________________
૧૦૪૮
જિન શાસનના
* શ્રી પાર્શ્વપદ્માવતી તીર્થ શંખેશ્વરધામ (માયસોર હાઈવે-
રામનગર) ધર્મશાળામાં એક કમરાના લાભાર્થી * શ્રી સંભવ લબ્ધિ જૈન મંદિર વિજયનગર, બેંગ્લોર
ઉપાશ્રય દાનદાતા. શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ બેંગ્લોર, અનેક લાભ. શ્રી પાર્શ્વનાથ લબ્ધિધામ, બેંગ્લોર સ્વાધ્યાય રૂમ,
જાગૃતિ કક્ષ અને અનેક લાભ. * શ્રી શિવકમલા ભવન, પોલારપુર (સૌરાષ્ટ્ર) મુખ્યદાતા.
શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ કૃષ્ણગિરિ સામૂહિક મૂર્તિ ભરાવવાનો તથા પ્રતિષ્ઠાનો સામુહિક લાભ. શ્રી આદિનાથ જૈન ટેમ્પલના જીર્ણોદ્ધારના એક સ્તંભના
લાભાર્થી - શ્રી ગાંધીનગર જયનગર, રાજાજીનગર, ઓકલીપુરમ્
ઉપાશ્રયમાં યથાશક્તિ યોગદાન આપેલ. મહાવીર આઈ હોસ્પિટલ દર વરસે એક આંખના ઓપરેશનના કાયમી લાભાર્થી. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજ-ગાંધીનગર કાયમી મેમ્બર તથા શ્રી હીરાચંદજી નાહર જૈન ભવન મધ્યે અતિથિગૃહના એક રૂમના લાભાર્થી. શ્રી ચંપક-પારસ ગુરુ ચિકિત્સાલય-પેટલાદ (જિલ્લો ઝાબુઆ, મધ્યપ્રદેશ) સક્રિય સહયોગી (સલાહકાર) તથા સામાજિક સક્રિય કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે ભેર મોટું યોગદાન નોંધાયું છે.
અનેક જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠામાં અને વિદ્યાર્થીઓને આર્થિક લાભ સહાય, સાધર્મિક મદદ તથા નાનાં મોટાં દરેક પ્રકારનાં સૂકતોમાં ઉત્સાહપૂર્વક કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર યોગદાન આપી રહ્યા છે.
માંગલિક જૈનધર્મમાં પરિવારના સૌએ સાથે જોડીને એક એક ક્ષણે પારમાર્થિક ભાવનાનો વિચાર કરતા રહીને તેમના તેના નક્કર કાર્યોને સાકાર કરવા ઉદાર હાથે ફાળો આપવાની ઉજ્વળ પ્રણાલિકા પ્રસ્થાપીને કાર્યદક્ષતા, ભલાઈ અને ખાનદાનીના ઉત્તમોત્તમ ગુણોને વધારી જાણનાર, કર્ણસમાં દિલાવર દાનવીર શ્રી મનહરભાઈ માતાપિતાના સંસ્કારોને ઉજળા કરી બતાવ્યા છે. તેના દીર્ધાયુ માટે “શત’ જીવ શરદની
શુભ કામના પ્રગટ કરીએ છીએ.
ધર્મે દીધેલા ધન સ્વજન, હું ધર્મ ને ચરણે ધરું શ્રી ધર્મનો ઉપકાર હું ક્યારેય પણ ના વિસરું હો ધર્મમય મુજ જિંદગી હો ધર્મમય પલ આખરી પ્રભુ આટલું જનમો જનમ દેજે મને કરુણાકારી.
વિરલ ગુણોના સંગમ સરીખા,
અનેક ધાર્મિક સંસ્થાઓના મોભી શ્રી કુમારપાળ વિ. શાહ ચિરંજીવો!
વિશિષ્ટકક્ષાના સાધુસંતોના મુખે, ઉદારસખી શ્રીમંતોના મુખે, ધર્માનુરાગી શ્રાવકવર્યોના મુખે, પવિત્ર અને સદાચારમય-જીવન
જીવનારા વિદ્યાર્થીઓના મુખે, શ્રી કુમારપાળભાઈનું નામ ઘણા આદર, અહોભાવ તથા બહુમાન સાથે લેવાતું વારંવાર સાંભળ્યું છે.
જેના વિરોધી ન હોય અને હોય તો તેને પણ એમના ગુણોનો સ્વીકાર કરવો પડે એવા વિરલ ગુણોના સ્વામી કુમારપાળભાઈ વિમળભાઈ શાહ આજના અવસરે સાંભર્યા
કામ હાથભર અને પ્રચાર વેંતભર પણ નહીં, અરે, આંગળીભર પણ નહીં એવું એમના જીવનકાર્યનું પ્રથમ સૂત્ર છે. જે કોઈ અવસરપ્રાપ્ત-કામ આવ્યું તેમાં જોડાયા, તે હાથમાં લીધું. પૂરું દિલ રેડીને એ કામ કર્યું તન-મન-ધનને નિચોવીને, એ કાર્ય પાર પાડ્યું. જેવું, એ કામ પૂરું થયું કે તે ક્ષણે તેઓ એ સ્થાન છોડીને બીજે જતા જ રહ્યા હોય! કોઈ સ્થાનનું કે કોઈ વ્યક્તિનું વળગણ નહીં, મમત્વ નહીં.
“માળો ન બાંધ્ય, મારા મન! માળાની છાયાની માયા શું, આપણે;
જ્યાં આપણું છે, આખું યે વન, કોઈ ડાળ પર, માળો ન બાંધ્ય, મારા મન!”
Jain Education Intemational
in Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org