SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૪ સાધર્મિક ભકિતનું જ્વલંત ઉદાહરણ દાનવીર, ધર્મપુરુષ શ્રી શશિકાન્તભાઈ રતિલાલભાઈ સેવાધર્મના ગુણો જેમની નસ-નસમાં વ્યાપેલા છે, સેવાનો કૂપ જે પરિવારના હૈયે હિલોળા લ્યે છે, સંઘર્ષ અને પુરુષાર્થ વડે જેમણે ભાગ્યદેવતાનાં દ્વાર ખખડાવ્યાં છે તેવા ભાવનગર જૈનસંઘના પ્રથમ હરોળના અગ્રણી શ્રી શશિકાન્તભાઈએ ૠજુ–હૃદયતા અને સમત્વભાવ સેવીને સેવાના ક્ષેત્રને જે રીતે વિસ્તાર્યુ છે તેમના આ દાક્ષિણ્યને અહોભાવથી વંદન કર્યા વગર રહી શકાતું નથી. ત્રણ પુત્રોનાં શુભલગ્ન પ્રસંગે સ્નેહીઓ તરફથી આવેલી ચાંદલાની રકમ માનવસેવાના યજ્ઞમાં સમર્પિત કરી–જે રકમ લાખોની થવા જાય છે. આજના યુગમાં આવું યોગદાન આપનાર પરિવાર સમગ્ર સમાજનું બહુમાન મેળવે છે. ઘણા જ કાર્યકુશળ અને સાહસપ્રેમી એવા શ્રી શશિકાન્તભાઈ વ્યવહારુ અને કાર્યદક્ષ વ્યાપારી તરીકે પણ જનસમૂહમાં સારી એવી ખ્યાતિ પામ્યા છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ તરીકેની તેમની સેવા, લોઢાવાળા હોસ્પિટલમાં વાઇસચેરમેન તરીકેની તેમની સેવા, મંદબુદ્ધિના બાળકોની શાળામાં ટ્રસ્ટી તરીકેની સેવા, વર્ધમાન કો.ઓ. બેન્કમાં ચેરમેન, ત્રણ વર્ષ ડાયરેક્ટર તરીકેની સેવા, જૈનસંઘના દવાખાનામાં ટ્રસ્ટી તરીકેની સેવા, બહેરાંમૂંગાની શાળા, અંધઉદ્યોગ શાળા વગેરેમાં તેમની સેવા જાણીતી છે. વિકલાંગો માટે માતુશ્રી પ્રભાકુંવરબહેનના નામે લાખોનું દાન–જેમાં અસંખ્ય દર્દીઓ લાભ લ્યે છે. ગરીબ-અસહાય માણસો માટે સાધનસહાયક કેન્દ્ર અને આરોગ્યધામના આયોજન દ્વારા મોટી રકમની દેણગી આપી. અગરબત્તીના Jain Education International વ્યવસાયમાં ભારે મોટો વિકાસ કર્યો, બેંગલોરમાં બે ફેક્ટરીઓ સ્થાપી જે કાંઈ કમાયા તે દાનધર્મમાં સતતપણે દાનગંગા વહેતી જ રાખી. અગરબત્તીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. ધર્મકાર્યોમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રાબહેનનું પણ ઘણું મોટું પ્રદાન રહ્યું છે. વર્ષો પહેલાં પ.પૂ.આ. શ્રી મોતીપ્રભસૂરીશ્વરજીની મૂર્તિપ્રતિષ્ઠા અને શાસ્ત્રીનગરના જૈનદેરાસરમાં મૂર્તિપ્રતિષ્ઠામાં લાભ લીધો. વલ્લભીપુર પાસે તીર્થસ્થાન અયોધ્યાપુરમાં ભૂમિપૂજન, પ્રથમ શીલાસ્થાપન તેમના હાથે થયું. ભગવાનને સો કિલો ચાંદીના મુગટનો લાભ તેમણે લીધો. અયોધ્યાપુરમ્ પાસે પાણવી ગામે સાધુ– સાધ્વીઓની વૈયાવચ્ચ માટે ભક્તિધામ યોજનામાં લાભ લીધો. રાજાજીનગરમાં દેરાસર શંખેશ્વર પાર્શ્વનાથ પ્રતિષ્ઠાનો લાભ લીધો. વડવા ભોજનશાળાના પ્રમુખ તરીકેનું તેમનું યોગદાન અને સેવા પ્રીતિપાત્ર બન્યાં છે. ભાવનગરની પાંજરાપોળ, સ્મશાનગૃહ જેવી અનેક સંસ્થાઓના મોભી બન્યા છે. ૧૯૯૩-૯૪માં બેંગલોર- હિતેનભાઈ શશિકાન્તભાઈ આ દરેક કાર્યોમાં તેના ત્રણ પુત્રો શ્રી હિતેનભાઈ, શ્રી તુષારભાઈ, શ્રી નીલેશભાઈ તથા પુત્રવધૂઓ અમીનાબહેન, નયનાબહેન અને અંજનાબહેન–એ સૌનો સહયોગ મળતો રહ્યો છે. હમણાં છેલ્લાં અયોધ્યાપુરમાં જિન શાસનનાં For Private & Personal Use Only શશિકાન્તભાઈ રતિલાલભાઈ ચંદ્રાબેન શશિકાન્તભાઈ તુષારભાઈ શશિકાન્તભાઈ વર્ષોમાં વિવિધ નિલેશભાઈ શશિકાન્તભાઈ www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy