________________
5
06 0 થી દીઠ 2 4 7 88 8500 800 600 60to the tests tી શી : દીઠ $ $ $ $ $ $ $ $5
પૂ. ગુરુદેવને અંતરની શ્રદ્ધાંજલિ
આગમદિવાકર રાષ્ટ્રસંત,
પૂ. જનકમુનિ મ.સા. | જન્મ તારીખ : વિ.સં. ૧૯૮૯, શ્રાવણ સુદ-૧૧, બુધવાર દીક્ષા : વિ.સં. ૨૦૧૪ ફાગણ સુદ-૨ કાળધર્મ : વિ.સં. ૨૦૬૭, ૩૦-૧૨-૨૦૧૦, માગસર વદ ૧૦, ગુરુવાર
આગમ દિવાકર, બહુશ્રુત, રાષ્ટ્રસંત, પૂ. ગુરુદેવ જનકમુનિ મ.સા. એટલે ગોંડલ સંપ્રદાયનું ગૌરવ. જેમના દર્શન માટે હંમેશા લોકો ઊમટતા હોય, તેવા આગવા પ્રતિભાવંત, કરુણાની મૂર્તિ, ઝળહળતા રત્ન સમાન, નિદંભતા તથા નિ:સ્પૃહતાએ હંમેશા જેના હૃદયમાં વસવાટ કર્યો છે તેવા ગુરુદેવના ચરણોમાં નતમસ્તકે વંદન.
તેમનું સાગર જેવું દયાળુ દિલ, સ્ફટિક જેવી પારદર્શકતા, વિચારો, ચિંતન અને કાર્યમાં સચ્ચાઈનો ભારોભાર | રણકાર, ગરીબથી તવંગર અને મિનીસ્ટરથી મજૂર કોઈપણ ભક્તજન હોય સર્વે તરફ પ્રેમ અને લાગણીભર્યો વર્તાવ. પોતાની જાત કરતાં પણ હંમેશા બીજાની ખેવના અને કાળજી. આવા અનેક ગુણોથી સંપન્ન ગુરુદેવ કર્મ અને કુદરતના નિયમોને આધીન કાળની ગર્તામાં વિલીન થઈ ગયા છે પરંતુ તેમનું જીવન, તેમના કાર્યો, તેમની સુવાસ તથા તેમની લાગણીને લોકો સદીઓ સુધી યાદ કરશે. સમાજ માટે, ભક્તજનો માટે, દીન-દુઃખિયા જીવો માટે તેમણે જે કાર્યો કર્યા છે તે ક્યારેય ભૂલાશે નહિ.
બાળકના ક્ષેમકુશળની ખેવના રાખતી માતાની જેમ આપે અમારા આત્મ આરોગ્યને નજરમાં રાખી, ઘૂંટીઘૂંટીને આગમ અમૃતના અમીપાન કરાવ્યા. આપ તો ધવંતરી વૈદ્ય સમાન હતાં. કેટલાયે બાલજીવોના ક્રોધ, માન, માયારૂપી કેન્સરને કેન્સલ કર્યા હતાં. મિથ્યાત્વના મોતિયાને ઊતારી સમ્યકત્વની જ્યોતિ પ્રગટાવી હતી. કંઈકના આસક્તિના અંધાપાને દૂર કરી, અવગુણીને પણ ગુણવાન બનાવ્યાં હતાં.
આજે ભલે આપ અમારી વચ્ચે નથી પણ આપના અંતરમાં રહેલ વિરતિના વાઈબ્રેશન અમારી હૃદયરૂપી ધરતીને હરિયાળી, પાવનકારી, ભાવનકારી બનાવતી રહેશે. અનેકના અંતર આવાસે આપની આરાધનાના અમીછાંટણા થતાં રહેશે. અમે આપના કલ્યાણકારી કૃપા કિરણ ઝીલવાને પાત્ર બનીએ. આપે આપેલા જ્ઞાનના અમૃતકુંભ સદાસર્વદા હૃદયમાં અવધારી રાખીએ. આપે આપેલી સમ્યગદર્શનની આંખે જગતને જોઈ, સ્વની આરાધનામાં મસ્ત બનીએ. અમારામાં રહેલા મોહરાજાનું હનન થાય અને મોક્ષની સહુને પ્રાપ્તિ થાય, એવી અંતરની ભાવના.
હે ગુરુદેવ! આપનો આત્મા પણ અવસાન અને અવતારની ઘટમાળમાંથી વિરામ પામી અવિરામ મોક્ષમાં | જલદી જલદી બિરાજે.. હિજરાતા હૈયે! મઝાતા મને! રડતા હૃદયે! નીતરતા નયને! આપને ભાવાંજલિ,
હે પાવનકારી! આપને પુષ્પાંજલિ! અંતમાં એટલું જ........... હર કાર્યમાં, હર સ્થળે, સ્મરણ છે આપનું, કાળ પણ ભૂંસી શકે ના, મીઠું સ્મરણ આપનું.
આપના ભક્તો (૧) શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી પરિવાર (૨) સ્વ. પ્રવિણાબેન ન્યાલચંદ ગોપાણી પરિવાર (૩) સ્વ. જયાબેન બાબુભાઈ મહેતા પરિવાર
(૪) સ્વ. શિરીષભાઈ મંગળજી ખારા પરિવાર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org