________________
૧૦૬૨
જૈનશાસનનું વિરલ અને અજોડ ઝળહળતું રત્ન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈને ૨૦૦૪ના પ્રજાસત્તાક દિવસે એમની યશસ્વી કામગીરીના સંદર્ભમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રીના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં વિરલ વ્યક્તિઓને જ આ સન્માન પ્રાપ્ત થયું છે. કુમારપાળ દેસાઈનો જન્મ રાણપુરમાં ૩૦ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ થયો હતો. તેમનું વતન સાયલા છે. માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ. પિતાનું ઉપનામ ‘જયભિખ્ખુ’. ‘જયભિખ્ખુ’ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક.
કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો મોટો ફાળો છે. તેમની લેખક તરીકેની સફળતામાં પિતાનું, તો તેમના વ્યક્તિત્વ-વિકાસમાં માતાનું યોગદાન મહત્ત્વનું છે. જયાબહેન આદર્શ ભારતીય નારી હતાં. રાણપુરમાં એમણે ૧૯૩૦ના અસહકારના આંદોલનમાં ભાગ લીધેલો. એમણે કુમારપાળને ગાંધીજી વિશેના ઘણાં કાવ્યો સંભળાવેલાં.
કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કોલેજ અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કારકીર્દિની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરૂભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન' વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડીની પદવી પણ પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓએ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં જોડાયા. ત્યાં ૨૦૦૧ નવેમ્બરથી તેઓ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ઉપરાંત ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ તરીકે સેવા આપે છે. ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે અનેક નવા નવા અભ્યાસક્રમોનું એમણે આયોજન કર્યું છે.
કુમારપાળ ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. તેમણે ચિંતનલેખોના અનેક
Jain Education International
જિન શાસનનાં
સંગ્રહો આપ્યા છે. ‘ઝાકળભીનાં મોતી’ના ત્રણ ભાગ, ‘મોતીની ખેતી’, ‘માનવતાની મહેંક’, ‘તૃષ્ણા અને તૃપ્તિ’, ‘ક્ષમાપના’, ‘શ્રદ્ધાંજલી, જીવનનું અમૃત’, ‘દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો', ‘ઝાકળ બન્યું મોતી' વગેરે સંગ્રહોમાંના લેખો કુમારપાળના નિબંધકાર તરીકેના પાસાને સુપેરે પ્રગટ કરે છે. આ સંગ્રહોના કેટલાક લેખો વ્યાખ્યાન નિમિત્તે લખાયા હતા.
કુમારપાળ સારા વક્તા પણ છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલા વ્યાખ્યાનો ખૂબ પ્રશંસાને પામ્યા છે. ઈ.સ. ૧૯૯૦માં બિકમહામ પેલેસમાં ડ્યૂક ઑવ એડિનબરો પ્રિન્સ ફિલિપને જૈન સ્ટેટમેન્ટ ઓન નેચર' અર્પણ કરવા ગયેલા પાંચ ખંડના જૈન પ્રતિનિધિમંડળમાં તેઓ હતા વળી ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં યોજાયેલી વર્લ્ડ પાર્લામેન્ટ ઓવ રિજિયન્સમાં તથા ૧૯૯૪માં વેટિકનમાં પોપ જોન પોલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળમાં ધર્મદર્શન વિશે તેમણે સાર્થક ચર્ચા કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી' નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના કો-ઓર્ડિનેટર અને ટ્રસ્ટી છે.
કુમારપાળ દેસાઈએ પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે મધ્યકાળના મરમી સંતકવિ આનંદઘનના જીવન અને કવન વિશે ઊંડાણથી અભ્યાસ કરી, તેમના પદો અને સ્તવનોની હસ્તપ્રતોનું સંશોધન કરી તેમના કવિત્વને પ્રકાશમાં આણ્યું છે. તેમણે ગુજરાતના જુદા જુદા હસ્તપ્રતભંડારોમાંથી ૩૦૦ જેટલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેના આધારે શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પં. બેચરલાલ દોશી, ડૉ. ભોગીલાલ સાંડેસરા અને પં. દલસુખભાઈ માલવણિયા જેવા વિદ્વાનોએ એમના સંશોધનકાર્યની પ્રશંસા કરી છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધનક્ષેત્રે ડૉ. કુમારપાળ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે સંશોધન કરી ‘અપ્રગટ મધ્યકાલિન કૃતિઓ', ‘જ્ઞાનવિમલસૂરિષ્કૃત સ્તબક’ અને ‘મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિસ્તવનનો બાલાવબોધ’ જેવા પુસ્તકો પ્રગટ કર્યા છે. ‘ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ', ‘અબ હમ અમર ભયે’ અને ‘અબોલની આતમવાણી' તેમના સંશોધનમૂલક પુસ્તકો છે. રાજસ્થાનના લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન તરફથી આનંદઘન
For Private & Personal Use Only
www.jainelibrary.org