________________
ઝળહળતાં નક્ષત્રો
રીતે અંધ મહિલા વિકાસગૃહ તથા બહેરા-મૂંગા શાળાના બાળકો માટે પણ જબ્બર મહેનત કરી રહ્યા છે. આમ સેવાભાવનાના સિંચન દ્વારા સંસ્થારૂપી વૃક્ષનો અને તેના પાયાનો ઉત્કર્ષ કરવા માટે તન-મન અને ધનથી મહેનત કરી રહ્યા છે.
પોતાની તમામ શક્તિ જીવદયાના કાર્યમાં લગાડનાર શ્રી કિશોરભાઈ ઘણીવાર જાનના જોખમે પણ જીવદયાના કાર્યો કરી રહ્યા છે. અનેક ઓપરેશનો થયા હોવા છતાં મકરસંક્રાંતિના દિવસે જીવદયા માટે ટહેલ નાખીને સવારે ૭ થી સાંજના ૭ સુધી સતત અન્ન-જળનો ત્યાગ કરીને ૩ થી ૪ લાખનું ફંડ પાંજરાપોળ માટે ભેગું કરે છે. તેમના આ સેવાકાર્યની સુવાસ સમગ્ર રાજકોટમાં ફેલાયેલી છે એ કારણે લોકો દૂર-દૂરથી ફાળો લખાવવા આવે છે. આ કારણે જ તેમને ૨૦૦૫માં પ્રિયદર્શિની
ઇંદિરા ગાંધી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેમની જીવદયાની આ વિશિષ્ટ કામગીરીની નોંધ લઈને વિશ્વવિભૂતિ પ્રમુખસ્વામીએ દિલ્હીમાં અક્ષરધામ મુકામે હજારો માણસોની મેદનીમાં આશીર્વાદ એવોર્ડ આપી ભવ્યાતિભવ્ય સન્માન કર્યું હતું.
નાગપુરના યુવરાજશ્રીની નિશ્રામાં યોજાયેલી પત્રકાર પરિષદે શ્રી કિશોરભાઈ કોરડિયાને સેંકડો સેવાકીય બાબતોને લગતા પ્રશ્નો પૂછીને સન્માન કર્યું હતું.
ભારતના ઉપરાષ્ટ્રપતિ, દિલ્હીના રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી ધીરુભાઈ શાહ, ભારતના ભૂતપૂર્વ ચૂંટણી કમિશ્નર, ભારતના પૂર્વ પ્રધાનો, સાંસદો તેમ જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તેમ જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, નાણામંત્રી શ્રી વજુભાઈ વાળા, રાજ્યના રાજ્યપાલશ્રીઓ, દાનવીર . દિપચંદભાઈ ગાર્ડી, મહાન સંત શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી, જાણીતા
નર 631
Jain Education International
૧૦૮૫
કથાકાર રમેશભાઈ ઓઝા, પોલિસ કમિશ્નરશ્રીઓ, કલેક્ટરશ્રીઓ, પ્રથમ મહિલા મેયરશ્રી, ઉપકુલપતિ શ્રી જોષીપુરા આદિ મહાનુભાવોએ શ્રી કિશોરભાઈ કોડિયાનું સન્માન કરી અનેકવિધ સન્માનપત્રકોથી સન્માનિત કરેલ છે.
સૌરાષ્ટ્રની ગ્રેટર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આયાત-નિકાસકાર એવી ૧૭૦૦ કરતાં પણ વધારે સંખ્ય ધરાવતી સંસ્થાના ઉદ્યોગપતિશ્રીઓની સંસ્થા એવી ચેમ્બરના કોષાધ્યક્ષ તરીકે ૧૦ વર્ષથી કિશોરભાઈ કોરડિયા સેવા આપે છે. ભવ્ય એવા રાજકોટ વિસાશ્રીમાળી જૈન સમાજ જ્ઞાતિના, સૌથી નાની ઉંમરમાં પણ જબરું યોગદાન દેનારા પ્રમુખ તરીકે સેવા આપી હાલમાં તે જ્ઞાતિના સર્વોચ્ચ એવા ટ્રસ્ટીપદને સંભાળે છે. દાતાશ્રીઓના સહયોગથી અનેક પશુઓના નિદાનકેમ્પો, ઓપરેશન કેમ્પો તેમ જ કતલખાને જતાં હજારો ઢોરોને બચાવીને મહાન અભિયાન ચલાવી રહ્યા છે.
તાજેતરમાં સમસ્ત ભારતભરના જૈન અગ્રણીઓ તેમ જ જિનાલયના સમસ્ત પ્રમુખશ્રીઓનું સંમેલન પાવાપુરી (રાજસ્થાન) મુકામે મળેલ હતું. જેમાં સંઘવી પરિવારના દાતાશ્રી બાબુલાલજીએ તેમનું ભવ્ય સન્માન કરેલ. “વિશ્વવિભૂતિ પ્રતિભા મહાગ્રંથ' જે ૧૨૦૦ પાનાનો તૈયાર થયો છે તેમાં કિશોરભાઈને વિશ્વવિભૂતિ તરીકે દર્શાવીને ફોટા સાથે તેમની સેવાકીય પ્રવૃત્તિને વિશ્વસ્તરે બિરદાવેલ છે. રાજકોટ મુકામે શ્રમજીવી સોસાયટીમાં જે ભવ્ય કાચનું જિનાલય નિર્માણ થયું છે તેના નિર્માણમાં પાયાથી માંડીને ૧૯ વર્ષ સુધી સુંદર સેવા પ્રમુખશ્રી તરીકે આપી રહ્યા છે. શાસનની અનુમોદના તેમ જ પ્રભાવનાના વિવિધ કામો તેમના સોનેરી અક્ષરનો ઇતિહાસ છે. કિશોરભાઈ હંમેશા આવી સુંદર સેવા આપતા રહે તેમ જ ઈશ્વર તેમના કાર્યમાં તેમને સહાયરૂપ થાય એ જ અભ્યર્થના.
For Private & Personal Use Only
www.jainelibrary.org