SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ E ઝળહળતાં નક્ષત્રો સાડાત્રણ દાયકા પહેલાં મુંબઈમાં શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીભાઈની લાગણીથી મુંબઈમાં આગમન થયું અને ધાર્મિક શિક્ષણ સંઘમાં જોડાયા, છતાં મુંબઈ–અમદાવાદ બન્ને જગ્યાએ વસવાટ ચાલુ રાખ્યો. મોતી ધરમના કાંટાની પેઢીમાં પણ કેટલોક સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધહરીફાઈ, કાવ્ય-સ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું એડિટિંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલાકેન્દ્ર દ્વારા રેકોર્ડ ઉતરાવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટ ઉતરાવવા પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. ભારતભરમાં શિબિરોના સ્થાપક હતા, પ્રથમ શિબિર આબુદેલવાડામાં ૧૯૬૨-૬૩માં કરી જેમાંથી કુમારપાળ વિ. શાહ જેવા તેજસ્વી–ચારિત્ર્યશીલ કાર્યકરો તૈયાર થયા તથા પૂ. સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યાશિબિર શરૂ કરાવી, જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શક્યા છે. તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી છે. પિરવાર સાથે ભારતના લગભગ બધાં જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા. તેમના પુત્ર રાજેન્દ્રભાઈના ઉત્સાહથી પાલિતાણા સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, અમદાવાદ, પાલડી ઓપેરો સોસાયટીમાં ઉપાશ્રય તથા આયંબિલ ખાતામાં સંપત્તિનો સદ્ઉપયોગ પોતાના પરિવાર દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો હતો. તેમની નવકાર મંત્ર તથા ચત્તારી મંગલની સમૂહ પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ નવકારવાળા પણ કહેવાયા. વાચન, સંગીતકલા વગેરે શોખથી તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું છે. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી કર્યું અને અમદાવાદમાં જાહેર સમ્માન પામ્યા પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતાં રહ્યાં. શ્રી કેશુભાઈ શિબિરવાલા—નવકારવાળા નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. તેમના પરિવારનાં સભ્યોએ ઉપધાન પણ કરેલાં. તેમનાં પુત્રવધૂ પ્રવીણાબહેન ધાર્મિક શિબિરોનું સંચાલન કરે છે. વ્રત-નિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોક્સાઈપૂર્વક અમલ કરે છે. Jain Education Intemational ૧૧૬૫ કેશુભાઈના જીવનની સફળતામાં તેમના પરિવારનો ખૂબ ખૂબ સહકાર રહેલો છે. તેમનાં ધર્મપત્ની સ્વ. સુશીલાબહેન એક સહનશીલ ધર્મ-આરાધનાને વરેલ અને સરળ સ્વભાવી પતિપરાયણ વંદનીય વ્યક્તિ હતા. તેમના પરિવારમાં પુત્ર રાજેન્દ્રકુમાર અને પુત્રી છાયાબહેન પછી પૌત્ર-પૌત્રીઓનો વિશાળ સંસ્કારી સભ્યોનો સમાવેશ ગણાવી શકાય. વાલકેશ્વરમાં તેમના ફ્લેટમાં ઘર-દેરાસરની હાજરીને લીધે આજની પેઢી સુધીનો સમસ્ત પરિવાર આરાધનામય સંસ્કારમાં ઊછરેલો છે. શ્રી કેશુભાઈએ ઉપરનું કોઈપણ કામ ન કર્યું હોત કે કોઈપણ સિદ્ધિ જીવનમાં પ્રાપ્ત ન કરી હોત તો પણ એમને તીર્થંકર નામકર્મ બંધાવે એવું જબરજસ્ત સાહસભર્યું કામ જે કર્યું છે તે માટે અમદાવાદનો જૈન સંઘ તેમને હંમેશાં યાદ રાખશે. અમદાવાદનાં કોમી તોફાનો અને કરફ્યુના દિવસોમાં મુસ્લિમ વિસ્તારોમાં આવેલા જમાલપુરના જૈન દેરાસરોન પ્રતિમાઓને ત્યાંથી મિત્રોની સહાય લઈને ખસેડીને નદીપારના સુરક્ષિત વિસ્તારમાં લાવી જિનમંદિર-જિન પ્રતિમાઓની સુરક્ષા એકલે હાથે મિલિટરીની મદદથી જે કરી છે તે માટે એમની ધર્મરક્ષા માટેની હિંમત પ્રશંસનીય છે, અનુમોદનીય છે. આજ સેટેલાઇટ વિસ્તારમાં ‘પ્રેરણાતીર્થ'માં બધા ભગવાન પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે અને આજે પૂ.આ. શ્રી રાજયસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં નૂતન ૨૪ જિનેશ્વરોના જિનાલયનું નિર્માણ થયું. શ્રી કેશુભાઈ જૈનસમાજનું ગૌરવ હતા. તેમના પુત્ર શ્રી રાજેન્દ્રભાઈએ વારસો જાળવી રાખ્યો છે. ગુપ્તદાતના હિમાયતી શ્રી ખીમચંદ છગનલાલ શાહ }} For Private & Personal Use Only શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું પરોપકારી જીવન જીવી ગયા. ભલે સદેહે વિદ્યમાન નથી પરંતુ દુઃખીની સેવા, વ્યાપારની પ્રામાણિક્તા, સત્ય-સદાચાર અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ, સુપાત્રદાન, અનુકંપાદાન અને શિક્ષણક્ષેત્રે સખાવત જેવા તેમના ગુણો આજે પણ વિદ્યમાન છે. તેમનો જન્મ સુરેન્દ્રનગર www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy