SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ભૂકંપ વિષે સાચી માહિતી આપી શકાય. આ ઉપરાંત “ભૂકંપ પ્રતિરોધક બાંધકામ' વિષે ૧૮ હપ્તાની શ્રેણીનું નિર્માણ ચાલી રહ્યું છે. IIT જેવી સંસ્થાએ પણ આ માટે પોતાનો ઉત્કૃષ્ટ અભિપ્રાય આપ્યો છે અને જાગૃતિ લાવવા બીજા પણ ઘણા કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવા ચૈતન્યભાઈ કેપ્ટનની રેન્ક સાથે ૧૦૦થી વધુ વખત રક્તદાન કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમની આ બધી સફળતાઓમાં તેઓ પત્નીને પણ શ્રેય આપતા કહે છે કે અવનીએ પણ જિંદગીના ઊતાર-ચડાવમાં ઘણો સાથ-સહકાર આપી હિંમત વધારી છે, એટલું જ નહિ રક્તદાનના કાર્યોમાં પતિની સાથે હમકદમ બની ચાલી રહ્યા છે ત્યારે આ દંપતિની મનીષા એટલી જ છે કે આવા કાર્યોમાં હંમેશા ખૂબ ખૂબ આગળ વધે. બે બાળકો હિમાની (૧૩ વર્ષ) અને શાશ્વત (૧૦ વર્ષ) પણ જ્યારે એમ કહે છે કે અમે પણ ૧૮ વર્ષની ઉંમરથી રક્તદાન ચાલું કરીશું ત્યારે આ દંપતિને ખૂબ જ આનંદ થાય છે. પોતાનામાં રહેલી બીજાને ઉપયોગી થવાની વૃત્તિને, બીજાની જિંદગીની અમૂલ્ય કિંમતને જાણી તેને બચાવવામાં સહાયરૂપ થવાની આ અંતરની મહેચ્છાને સમજી સમાજ પણ એમને જ્યારે સંપૂર્ણપણે સાથ આપવા તત્પર બનશે તે તેમના આ કાર્યોની ફલશ્રુતિ હશે. આજે નહિ તો કાલે તેઓ તેમની આ ઇચ્છાઓ પરિપૂર્ણ કરી ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભભાવના–શુભકામના તથા અંતરની અભિવંદના. એમનું જીવન સમાજને એ સંદેશો આપી જાય છે કેખરા હૃદયથી જોયેલા સ્વપ્નો પૂરા થયા વગર રહેતા નથી. ચૈતન્યભાઈના જીવન માટે આ પંક્તિઓ યોગ્ય જ છે કે....... સ્વાર્થવશ સ્વને કેન્દ્રમાં રાખનારો કમજોર છે, પરમાર્થભાવે સર્વને કેન્દ્રમાં રાખનારો શિરમોર છે, કુરુક્ષેત્રમાં બીજાને મારનારો બળવાન છે, કરુણાના ક્ષેત્રમાં સર્વને ચાહનારો ભગવાન છે. અંતમાં, તેમણે મેળવેલી કેટલીક સિદ્ધિઓ પર નજર કરીએ તો.... * ૨૦૦૨માં ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારી તથા ૨૦૦૫માં ગવર્નર શ્રી પંડિત નવલકિશોર શર્માના હસ્તે તેઓને બ્લડ ડોનર ઓર્ગેનાઈઝેશન એવોર્ડ તથા ટ્રોફી એનાયત થઈ જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આપવામાં આવે છે. Jain Education International ૧૧૩૧ * કેપ્ટનની રેન્ક સાથે ૧૦૦થી વધુ વખત રક્તદાન કરનાર પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત. * સોથી વધુવાર રક્તદાન કરનાર નાનામાં નાની વયના વ્યક્તિ અને રક્તદાન માટે તેમના શ્રેષ્ઠ કાર્ય માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી છે. * ૨૦૦૨માં ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારીના હસ્તે ટ્રોફી એનાયત થઈ–શ્રેષ્ઠ સન્માન. * ૨૦૦૫માં ગવર્નર શ્રી પંડિત નવલકિશોર શર્માના હસ્તે ટ્રોફી એનાયત થઈ–શ્રેષ્ઠ સન્માન. * ૨૦૦૭માં શ્રી પંકજ ઉધાસ–પ્રેસીડેન્ટ મહારાષ્ટ્ર થેલેસેમીયા એસોસીએશન-ટ્રોફી * ૨૦૧૦માં શ્રી બી. જે. દિવાન મુખ્ય ન્યાયમૂર્તિ તથા સ્વામી અધ્યાત્માનંદજીના હસ્તે ટ્રોફી * GTUમાં થેલેસેમિયા ટેસ્ટીંગ માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ બદલ ડૉ. કમલાજીના હસ્તે ૨૦૧૦માં એવોર્ડ * પ્રમુખ–સેન્ચુરિયન બ્લડ ડોનર ક્લબ ઓફ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી * સેક્રેટરી–ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ બોર્ડ. * ઇન્ચાર્જ ઓફિસર-ગુજ. ટેનિ. યુનિ. દ્વારા થતી N.S.S. અને N.C.C. પ્રવૃત્તિઓના આ ઉપરાંત ઇન્ડિયન સોસાયટી ઓફ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત ઇન્સ્ટીટ્યૂટ ઓફ સીવીલ એન્જીનિયર્સ અને આર્કિટેક્ટ, ઇન્સ્ટીટ્યૂટ ઓફ એન્જીનીયર્સ (ઇન્ડિયા), સ્ટ્રક્ચરલ એન્જીનિયરીંગ ફોરમ ઓફ ઇન્ડિયા વગેરે સાથે જોડાયેલા છે. For Private & Personal Use Only સ્પષ્ટ વક્તા, નીડર પત્રકાર, ‘જૈન ક્રાંતિ'ના પૂર્વતંત્રી શ્રી રસિકભાઈ પારેખ સંત અને શૂરાઓની ભૂમિ, પાવન-પવિત્ર-પૂજનીય વ્યક્તિઓની કર્મભૂમિ એટલે સૌરાષ્ટ્ર. આવા સૌરાષ્ટ્રના જેતપુર ગામે શ્રી ચુનીલાલ મયાચંદ પારેખ અને www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy