SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો સમય પ્રતિક્રમણ, ૭ થી ૮ સામાયિક, ૩ સમય દેવવંદન, નવકારવાળી જાપ વગેરે તેમની દૈનિક આરાધના છે. આ સિવાય રોજ નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય વગેરે પાંચસો ગાથાનો સ્વાધ્યાય થાય છે. કાયમી અનાનુપૂર્વી અને સિદ્ધાચલની ભાવયાત્રા કરે છે. શ્રી ચંદ્રપ્રભુ નવા મંદિરમાં ત્રણ માળ થઈને ૨૫ આરસની પ્રતિમાઓ તથા અન્ય ધાતુની પ્રતિમાઓની પૂજા કરીને સ્નાત્રપૂજા, શાન્તિકળશ કરી ઘરે આવી સામાયિક લઈ સ્વાધ્યાય તથા જાપમાં બેસી જાય છે. રોજની લગભગ ૧૩૦-૧૩૫ માળા ગણે છે. વરસ દિવસે ૧૧ લાખ નવકારમંત્ર તથા અન્ય જાપ મળીને લગભગ ૪૫ લાખ જાપ થાય છે અને ૧૩૧ ઉપવાસ જેટલું તપ થાય છે. મદ્રાસના આરાધનાભવનમાં મહારાજ સાહેબની નિશ્રા ના હોય ત્યારે કાન્તિભાઈ પ્રતિક્રમણ આદિ ભણાવે છે. અત્યાર સુધીના જીવનમાં કાન્તિભાઈએ ત્રણ ઉપધાન, ચાર વર્ષીતપ, વીસસ્થાનક તપ, કંઠાભરણ તપ, નિગોદનિવારણ તપ, ધર્મચક્ર તપ, શત્રુંજય તપ, પાંચ ચારમાસી તપ તથા અન્ય છૂટક તપ મળીને લગભગ ૧૯૫૦ ઉપવાસ કર્યા છે. નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૦મી ઓળી તથા એકાંતરે ૧૦૦૮ આયિબંલ કર્યાં છે. પાલિતાણામાં શ્રી આદિનાથ દાદાની પાંચ વખત નવ્વાણું જાત્રા કરેલ છે અને એ સિવાય અન્ય છૂટક જાત્રાઓ મળીને લગભગ ૭૮૦ જાત્રાઓ કરેલ છે. નવ ઉપવાસ તથા દશ અઠ્ઠાઈ પૌષધ સહિત કરેલ છે અને અન્ય પૌષધો મળીને લગભગ ૭૮૦ પૌષધો કરેલ છે. પાલિતાણામાં પાંચ ચોમાસાં કરેલ છે તથા મદ્રાસમાં બાર વ્રત અંગીકાર કરેલ છે. શ્રી શંખેશ્વર તીર્થમાં ૨૩ દિવસ રહી આયંબિલ સાથે છ'રી પાળીને શ્રી શંખેશ્વર દાદાની ૧૦૮ જાત્રા કરી અને ગામનાં દરેક દેરાસરનાં દર્શન, પૂજન તથા ચૈત્યવંદન કર્યાં. કાન્તિભાઈએ પ્રથમ વરસીતપનું પારણું પાલિતાણામાં, બીજા વરસીતપનું પારણું હસ્તિનાપુરમાં, ત્રીજા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ, મદ્રાસમાં કરેલ અને શ્રી સંઘ સ્વામીવાત્સલ્ય જમણ કરેલ. ચોથા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ પર કરેલ. શ્રી કાંતિભાઈ પાંચ જિનપ્રતિમા, પાંચ પાઠશાળા તથા પાંચ ઉપાશ્રયમાં સહયોગી બનેલ છે. અંકેવાળિયા (ગુજરાત)માં શ્રી વાસુપૂજ્યસ્વામીની દેરીનો લાભ લીધેલ છે. સુજીપકુંજ-પાલડી, અમદાવાદમાં Jain Education International ૧૧૫૯ મૂળનાયક શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કરી પ્રતિષ્ઠા કરેલ છે. રૂની તીર્થમાં મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ ભરાવવાનો, પ્રતિષ્ટ કરાવવાનો તથા કળશ ચઢાવવાનો લાભ મળેલ છે. શ્રી ચન્દ્રપ્રભુ નયા મંદિર, મદ્રાસમાં શિલાસ્થાપનાનો લાભ લીધેલ છે. મદ્રાસમાં માધાવરમમાં શ્રી સુમતિનાથ મંદિરમાં શિલાસ્થાપનનો લાભ લીધેલ છે. ૫.પૂ. આચાર્યદેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી વિવેકાનંદ નગર, અમદાવાદમાં દેરાસર તથા ઉપાશ્રય માટે જગ્યા અર્પણ કરેલ. શ્રી કેસરવાડી તીર્થ મદ્રાસમાં નૂતન મંદિરમાં ભૂમિપૂજનનો લાભ લીધેલ. શ્રી મુનિસુવ્રત સ્વામી નવગ્રહ મંદિર મદ્રાસમાં ભશિલા સ્થાપનાનો લાભ લીધેલ. પૂનાના વીરાયતનમાં પંન્યાસપ્રવર ડૉ. અરૂણવિજયજી મ.સા.ના ઉપદેશથી આકાર પામતું વીસસ્થાનક યંત્ર મંદિરમાં સહયોગ આપેલ. શ્રી રૂની તીર્થમાં દેરાસર ફંડમાં સહકાર આપેલ. શ્રી કુમારપાળ સોસાયટી પાટણમાં દેરાસરના ફંડમાં સહકાર આપેલ. પૂ.આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુંદ્રા, કચ્છમાં બની રહેલ શ્રી અરનાથ પ્રભુના મંદિરમાં મૂર્તિ ભરાવવામાં સહકાર આપેલ. કાન્તિભાઈનું મુખ્ય પ્રિય કાર્ય આયંબિલશાળાઓની સ્થાપના છે. તેમને આયંબિલ તપ અતિપ્રિય છે. અલગ-અલગ જગ્યાએ ૧૧ આયંબિલશાળા ચાલુ કરાવેલ છે. આના માટે જાતે ફરી ફંડ એકઠું કરી આયંબિલશાળાઓને સદ્ધરતા અર્પેલ છે. કંબોઈ (બનાસકાંઠા)માં આયંબિલખાતામાં સારું ફંડ કરાવી સહયોગ આપેલ છે. થરા (બનાસકાંઠા)માં ગામમાં આયંબિલ– ભુવન તથા હૉલનો લાભ લીધેલ છે. થરામાં પાવાપુરી સોસાયટીમાં આયંબિલ ખાતામાં લાભ લીધેલ છે. રાણીપ (અમદાવાદ)માં આયંબિલભુવનનો લાભ લીધેલ છે. શ્રી કુલપાકજી તીર્થમાં શેઠશ્રી કેવળચંદજી ખટોડ સાથે મળીને આયંબિલશાળામાં લાભ લીધેલ. રાજકોટમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે. લફણીમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે. ઉણમાં આયંબિલશાળામાં કાયમી શાશ્વતી ઓળીનો લાભ લીધેલ અને અન્ય ફંડ કરાવી આપેલ. શ્રી રૂની તીર્થ (બનાસકાંઠા)માં આયંબિલ ભવનમાં પ્રવેશદ્વારનો લાભ લીધેલ. અમદાવાદમાં વાસણા, ઓપેરા સોસાયટી, શાહપુર, દશા પોરવાડ સોસાયટી, નારણપુરા તથા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy