________________
ઝળહળતાં નક્ષત્રો
રાજકોટમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ હોય તેમાં દાતા તરીકે તેઓનું નામ તો હોય જ. આમ મળેલી લક્ષ્મીનો સુકૃતમાં સદ્બય કરી તેઓ પોતાનું અને પૂર્વજોનું ગૌરવ વધારી રહ્યા છે.
ધર્માનુરાગી શ્રી કિરીટભાઈ દોશી
ગુજરાતની
ગરવી ખમીરવંતી ધરતી પર અનેક સપૂતોએ જન્મ લઈ પોતાના જીવન અને કાર્ય દ્વારા સમાજ, રાજ્ય અને દેશની સુંદર સેવા કરી છે. લબ્ધપ્રતિષ્ઠિત, સાધન સંપન્ન શ્રી રતિભાઈ દોશીના સુપુત્ર શ્રી કિરીટભાઈ દોશી વ્યવસાયાર્થે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રતિષ્ઠિત નામ છે.
છે. સમાજમાં ઘણું જ એવી જ રીતે તેઓ ધર્માનુરાગી પણ છે. ગોંડલ સંપ્રદાયના તપસ્વી પૂ. પ્રાણલાલજી મ.સા. તથા રતિલાલજી મ.સા.ના તેઓ ભક્ત છે. પૂ. ગુરુદેવો સાથેનો સત્સંગ તેમને હંમેશા કંઈકને કંઈક ધર્મકાર્ય કરવા માટે પ્રેરણા કરે છે.
તેઓએ રતિગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે જેમાંથી સ્વધર્મી બંધુઓને અનાજનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટના મોટાભાગના સંઘજમણમાં પણ તેમનો ફાળો હોય જ. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ માટે તેઓ હંમેશા તૈયાર જ હોય. તેઓ વિરાણી ઉર્ફે વોકહાર્ટ હોસ્પિટલમાં દાન આપી પૂ. ગુરુગુરૂણી ભગવંતોને આરોગ્યક્ષેત્રે સુખાકારી માટેની સુંદર, સુચારુ વ્યવસ્થા ગોઠવી છે.
ક્યારેય પણ કોઈપણ ધાર્મિક કાર્ય કરવાનું હોય કે સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચનું કાર્ય હોય તેમાં હંમેશા તેમની અનુમોદના હોય જ. ધર્મના સંસ્કાર નાનપણથી દૃઢ થયા હોવાથી અવારનવાર ધાર્મિક કાર્યો કરતાં રહે છે, કરાવતાં રહે છે સુકૃત હોય તેમાં અનુમોદનાના કાર્યો પણ કરતાં રહે છે. સુખી-સંપન્ન પરિવાર હોવાથી સત્કાર્ય કરવાની અનેક તકો સામે આવીને મળતી હોય છે. ધાર્મિક કાર્યો ઉપરાંત સમાજની સેવા કરવામાં પણ તેઓ ધન્યતા અનુભવે છે. તક મળે ત્યાં અને ત્યારે તેઓ સમાજસેવાના કાર્યો પણ કરતાં જ રહે છે.
વ્યવસાયક્ષેત્રે પણ તેઓ ખૂબ જ નિપુણ અને તેજસ્વી કારકિર્દી ધરાવે છે. રાજકોટ શહેરના નામાંકિત C. A . માં
Jain Education International
૧૧૪૫
તેઓની ગણના થાય છે. જેવી વ્યવસાયમાં નિપુણતા છે તેવી જ દક્ષતા તેઓ સમાજસેવા, ધર્મક્ષેત્ર અને અન્યક્ષેત્રોમાં મેળવી ખૂબખૂબ આગળ વધે અને સમાજમાં પોતાનું તથા વિડલોનું નામ રોશન કરે એ જ અભ્યર્થના.
JSGIFના પૂર્વપ્રમુખ
શ્રી હરસુખલાલ કેશવલાલ તંબોલી
શ્રી હરસુખલાલ કે. તંબોલીનો જન્મ તા. ૨૫-૩૧૯૩૬ના રોજ જામનગર મુકામે થયેલ. મેટ્રિક સુધીનો અભ્યાસ : રાજકોટની વિરાણી હાઈસ્કૂલમાં કરેલ. મુંબઈ વિલ્સન કોલેજમાં B.Sc. સુધીનો અભ્યાસ કર્યો.
૧૯૫૭માં અભ્યાસ પૂર્ણ કરી
તુર્ત જ પરિવારનો જે ધંધો હતો વાસણનો તેમાં જ કારકિર્દી આગળ વધારવાનો નિર્ણય કરી ધંધો શરૂ કર્યો.
૧૯૫૮માં ભારતીબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ૧ પુત્રરત્ન તથા ૩ પુત્રીની પ્રાપ્તિ થઈ. ધીમે ધીમે ધંધામાં ખૂબ જ પ્રગતિ થઈ અને મોટી ગુડવીલ મેળવી. ત્યારબાદ ૧૯૬૨માં સ્ટેનલેસ સ્ટીલના વાસણના હોલસેલ બિઝનેસ માટે M/s. જિતેન્દ્ર એન્ડ કંપનીની સ્થાપના કરી.
સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એક નામના ઊભી કરી અને ધીમે ધીમે પ્રગતિના શિખરો સર કરતાં જ ગયા. સામાજિક ક્ષેત્રે ખૂબ જ નામ અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા છે. તેમણે ૧૯૬૪માં ધંધાકીય ક્ષેત્રે હરણફાળ ભરી અને M/s. તંબોલી મેટલ્સ અને M/s. તંબોલી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. ચાર ભાઈઓ સંયુક્ત કુટુંબમાં ૨૫ વર્ષ સુધી સાથે રહ્યા અને કુટુંબનો તેમ જ ધંધાનો ખૂબ જ સરસ રીતે વિકાસ કર્યો. ત્યારબાદ બધા ભાઈઓ ધંધા અલગ કરતાં ગયા. આજે ૭૫ વર્ષની ઉંમરે શ્રી હરસુખભાઈ ધંધામાં પોતાના પુત્ર રાજેશભાઈ સાથે સક્રિય છે. સવાર-સાંજ નિયમિત રીતે ઓફિસે આવી કાર્ય સંભાળે છે એટલું જ નહિ સામાજિક ક્ષેત્રે પણ ખાસ્સા આગળ વધેલા છે. ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એ રીતે સમાજના વિકાસમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org