________________
ઝળહળતાં નક્ષત્રો
જીવદયા વગેરેના સંસ્કાર રેડવા માટે ખૂબ જ જાગૃતિ ધરાવતા. સંવત્સરીના દિવસે ચૂલા ઉપર એક પાણી સિવાય કશું જ રંધાવું જોઈએ નહીં કારણ જૈનનો દિકરો સંવત્સરીના દિવસે અનાજનો દાણો પણ મોઢામાં ન મૂકે એવી તેમની દૃઢ માન્યતા. આ માન્યતાને કારણે જ સંવત્સરીના દિવસે તેમના ઘરે બધાને ઉપવાસ જ રહેતો. અરે! પરણેલા પુત્રોના દિકરાઓ જે માત્ર પાંચ-છ વર્ષનાં જ હતાં તેઓ પણ એટલી નાની ઉંમરથી સંવત્સરીનો ઉપવાસ કરતાં થઈ ગયાં હતાં.
આમ પોતાનામાં ધર્મની ભાવના જે દૃઢીભૂત થયેલી તેને પુત્રો–પ્રપૌત્રોમાં પણ સ્થિર કરવા ખૂબ જ પ્રયત્નશીલ હતાં. વળી ભગવાને પ્રમાણે શ્રાવકનું જીવન બતાવ્યું છે તે પ્રમાણે જીવવા તેઓ હંમેશા પ્રયત્ન કરતાં. ધંધો કરતાં હોવા છતાં સંપૂર્ણ ઇમાનદારી, નીતિમત્તા અને ન્યાયદૃષ્ટિ રાખીને ધંધો કરતાં. ગ્રાહકોને ઠગવા કે તેમને છેતરીને વધારે પૈસા પડાવી લેવા તેનાથી તેઓ કોસો દૂર રહ્યા. માત્ર પોતે જ નહીં પુત્રોમાં પણ એ સંસ્કારોનું દૃઢીકરણ કર્યું. ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ રતિલાલજી મ.સા. સંસારમાં હતાં ત્યારે તેમના ઘરે રહીને જ ધર્મનો અભ્યાસ કરતાં. આમ તેમનું જીવન ખૂબ જ ધર્મપરાયણ હતું. ધર્મનો રંગ જાણે હાડ હાડની મિજાએ લાગેલો હતો.
આવા રામજીબાપા બિલખાના નિવાસી, તેમના મિત્ર
જગજીવન ઝવેરચંદ શેઠ ખાંભાના નિવાસી તથા નરભેરામ દેવચંદ દેસાઈ બગસરા નિવાસી, આ ત્રણેની ત્રિપુટી કહેવાતી. ત્રણેય ગાઢ મિત્રો. તે સમયે કોઈપણ જાતનો ધાર્મિક નિર્ણય લેવાનો હોય તો આ ત્રિપુટીને અવશ્ય વિશ્વાસમાં લેવામાં આવતી. એટલું જ નહીં દરેક સાધુ, સંતો, સતીજીઓ પણ તેમના પ્રત્યે ઘણો અહોભાવ ધરાવતા. ધર્મની બાબતમાં કોઈની પણ દખલ ચલાવાતી નહીં. આ ઉપરાંત આ ત્રિપુટી જે કહે તે સંત-સતીજીઓ પણ માનતા. કોઈપણ આ ત્રિપુટીની સામે એક હરફ ન ઉચ્ચારી શકે કે તેમની સામે ન થઈ શકે એવું જૈનસમાજ પર તેમનું પ્રભાવક વર્ચસ્વ હતું.
તેમનું જીવન એક શ્રમણોપાસક સાચા શ્રાવકનું જીવન હતું. જીવનમાં બને તેટલા દોષો ઓછા કરી સદ્ગુણોને ખીલવવાની તેમની તમન્ના ઘણી જ બળવત્તર હતી. આથી જ દિવસે દિવસે તેમનું જીવન પવિત્ર બનતું ચાલ્યું. રોજની સાત– આઠ સામાયિક કરતાં, ઉભયકાળ પ્રતિક્રમણ, રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય ખાનપાનનો ત્યાગ, શાસ્ત્રોનું શ્રવણ-વાંચનમનન અને જ્ઞાન, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ માટે હંમેશા તત્પર
37
Jain Education Intemational
૧૦૯૩
તથા જૈનશાસનની સુંદર પ્રભાવના કરનાર શ્રી રામજીભાઈના સંસ્કાર તેમના બધા પુત્રોમાં પણ દૃઢ થયા છે.
વળી શ્રી રામજીભાઈ વર્ષોથી પર્યુષણના આઠ દિવસ પૌષધ કરતાં. આ પૌષધ તેમણે ૯૦ વર્ષ સુધી ચાલુ રાખેલા. ૯૦ વર્ષ થયા પછી પણ તબિયતની અનુકૂળતા થોડી ઓછી થતાં ત્રણ દિવસ છેલ્લા એટલે કે સંવત્સરી અને તેની આગળના બે દિવસ આમ ત્રણ દિવસ અઠ્ઠમ પૌષધ કરતાં. આમ રામજીભાઈનું જીવન ખરેખરા અર્થમાં એક શ્રમણોપાસકનું જીવન હતું. પોતાને છ પુત્રોનો બહોળો પરિવાર હતો તેથી ગામડા–ગામમાં તો બહુ આગળ વધી ન શકે આથી પુત્રોનો વિકાસ થાય તે માટે પૂજ્યોના માર્ગદર્શનથી તેઓએ દીકરાઓને ધંધા માટે બોમ્બે મોકલ્યા. પુત્રોએ બોમ્બે જઈને ખૂબ જ સુંદર રીતે પોતાની પેઢી જમાવી અને બાપ–દાદાનું નામ રોશન કર્યું.
આવા આ જૈનશાસનની શાન સમા શ્રાવકરત રામજીભાઈ ૧૦૪ વર્ષ જેટલા દીર્ઘાયુષ્યના સ્વામી બન્યા અને જગત પરથી વિદાય લીધી. તેમના પુત્રોએ તેમને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમની રજતતુલા કરેલી. ચાંદીના સિક્કાથી રામજીભાઈની તુલા કરી તે સિક્કાઓ કુટુંબીજનોને યાદગીરીરૂપે આપેલા. પૂર્વના પૂરા પુણ્યોદયે પોતાની પાંચ પેઢી જોઈને આ દુનિયા પરથી યશસ્વી રીતે વિદાય લીધી.
પોતે કરકસરયુક્ત, સાદાઈપૂર્ણ અને સુખી જીવન જીવ્યા. પોતાની હયાતીમાં જ કૂતરાને રોટલા, પંખીને ચણ તથા ભૂખ્યાને ભોજન આપવા અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ બિલખા મુકામે ચાલુ છે. અન્નક્ષેત્રની જવાબદારી સંભાળનાર સભ્યો બિલખામાં ન હોઈ અન્નક્ષેત્રનું બાજુના કોટડા ગામે સ્થળાંતર કરેલ છે.
આવા શ્રમણોપાસક રામજીભાઈનો બહોળો પરિવાર મુંબઈ અને રાજકોટમાં વસે છે. ધંધામાં ખૂબ જ અગ્રેસર ગણાય છે. પેઢી જમાવી છે પણ પિતાનો અમૂલ્ય વારસો જતનથી સાચવ્યો છે. પિતાના પગલે ઇમાનદારી, ન્યાયી દૃષ્ટિ અને નીતિમત્તાના પાલન દ્વારા આ પરિવાર આગળ વધી રહ્યો છે ત્યારે આ પરિવારના દીવાદાંડીરૂપ વ્યક્તિત્વને બિરદાવવા આટલું જ કહીશ કે,
સમભાવ રાખી સદાય, જીવન એવું જીવી ગયા, સુખને છલકાવ્યું નહીં, દુ:ખને દેખાડ્યું નહીં, તપની આરાધના થકી, આત્માની ઉન્નતિ કરી, વિદાય એવી લીધી કે કદી વિસરાય નહીં..
For Private & Personal Use Only
www.jainelibrary.org