીવદયા, સાધર્મિકભક્તિ, ગુરુમહારાજની વૈયાવચ્ચ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, સાધર્મિક ભક્તિ, સંઘપૂજનો, પ્રતિષ્ઠા મહોત્સવો, ધાર્મિક તથા સામાજિક અનુષ્ઠાનો સાતે ક્ષેત્રમાં લક્ષ્મીનો સદ્બય કરી જીવન સફળ બનાવેલ. પ.પૂ. આ.ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સાહેબની અગ્નિસંસ્કાર ભૂમિ ઉપર શિખરબંધી દેરાસર બનાવી શ્રી મહુવા સંઘને અર્પણ કરેલ છે. ઘરમાં પરમ ઉપકારી પરમાત્મા પૂ. શ્રી મહાવીરસ્વામીનું ઘર દેરાસર બનાવી લાભ લીધેલ છે. જીવનમાં નવ લાખ નવકારમંત્રનો જાપ પૂરો કરેલ છે. આયંબિલતપ, સામાયિકો, જાપ વગે૨ે સુંદર ધાર્મિક ક્રિયાઓ કરેલ છે. તળાજામાં ચૌમુખજીમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં લક્ષ્મીનો સદ્યય કરી અનેક લાભો લીધેલ તથા ચંદ્રપ્રભુ લબ્ધિધામ અમદાવાદમાં ૫.પૂ. આ. શ્રી ચંદ્રયશસૂરીશ્વરજીની નિશ્રામાં વીશ–વિહરમાન તીર્થંકરની પ્રતિષ્ઠા-આંગી-પૂજા વગેરે કિંમટીમાં રહી સેવા આપેલ છે. તેમનાં પત્ની અ.સૌ. તરુણાદેવીએ ખડે પગે ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ, ધર્મની પ્રભાવના વગેરેમાં તન, મન, ધનપૂર્વક સાથ સહકાર આપી તથા પ્રેરણાસ્રોત બની હૃદયની શુદ્ધતાપૂર્વક સરળતા, સાલસતા તથા કુટુંબની એકતા, પ્રગતિને ઉન્નતિ માટે કુટુંબીજનોની સેવા કરી રહ્યાં છે.
ભારત INDIA 500
પીરચંદ રાઘવળી ગાંધી VIRCHAND RAGHANJI GANDHI
દાદા વીરચંદ રાઘવજી ગાંધી ભારત સરકારે પૂ. દાદા વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં સ્ટેમ્પ બહાર પાડી એ વિરલ વિભૂતિનું સર્વશ્રેષ્ઠ સન્માન કર્યું છે.
Jain Education Intemational
ધર્મપ્રિય : સેવાભાવી
શ્રી હીરાચંદ પીતાંબર
૧૨૨૧
શ્રી હીરાચંદભાઈનો જન્મ સંવત ૧૯૪૬માં થયો હતો. તેમના પિતાશ્રી શ્રી પીતાંબરભાઈ ભમોદરાના કામદાર હતા. ભમોદરામાં તેમનું વર્ચસ્વ હતું, આખું ગામ તેમને કામદાર બાપાના નામથી નવાજતા. શ્રી હીરાચંદભાઈના માતુશ્રીનું નામ પૂરીબા હતું. તે ૯૫ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યા.
શ્રી હીરાચંદભાઈએ થોડોઘણો અભ્યાસ કરી, નાની ઉંમરમાં તેમના બનેવી શ્રી હરજીવન છગનભાઈની પેઢીના કામકાજ માટે કોચીન ગયા. ત્યાં ૧૭ વર્ષ કામ કરી દેશમાં આવ્યા. મુંબઈમાં શ્રી દીપચંદ કું।. માં આફ્રિકા સાથેનું કામકાજ ૧૫ વર્ષ સંભાળ્યું. ત્યાર પછી શ્રી ભૂપતરાય હીરાંચદના નામથી સ્વતંત્ર કમિશન એજન્ટનું કામ શરૂ કર્યું. તેમના પુત્ર ભાઈ શ્રી ભૂપતરાયે જવાબદારી ઉપાડી લીધી અને શ્રી હીરાચંદભાઈને નિશ્ચિત કર્યા. આજે તો તેમનું કમિશન એજન્ટ તરીકેનું નામ પ્રખ્યાત છે.
શ્રી હીરાચંદભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં એક સ્કોલરના રૂા. ૧૨,૫૦૦/–આપ્યા છે. સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહને રૂા. ૧,૦૦૦/– આપ્યા છે. તેમણે પાલિતાણામાં બ.બ. યામા અને ચાતુર્માસનો અને સાધુ-સાધ્વીઓની ભક્તિનો સારો લાભ લીધો હતો. ભમોદરામાં પણ સારી રકમ આપીને શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. પૂ. યુગદિવાકર આચાર્યશ્રી વિજયધર્મસૂરીજીની પ્રેરણાથી સંઘાણી
એસ્ટેટના શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂ. જૈન સંઘને બહેનોના ઉપાશ્રય માટે રૂા. ૪૧,૦૦૦/- આપવા ઉદારતા દર્શાવી છે. અને તે શ્રી હરકોઈ હીરાચંદ પીતાંબર આરાધના ભુવન'નું ઉદ્ઘાટન કાર્તિકી પૂર્ણિમા તા. ૪-૧૧-૧૯૭૯ના રોજ કરવામાં આવ્યું ત્યારે ભાઈશ્રી ભૂપતભાઈએ બીજા રૂા. ૫૦૦૦/–ની જાહેરાત કરી ત્યારે સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયો.
For Private & Personal Use Only
શ્રી હીરાચંદભાઈના ધર્મપત્ની શ્રી હરકોઈબેન પણ ધર્મનિષ્ઠ અને તપસ્વી છે. ભાઈ ભૂપતભાઈ અને ઇન્દુબહેન એ તેમનાં સંતાનો છે. ભાઈ ભૂપતભાઈ પણ સેવાપ્રિય, કુટુંબવત્સલ અને કાર્યકુશળ છે. તેમનાં ધર્મપત્ની શ્રી નિર્મળાબહેન પણ ધર્મપ્રેમી છે. શ્રી હીરાચંદભાઈનો આત્મા જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ વરસાવતો રહેશે.
www.jainelibrary.org