SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫૮ BIBI જોવા મળે. સાઠ વર્ષની ઉંમરે ધંધામાંથી નિવૃત્તિ લેવાની એક હઠ સાથે પૂર્ણ કક્ષાએ વિકસેલ ધંધો પુત્રને સોંપી, ધંધામાંથી પોતે નિવૃત્ત થયા. જિન શાસનનાં નિવૃત્તિ એટલે ફક્ત નકામા બેસી સમય પસાર કરવો એવું નહીં. પણ, ધન ઉપાર્જન ન કરતા સ્વદ્રવ્યનો સ્વહસ્તે જ સદુપયોગ કરવાના વિચાર સાથે એક ટ્રસ્ટ ‘શેઠશ્રી મયાભાઈ ઠાકરશી શાહ ધર્માદા ટ્રસ્ટ' સ્થાપ્યું. આ ટ્રસ્ટ અન્વયે પોલીક્લીનીક આર્ટ, સંગીત, ક્રાફ્ટના કલાસીસ સાથે અર્થોપાર્જનમાં સહાયક થવા, અલગ અલગ હુન્નર શીખવવાના વર્ગો ચાલુ કર્યા. ધરતીકંપમાં પોતાનું ઘર ધરાશાયી થવા છતાંય, પહેલા લોકોને મદદરૂપ થવા ડોનેશન કરી, પછી પોતાનો વિચાર કર્યો. અમદાવાદમાં એક ઉપાશ્રયમાં પણ ટ્રસ્ટી. મુંબઈમાં લાલબાગમાં મોહનલાલજી જૈન લાયબ્રેરીમાં ટ્રસ્ટી. ત્યાનાં જ્ઞાનભંડારમાં પુરાયેલી મૂલ્યવાન હસ્તલિખિત પ્રતોની ઝેરોક્ષ સ્વહસ્તે કરીને લોકભોગ્ય બનાવી. આવી વિરલ વ્યક્તિ, જેમણે જીવનના અંત સુધી પોતાના શારીરિક દુઃખોની દરકાર કર્યા વિના, જેઓ પોતાના મક્કમ મનોબળથી જ આગળ વધતા રહ્યા. એવા, શ્રી રાજેન્દ્ર મયાભાઈ શાહે ધાર્મિક ગાથાઓનું રટણ કરતા કરતા તા. ૨૫-૯-૨૦૦૯ના સમાધિપૂર્વક દેહ છોડ્યો. Jain Education International જીવનમાં શરૂઆતથી અંત સુધી કંઈકને કંઈ આગવો ચીલો ચાતરતા જીવવું અને લક્ષ્ય નક્કી કરીને તે હાંસલ કરવા, દિવસ-રાત જોયા વિના તેની પાછળ લાગી જવું આ એમનો જીવનમંત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy