________________
૧૧૧૪
જિન શાસનનાં
બહુરત્ના વસુંધરા : ભાગ-૨
(ક) શાસનની બહુમુખી પ્રતિમાઓ
શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી (M.A)
જૈન શ્રેષ્ઠીઓ માત્ર વર્તમાનમાં જ નહિ પરંતુ પરાપૂર્વકાળથી સમાજમાં એક મહત્ત્વનું ગૌરવભર્યું સ્થાન ધરાવતા આવ્યા છે. અરે ! ભૂતકાળમાં તો રાજાઓના સલાહકાર જ જૈન શ્રેષ્ઠીઓ હતાં. આવા શ્રેષ્ઠીઓ ભલે કદાચ સીધી રીતે ભગવાન મહાવીરના સિદ્ધાંત અનુસાર શ્રાવકપણું ન પાળતા હોય, પરંતુ ભગવાન મહાવીર ચીંધ્યા માર્ગે ચાલવા માટે તેઓ એક યા બીજી રીતે કટિબદ્ધ હોય અને તેમણે પોતાના જીવન દ્વારા સમાજમાં એક આગવી ઓળખાણ ઊભી કરી હોય, જૈન સમાજના નામને રોશન કર્યું હોય તેવા જૈન શ્રેષ્ઠીઓનો પરિચય આ વિભાગમાં આપવામાં આવ્યો છે.
રાજનીતિ, આરોગ્ય, શિક્ષણ, પીડિત માનવીઓની દુઃખી લોકોની સેવા એ જ જેમના જીવનમાં મહત્ત્વ ધરાવે છે તેવા શબ્દચિત્રો આલેખી આવા ચરિત્રોનો અહીં પરિચય આપ્યો છે. મહાન બનવાની મોટામાં મોટી ચાવી એ છે કે ગુણાનુરાગી દૃષ્ટિ કેળવવી. સમાજમાં વસતા મહાનુભાવોમાં રહેલા સગુણોને શબ્દો દ્વારા આલેખ્યા છે. તેમની સારી પ્રવૃત્તિઓની નોંધ લઈ, સમાજ સમક્ષ મૂકી અનુમોદવાનો પ્રયત્ન છે. સુકૃતનું અનુમોદન અને ખામીઓને નજરઅંદાજ કરી સુકૃતની ભૂરી ભૂરી પ્રશંસા કરાય તો ફાયદો સમાજને જ છે. આથી તેમનામાં રહેલી સુકૃત કરવાની ભાવનાને દરેક પ્રેરણાત્મક રીતે જીવનમાં લઈ સત્કાર્યોને વેગ આપશે. આવા જીવનચરિત્રનો પરિચય કરાવનાર શ્રીમતી પારૂલબેન ગાંધીનો પરિચય આ ગ્રંથમાં અન્યત્ર આપેલ છે
–સંપાદક
માનવસેવાના મશાલચી, અનેક સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક શ્રેષ્ઠી શ્રી શશીકાંતભાઈ કોટીયા
માનવના આરોગ્ય, પર્યાવરણ અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે હંમેશા જાગ્રત રહી તેને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટે સદાય તત્પર રહેતા શ્રી શશીકાંતભાઈ કોટીચા રાજકોટના ખૂબ જ નામાંકિત જૈન અગ્રણી છે. પોતાના નામ દ્વારા નહિ પરંતુ કામ
દ્વારા જાણીતા થયા છે એવા શ્રી શશીકાંતભાઈ કોટીચાનો જન્મ ૧૦-૧૧-૧૯૪૭ના રોજ થયો.
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાંથી M.Com.ની ડિગ્રી મેળવી. L.L.B. પણ અમદાવાદ મુકામે જ થયા.
૧૯૫૫ થી ૫૯ સુધી આર. અંબાણીની કંપનીમાં જવાબદારી સંભાળી ત્યારબાદ ૧૯૬૧ સુધી જ્યોત પ્રકાશનરાજકોટની જવાબદારી સંભાળી. ૧૯૬૧-૬૨માં વસ્તીગણત્રી વિભાગમાં કામગીરી અને ચકાસણી કરનાર જવાબદાર
અધિકારી બન્યા. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી દવાના ઉદ્યોગમાં તેમ જ બેન્ક ક્ષેત્રે સારી નોંધનીય બાબતોમાં યોગદાન આપ્યું. ૧૯૭૦ થી ૯૪ જયશ્રી ટ્રેડર્સ રાજકોટમાં પાર્ટનર બન્યા. ૧૯૯૫માં જયશ્રી વ્યાપાર પ્રાઈવેટ લિમિટેડ, રાજકોટમાં તથા સહકોટિ એગ્રો ફોરેસ્ટરી પ્રાઈવેટ લિ. રાજકોટમાં મેનેજીંગ ડિરેક્ટર જેવા ઉચ્ચસ્થાનને શોભાવ્યું. જયશ્રી ફિનવેસ્ટ લિ.માં પણ મેનેજીંગ ડિરેક્ટર રહ્યા. અને NSE/BSEમાં સભ્યપદ ધરાવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org