________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૧૧
(
સોમ્યતા, સમર્પણ, સહનશીલતા અને સાધનાના મૂર્તિ, વાત્સલ્યમયી સંઘમાતા હેમલત્તાબેન જયસુખલાલ શાહ
- સૌરાષ્ટ્રની ખમીરવંતી, ધીંગી ધરાનો હાલાર પ્રાંત. ચારેકોર લહેરાતા દરિયાલાલના કિનારે વસેલું શહેર તે જામનગર. આ જામનગરના વતની જૈન શ્રેષ્ઠી જીવણલાલ સોમચંદ શેઠ પાંચ બંગલાવાળા કહેવાતા. કાપડ અને લોખંડનો ધમધમતો વેપાર. જૈન શ્રેષ્ઠીઓમાં જ નહીં, પરંતુ નગરશ્રેષ્ઠીઓમાં જેમનું સ્થાન હતું તેવા આ ધર્મપ્રેમી અને સંસ્કારિતાના સ્વામી એવા જીવણભાઈને ત્યાં હેમલત્તાબેનનો જન્મ થયેલો. જીવણભાઈને ૧ પુત્ર અને ૩ પુત્રીઓ જેમાં હેમલત્તાબેન સહુથી નાના.
માત્ર ૧૫ વર્ષની ઉંમરે જામનગરના જ શ્રેષ્ઠીવર્ય શ્રી જયસુખલાલ મનસુખલાલ શાહ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. સફળ દામ્પત્યના પરિપાકરૂપે ૫ પુત્ર
અને ૧ પુત્રીના માતા બન્યા. જેમાંથી ૧ પુત્રનું અવસાન થયું. ચારે પુત્રો આજે સફળ ઉદ્યોગપતિ છે. પુત્રી ઘાટકોપર સાસરે છે.
પિયરમાં માતા-પિતા દેઢધર્મી હોવાથી ઝવેરગુરૂણીના સાનિધ્યે ધર્મારાધનામાં અનુરક્ત રહેનારા હતાં. હેમલત્તાબેનમાં પણ તે સુંદર સંસ્કારો દઢીભૂત થયા. નાની ઉંમરમાં જ લગ્ન થઈ જતાં સામાયિક, પ્રતિક્રમણ આવડતા નહોતા. પરંતુ સંસ્કારિતા અને સદ્ગુણોની ખિલવણી ગજબની હતી. સંત-સતીઓના દર્શન, સત્સંગ તથા તપધર્મનું પાલન તેઓ પરણ્યા ત્યારથી જ નિયમિત રીતે કરતાં. સાસરે આવ્યા ત્યાં જયસુખભાઈ સહુથી મોટા, તેનાથી નાના પાંચ ભાઈ–બહેનો. બધાને હેમલત્તાબેને પોતાના સંતાનો સમજી મોટા કર્યા. ૧૫ વર્ષ સંયુક્ત કુટુંબમાં રહ્યા બાદ જુદા થયા. ધીમે ધીમે સતીજીની પાસે સામાયિક, પ્રતિક્રમણ, સાધુવંદણા વગેરે શીખવા લાગ્યા. ચાતુર્માસનો પ્રારંભ થતા જ તપ-સ્વાધ્યાય અને ધર્મની આરાધના સુંદર રીતે થતી. ઘરકામમાંથી નવરાશ મળે એટલે તરત જ ધર્મારાધના કરવા બેસી જાય. ૪૮ વર્ષની વયે જ શ્રાવકજીનું શિરછત્ર જતું રહ્યું. હવે સંસાર ખારો લાગવા માંડ્યો. દીક્ષા લેવાના ભાવ થતાં પરંતુ છોકરાઓ નાના હોઈ તે શક્ય નહોતું. શ્રાવકજીની હયાતીમાં તો ધર્મકરણી કરતાં જ, હવે વધારે કરતાં થયા. સંસારમાં રહીને સાધુ જેવું જીવન જીવવા લાગ્યા.
તેમનું જીવન ચોથા આરાના શ્રાવક જેવું છે. સહનશીલતા, ધૈર્ય, સૌમ્યતાના મૂર્તિ, સરળતા, ઋજુતા અને મીઠાશ તો ગજબની. ગયા ભવે કોઈ આત્મા અધૂરી કરણી કરીને આવ્યો હોય અને આ ભવમાં
તે પૂરી કરી રહ્યો હોય તેવી તેમની ધર્મારાધના. નાની–મોટી એકપણ તપસ્યા એવી નહીં હોય જે તેમણે જ ન કરી હોય. પોલા અઠ્ઠમનો વર્ષીતપ, છઠ્ઠનો વર્ષીતપ, એકાંતર ઉપવાસના ૩ વર્ષીતપ, સિદ્ધિતપ,
છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org