________________
૧૧૪૨
આપે છે, આગળ વધવા માટે કેડી કંડારી દે છે તેમના સક્રિય ટ્રસ્ટી છે. આ ઉપરાંત આવી જ બીજી સંસ્થા અરિહંત ફાઉન્ડેશન ટ્રસ્ટના પણ ટ્રસ્ટી છે. વિશ્વ વણિક સંગઠન કે જે ણિકોની નવેય નાત સાથે સંકળાયેલું છે અને વણિકોના ઉત્થાન માટે સુંદર કામગીરી કરે છે, તેમના તેઓ મંત્રી છે. જૈન હેલ્પલાઈન ગ્રુપ સંસ્થાના તેઓ ઉપપ્રમુખ છે. લિયો પાયોનિયર ગ્રુપના તેઓ કમિટી મેમ્બર છે. દશાશ્રીમાળી જૈન સમાજના કન્વીનર છે. મધુરમ ક્લબ સાથે જોડાયેલા છે.
મહાવીરસ્વામી જન્મકલ્યાણક મહોત્સવ કે જેઓ મહાવીર જયંતીના ઉપલક્ષ્ય જૈનો માટે ફિરકાના ભેદભાવ વગર ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે તેમાં પણ તેઓ કમિટી મેમ્બર છે. આ ઉપરાંત શ્રી દીપચંદ ગાર્ડીના ઉદાર ફાળાથી બનેલ દીકરાનું ઘર-વૃદ્ધાશ્રમના પણ કમિટી મેમ્બર છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પણ તેઓ મેમ્બર છે. ફિલ્ડમાર્શલ બ્લડ બેંકમાં પણ તેઓ સક્રિય છે અને સુંદર કાર્ય કરી રહ્યા છે.
આવા બહુમુખી પ્રતિભા ધરાવતા મયુરભાઈ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક રીતે તો આગળ વધેલા છે જ. પરંતુ રાજકીય રીતે પણ ખૂબ આગળ વધ્યા છે. માનનિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતનો વિકાસ સોળે કળાએ થઈ રહ્યો છે. તેમાંયે રાજકોટ શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પક્ષનું શાસન રહ્યું છે. આ ભારતીય જનતા પક્ષના કોષાધ્યક્ષ તરીકેની કામગીરી પણ તેઓ સફળતાથી, સુંદર રીતે નિભાવી રહ્યા છે, તેમ જ રાજકોટ ડિસ્ટ્રીક્ટ ટેલિકોમ એડવાઈઝરી બોર્ડના પણ સભ્ય છે.
આમ નાણામંત્રીથી માંડી સામાન્ય માનવીમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શ્રી મયુરભાઈ શાહ પોતાની પ્રગતિમાં, વિકાસમાં સાંસદ શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુરુભગવંતોનું યોગદાન અને આશીર્વાદ હંમેશા સાથે રહ્યા છે તેમ જણાવે છે. તેઓ તેમના સેવાકાર્યમાં જ નહિ, સામાજિક, આર્થિક અને રાજકીય કાર્યોમાં પણ ખૂબ ખૂબ આગળ વધે, સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા તેમના દરેક શુભચિંતકો પાઠવે છે. આવી લીલીછમ લાગણીના માનવી શ્રી મયુરભાઈ શાહ દરેક ક્ષેત્રે આગળ વધતા વધતા પણ પોતાના સેવાના ફલકને હજુ ખૂબ ખૂબ વિસ્તારે એ જ અભ્યર્થના, શુભભાવના.
Jain Education Intemational
જિન શાસનનાં
આ પંક્તિઓ કદાચ એમના મનની ભાવનાઓ વ્યક્ત કરે છે કે—
આંખો મેં અગર મુસ્કાન હૈ તો ઇન્સાન તુમ સે દૂર નહિ, પાંખો મેં અગર ઉડાન હૈ તો આસમાન તુમસે દૂર નહિ, શિખર પર બૈઠકર વિહગને યહી ગીત ગાયા, શ્રદ્ધા મેં અગર જાન હૈ તો ભગવાન ભી તુમસે દૂર નહિ. ધર્મક્ષેત્રે હંમેશા સક્રિય તથા સામાજિક ક્ષેત્રે જાગૃત શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ
કોઈપણ વ્યક્તિનું જીવન ત્રણ બાબતોથી ઘડાય છે. આ ત્રણ બાબતો છે સંસ્કાર, વિચાર અને વ્યવહાર. નાનપણથી માતાપિતાના સાનિધ્યમાં સંસ્કારોનું સિંચન થાય છે. આ સંસ્કારોમાંથી જ વિચારો જન્મે છે અને વિચારો દ્વારા જ વ્યક્તિનો વ્યવહાર નિયંત્રિત થાય છે. શ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદ શેઠને આ ધાર્મિક અને સામાજિક
તથા
સંસ્કાર વારસામાં મળ્યા છે. આ સંસ્કારોના કારણે જ તેઓ ધર્મક્ષેત્રે તથા સમાજસેવાના ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે. શ્રી વિજ્યાબેન માણેકચંદભાઈના સુપુત્ર ચંદ્રકાંતભાઈ વ્યવસાયે બિલ્ડર છે. રાજકોટના અગ્રણી, નામાંકિત બિલ્ડરોમાં તેમની ગણના થાય છે. આમ છતાં ધર્મના ક્ષેત્રે પણ તેઓ ખૂબ જ સક્રિય છે. સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ હોય કે શાસનનું કોઈપણ કાર્ય હોય તેમાં તેઓ હંમેશા આગળ પડતાં જ હોય.
માત્ર વ્યવસાયમાં કે ધર્મના ક્ષેત્રે જ સક્રિય છે તેમ નહિ પરંતુ દાનના ક્ષેત્રે પણ તેઓ ખૂબ ખૂબ આગળ છે. રાજકોટમાં તેઓ સ્થાયી હોય, રાજકોટ જ તેમની કર્મભૂમિ હોવાથી, રાજકોટને તેઓએ અંતરના ઊછળતા ભાવોથી કેટલાક નજરાણા ભેટ ધર્યા છે તેની પર એક નજર કરીએ તો— શેઠ પરિવારના નજરાણા
(૧) શેઠ ઉપાશ્રય
(૨) શેઠ આરાધનાભવન
For Private & Personal Use Only
૧૫૦ ફૂટ રીંગ રોડ, પ્રસંગ હોલ પાસે, રાજકોટ
-
-
૮, વૈશાલીનગર, રાજકોટ
www.jainelibrary.org