________________
ઝળહળતાં નક્ષત્રો
મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો, ઘણા જ નમ્ર અને વિવેકી શ્રી નંદુભાઈ અભ્યાસમાં હંમેશા આગળ રહ્યા. જૈન ધર્મના આચાર વિચારમાં પણ હંમેશા મોખરે રહ્યાં. મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને બી.કોમ. સુધીનો અભ્યાસ પૂરો કર્યો. ધંધામાં ઘણી પ્રગતિ કરી પણ માતૃસંસ્થાઓને ક્યારેય ભૂલ્યા નથી. જૈન ગુરુકુળ પાલિતાણાને પ્રસંગોપાત્ત નાની-મોટી રકમ મોકલતા રહ્યા, ઉપરાંત મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈને પણ વારંવાર નાનુંમોટું ડોનેશન આપતા રહ્યાં છે.
નાની-મોટી અનેક સંસ્થાઓને તેમની ઉદારતાનો લાભ મળ્યો છે. શ્રી નંદુભાઈના નાનીબેન મધુબેને ૨૨ વર્ષની ઉંમરે દીક્ષા લઈ સંયમમાર્ગ સ્વીકાર્યો. આ સાધ્વીજી મહારાજે પણ ઘણી જ તપસ્યા કરેલી. સમેતશિખરજીની યાત્રામાં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. અગ્નિદાહ પણ ત્યાં જ અપાયેલ. પૂજ્યશ્રીની સ્મૃતિમાં ત્યાં એક દેરી પણ બનાવી છે. નંદુભાઈનો પરિવાર ધર્મમાર્ગે ઘણો જ આગળ છે.
શ્રી નૌતમભાઈ રસિકલાલ વકીલ
શ્રી નૌતમભાઈનો જન્મ અમદાવાદમાં સાધન સંપન્ન અને સુસંસ્કારી જૈન કુટુંબમાં થયેલ છે., બાળપણથી જ તેમના માતા પિતા
પાસેથી જૈન સંસ્કાર મળેલ, ખાનદાની મૂળથી જ જેઓને મળેલ તેવા નૌતમભાઈ વકીલ છેલ્લા છ વર્ષથી અમેરિકાના મોટા ભાગના જૈન સેન્ટરોમાં ધાર્મિક
પ્રવચન આપે છે. જૈના કન્વેન્શનમાં પણ ૨૦૦૩માં પ્રવચન આપેલ છે. તેઓ વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. તેઓ
ભવન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા હતા. પરંતુ આચાર્ય ભગવંતની ટકોરથી સાંસારિક કમાણી છોડી ધાર્મિક કમાણી શરૂ કરી. તેઓના બન્ને દિકરી પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમના પત્ની, પરિવાર સૌ ધાર્મિક સંસ્કારયુક્ત છે. નૌતમભાઈ ખૂબ સારા ગાયક છે. તેઓએ વાયોલીનનો ઉપાંત્ય સુધીનો કોર્સ પણ કરેલ છે તેમના કંઠે ગવાયેલ સ્તવનોની
Jain Education International
૧૧૮૩
સી.ડી. અમેરિકામાં ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત કુલ તેમની સ્વાધ્યાયની ૫૭ સીડી જુદા જુદા વિષયી બહાર પડેલ છે. તેઓના ૨૦૧૧ના વર્ષ સુધી અમેરિકામાં પર્યુષણ નક્કી થઈ ગયેલ છે.
છેલ્લા દસ વર્ષથી અમેરિકા જેવા બીજા દેશ વિદેશમાં ઘણી જગ્યાએ જૈન ફિલોસોફી ઉપર પ્રવચન આપે છે. પરંતુ ખરેખર પોતાની જાતના દોષો સુધારી પોતાનું આત્મકલ્યાણ કરે છે. આજે ચાર્ટર્ડ એકાન્ટન્ટ હોવા છતાં શક્ય તેટલું શ્રાવક જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. રોજ ત્રિકાળપૂજા, રોજ બે થી વધારે સામાયિક, શક્ય હોય ત્યાં સુધી બેસણા, એકાસણા, આયંબિલ કરે છે. અત્યારે પણ તેઓએ સળંગ નવપદની ૧૩મી આયંબિલ ઓળી ચાલે છે. ખરેખર આયંબિલ ઓળી વિધિ સાથે કરવી અને અત્યારે પ્રવચન આપવું એ તેમના ધર્મની શ્રદ્ધા બતાવે છે. તેઓએ “ચેરીટેબલ ટ્રસ્ટોને માર્ગદર્શન” એવું સુંદર પુસ્તક જૈન સંસ્થાના નેજા હેઠળ લખેલ છે. તે ખૂબ જ લોકપ્રિય બનેલ છે. તેઓ ઘણા ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે કામગીરી બજાવે છે. તેઓ ચેરીટી ટ્રસ્ટના કામમાં ખૂબ જ નિષ્ણાંત છે.
તેઓએ પોતાનું એક શિખરબંધી દેરાસર તથા નાની પૌષધશાળા બનાવી છે. આપણે અવાર-નવાર છાપાઓમાં તથા જનકલ્યાણ જેવા માતબાર મેગેઝીનોમાં તેમના ધાર્મિક માર્મિક લખાણો વાંચીએ છીએ.
તથા
તેઓ અમદાવાદમાં સાધુ-સાધ્વી વૈયાવચ્ચ સાધર્મિક ભક્તિ તથા જ્ઞાન ખાતામાં અનેક કામો કરે છે તેઓ
અનેક ટ્રસ્ટોમાં વહીવટ સંભાળે છે. ઘણા આચાર્ય ભગવંતો સાથે તેઓ ઘનિષ્ટ આત્મીય સંબંધ ધરાવે છે. આજે તેઓ શ્રાવકાચારના પાલનમાં કર્તવ્યનિષ્ઠ છે. પ્રભુ સેવા, ગુરુભક્તિ, સામાયિક, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, યથાશક્તિ તપ વિગેરેનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે. પ્રભુ તેમની આધ્યાત્મશક્તિમાં વૃદ્ધિ કરે તેઓ સ્વપર શ્રેયરૂપની પ્રવૃત્તિમાં સફળ થાય તેવી શુભેચ્છા હજી તેઓ લગભગ ૬૩ વર્ષના છે પ્રભુ તેમને દીર્ઘાયુશ આપી ધર્મપ્રચારનું કર્તવ્ય બજાવવા કૃપા કરે તેવી શુભેચ્છા.
શ્રી નાનચંદ તારાચંદ શાહ
જૈન સમાજના અડીખમ સ્થંભ, માનવતાવાદી જૈન શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધા, દેવદર્શન, પૂજા અને દાનધર્મના
For Private & Personal Use Only
www.jainelibrary.org