SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો હોલના વિભાગમાં નામાભિકરણમાં એક ભાલ ઉપર શ્રી સુરેશભાઈ અને તેમના સુપુત્રોનું નામ તથા બીજા ભાલ ઉપર શ્રી ગિરિશભાઈ તથા તેમના પુત્રોનું નામ મૂકી ઉત્તમ અનુમોદનીય કાર્ય કર્યું છે. ચૈત્ર આસો માસની ઓળીને કાયમી ધોરણે અનુદાન આપેલ છે. કાર્તિક પૂર્ણિમાનું કાયમી ધોરણે ઊંઝા નગરમાં સ્વામીવાત્સલ્ય, શીતલનાથ ભગવાનની દેરીનું અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા ધજા—દંડન લાભ તથા નૂતન આદીનાથ ભગવાનના જન્મદીને જૈનોના ખુલ્લો ઘર દીઠ મીઠાઈ વહેંચવાનો લાભ ઊંઝા નગરમાં નૂતન દહેરાસરમાં બાવન જિનાલયમાં શ્રી શીતલનાથ ભગવાનનો અંજનશલાકાનો ચડાવો, પ્રતિષ્ઠાનો ચડાવો તથા ધજાનો ચડાવો લઈ આખી દેરી પોતાની જ હોય તેમ સળંગ ચડાવા લઈ લાભ લીધેલ છે. પુસ્તકાલયમાં અનુદાન, કે. એલ. પટેલ મહિલા વિદ્યાલયમાં ઓરડાનું અનુદાન. -શિખરજીમાં ભાતાગૃહ પાસે બનતી ધર્મશાળામાં એક બ્લોકનું અનુદાન. શિશુમંદિરમાં અનુદાન, કુંથુનાથજીના જિનાલયે અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજા—દંડનો લાભ, પુસ્તકાલયમાં અનુદાન, સેવાકીય કાર્યોમાં અનુદાન, જૈન શાસનનાં અનેકવિધ કાર્યોમાં દાનની સરવાણી. પોતાના ક્ષેત્રમાં યશભાગી બનવા પૂજ્ય પિતાશ્રી કાન્તિલાલ શેઠ તથા તેઓશ્રીના મિત્ર બીલીમોરાના મોતીચંદ કાકાની પ્રેરણા દ્વારા આગેકૂચ. લાયન્સ પ્રવૃત્તિમાં મોખરે સમગ્ર ગુજરાતની ડિ. ૩૨૩ બીનું મોભાનું સ્થાન જેમાં અમદાવાદ શહેર, સાબરકાંઠા, કલોલ, કડી, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, બનાસકંઠા વિ...ની તમામ ક્લબોના ડિ. ગવર્નરપદની ચૂંટણીમાં બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા તથા એફરમેટીવ વોટ બંધારણ મુજબ ૫૧ટકા લેવાના હોય તેમાં ૯૭ ટકા વોટ મેળવી ગુજરાતમાં ઊંઝાનું નામ રોશન કરેલ છે. સેવા એ જ એમનો પર્યાય છે. નિષ્ઠા એજ એમની બ્યુટી છે.. લાયન્સની “સફરની વિકાસયાત્રા ડિ. ગવર્નર સુધી પહોંચાડી ISSAME FORAM દેશોની કન્વેન્શનમાં તેઓશ્રી દ. આફ્રિકા, નૈરોબી, કેન્યા અને ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં બેંગકોક ખાતે હાજરી આપી તેમની આગવી પ્રતિભા પાડી છે. અમેરિકા યુ.એસ.એ. મીનીયા પોલીસ ખાતેના ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં હાજીર આપી છે. આ ઉપરાંત મીનીયા પોલીસમાં શ્રી સુરેશભાઈ Jain Education International શાહની ઇલેક્શન કમીટીમાં નિમણૂંક થઈ હતી. ૨૦૧૦-૧૧ની સાલના સરદાર પટેલ સ્મારક ભુવન, શાહીબાગ ખાતે વાઈસ ડિ. ગવર્નરપદે ચુંટાઈ આવ્યા છે. ૧૨૧૭ અનેકવિધ લાયન્સ ઇન્ટરનેશનલ ડિ. ૩૨૩બીની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમની સુવાસ અનેક નગરોમાં ફેલાયેલી છે. સેવાકીય કાર્યોની વણથંભી વણઝાર તેમના દ્વારા થઈ રહ્યા છે. અનુમોદનીય છે. ધર્મવીર, કર્મવીર શ્રી હરગોવિંદભાઈ વી. શાહ ‘સૂરજની કિંમત એના પ્રકાશથી, દીપકની કિંમત એના ઉજાસથી, પુષ્પની કિંમત એની સુવાસથી છે તે જ રીતે માણસની કિંમત એની માણસાઈથી છે.” –આવું ચુસ્તપણે માનતા જ નહીં બલ્કે જીવનમાં ચરિતાર્થ કરી બતાવનાર હરગોવિંદભાઈનો જન્મ વડામાં ૧૯૩૧માં પિતા વીરચંદભાઈ પુંજમલભાઈના વી સુપુત્ર અને માતા મોંઘીબહેનના રાજદુલારા તરીકે થયો. બાલ્યાવસ્થાથી જ જ્ઞાનરસિક, દેવગુરુભક્તિવંત, ધર્મશ્રદ્ધાસંપન્ન, તીવ્ર મેધાવી, વિનયી, વિવેકી અને ધારેલું કામ કરી છૂટવાની તમન્નાવાળા હોવાથી સ્કૂલ અભ્યાસ પૂર્ણ કરી હરણફાળ પ્રગતિ કરતા વાત્સલ્યના સુધાસિંધુસમ હાઇસ્કૂલના પ્રિન્સિપાલપદે બિરાજમાન થયા અને સં. ૨૦૨૧માં થરા વસવાટ બાદ તો અનેક ક્ષેત્રોમાં સિદ્ધિનાં સોપાનો સર કરતાં વિવિધ ટ્રસ્ટોમાં ટ્રસ્ટી બન્યા. (સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગ)માં માનતા જીવદયાપ્રેમી અનેક સુકૃતોના સદ્ભાગી, નિઃસ્વાર્થ શાસનસેવા અને માનવકલ્યાણનાં કાર્યો કરનાર શાસનાનુરાગી. એમનું યોગદાન ક્યાં ક્ષેત્રે નથી એ જ પ્રશ્ન છે? ચાહે ધર્મક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, કે રાજકીય ક્ષેત્રે સદા અગ્રેસર રહી સંપૂર્ણકાર્ય કુનેહ અને નિષ્ઠાપૂર્વક સુચારુરૂપે પાર પાડે જ. એની આગવી પુણ્યનિધિ અને ગુણવૈભવ એવાં કે નિરહંકાર અને લઘુતા, ઉદારતા અને કરુણા, ગંભીરતા અને ધીરતા, મૈત્રી અને પ્રેમ, નિઃસ્વાર્થતા અને સમર્પણતાથી ઘણી મોટી રકમની સખાવતો જે તે ટ્રસ્ટ માટે મેળવી આપવામાં નિમિત્તરૂપ બને જ. ગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને વડીલબંધુ પ.પૂ.આ.ભ.શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી સાકાર પામેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy