________________
ઝળહળતાં નક્ષત્રો
દેશના સુપ્રસિદ્ધ ભવિષ્યવેત્તા સિંધવી આ તીર્થની યાત્રાને ‘માનવજીવનનું સંસાર–સૂત્ર' કહીને ગદ્ગદ્ થતાં કહે છે કે હું ‘મણિ’ સાહેબની અપરાજેય ક્ષમતાને પ્રણામ કરું છું કે એમણે પોતાની અસાધારણ ક્ષમતાથી કલ્પનાતીત કાર્ય કરી બતાવ્યું. (નગપુરા મહોત્સવ-૧૯૯૭).
અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના અધ્યક્ષ દાનવીર બેરિસ્ટર શ્રી દીપચંદભાઈ ગાર્ડીએ સપરિવાર આ તીર્થની યાત્રા કરી કહ્યું કે “મને ‘મણિ’જી વિષે આમ કહેવાની ભાવના થઈ છે કે સુખ-દુઃખાત્મક સૃષ્ટિ પ્રત્યે મણિજીનો અદમ્ય ઉત્સાહ, કર્મશક્તિ, નિષ્ઠા અને આશાવાદી દૃષ્ટિકોણ પ્રેરક બન્યો છે.'' તીર્થભક્ત સુશ્રાવિકા શ્રીમતી કંચનબહેન પ્રાણલાલ દોશી (ગોવાળિયા ટેન્ક-મુંબઈ સમાજ)એ કહ્યું કે રાવલમલભાઈ જેવા કાર્યશીલ, લગનશીલ, રચનાધગશ ધરાવતા સેવાભાવીઓની જરૂરિયાત છે. મેં જોયું છે કે મણિભાઈમાં એક શ્રાવક તરીકે, સાધક તરીકે અને પરમાત્મભક્તિમાં ઊંડા ઊતરેલા માનવી તરીકે કાર્ય કરવાની ભાવના ગજબની છે! જરાય વિચલિત થયા વિના, ગભરાહટ કે આળસ વિના મન જીતીને ધારેલું કાર્ય કરવાની અદ્ભુત શક્તિ છે. એમને વંદું છું.
આવા અનેક દિગ્ગજોએ વિભિન્ન પ્રસંગે પોતાની ભાવના વ્યક્ત કરી તીર્થોદ્ધારના ઇતિહાસપુરુષ શ્રી રાવલમલ જૈન મણિને ‘સમાજરત્ન' તરીકે સ્થાપિત કર્યા છે.
પૂ. આચાર્ય ભુવનભાનુસૂરિ, પૂ. આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં ગાંધીનગરની વિશાળ સભામાં ‘સમાજરત્ન'ની બિરદાવલીથી શ્રી રાવલમલજી ‘મણિ’સાહેબને સમ્માનિત કરતાં બેંગલોર (કર્ણાટક)ના સ્વનામધન્ય શ્રાવકરત્ન શ્રી સંઘપ્રમુખ શેઠ લક્ષ્મીચંદજી કોઠારીએ કહ્યું કે “હું ભાઈ રાવલમલજી ‘મણિ’સાહેબની લગન, ઉત્સાહ અને કર્મનિષ્ઠાનો પૂજારી છું, એમના લીધે જ પ્રભુ પાર્શ્વનાથના વિહારવિચ્છિન્ન થયેલ સ્થળને તીર્થોદ્ધારિત કરવાના કાર્યમાં જોડાઈ સદ્ભાગી બન્યો છું. મારા નાનાભાઈ સાગરમલ કોઠારી તો મણિજી સાથે એકપ્રાણ .થઈ ગયા છે. આવા પુણ્યશાળી શ્રાવક ભક્તિકારકને પામી જૈનશાસન ગૌરવશાળી છે. ભાવી પેઢી માટે મણિજીનું કાર્ય આદર્શ બની ગયું છે.’
આવા કેટલાય ઉદ્ગાર સંપૂર્ણ જૈન સમાજ સહિત
Jain Education International
૧૦૪૩
સમાજનાં લોકો હંમેશાં કરે છે. મન ચંગા તો કથરોટમેં ગંગા'ની કહેવતને ચરિતાર્થ કરતાં મણિજીએ આધારભૂત ઉદાહરણ આપ્યું છે કે માનસિક શક્તિના સમન્વયમાં જ સફળતાનું રહસ્ય સમાયેલું છે.
અદ્વિતીય તીર્થનિર્માણના કાવ્યમય શિલ્પી શ્રી રાવલમલ જૈન ‘મણિ’ વિષે નોંધતાં વડોદરાના સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ્ ડૉ. નગેન્દ્રનાથ લખે છે કે ભારતીય ઇતિહાસનાં પૃષ્ઠમાં તીર્થોદ્ધાર– તીર્થનિર્માણની સંરચનામાં કોઈ એક સામાન્ય વ્યક્તિ દ્વારા પ્રારંભ કરાવવાનો ઉલ્લેખ નથી મળતો. શિલાલેખોની પંક્તિઓમાં કે વાર્તાઓમાં પણ આવો કોઈ ઉલ્લેખ મળતો નથી. પૂજ્ય ગુરુભગવંતોની પ્રેરણાથી અનેક તીર્થોદ્ધાર-જીર્ણોદ્ધાર થવાનો ઉલ્લેખ મળે છે પરંતુ સ્વયંસ્ફુરણાથી એક જ વ્યક્તિ દ્વારા તીર્થોદ્વાર, જીર્ણોદ્વાર કે તીર્થનિર્માણ કરાયું હોય એવો ઉલ્લેખ વાંચવા-સાંભળવામાં આવ્યો નથી. આ અશક્ય જ વાત છે કે ઈ.સ. ૧૯૭૯માં પત્રકાર રાવલમલ જૈન ‘મણિ’નામની એક જ વ્યક્તિએ આ ઐતિહાસિક કાર્ય માટે પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત કરી દીધી. તીર્થોદ્ધારના ઇતિહાસમાં પોતાનું અપૂર્વ, અવિરત અને અદ્વિતીય નામ નોંધાવ્યું અને શ્રમસાહિત્ય, સંઘર્ષસભર નિર્માણયાત્રામાં અદ્ભુત કાવ્યમય તીર્થશિલ્પી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. રાવલમલ જૈન ‘મણિ’એ એ કામ કરી બતાવ્યું, જે કરવું તો એક બાજું, પણ વિચાર્યુંય ન હોય. પરમ ગુરુભક્ત, શ્રાવકવર્ય, કર્મનિષ્ઠ રાવલમલ જૈન ‘મણિ’એ ઉઠાવેલ કદમ સાથે કદમ મિલાવી હજારો શ્રદ્ધાળુઓ એમના કદમ પર પચીસ વર્ષ પહેલાં આગળ વધ્યાં હતાં. ભક્તિસભર પગરવે પરમાત્મભક્તિને ચારે તરફ ગુંજતી કરી.
પ્રાતઃ સ્મરણીય આચાર્ય ભગવંતોની અસીમ જ્ઞાનવંત પ્રેરણા, બળ અને આશીર્વાદે આત્માને પવિત્ર કરે એવાં જૈન મંદિરોનાં નિર્માણ કરાવ્યાં અને પ્રાચીન ખંડિત થયેલાં, ખંડેર બનેલાં જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, તીર્થોદ્ધાર કરાવ્યા. સદીઓ પુરાણી ગૌરવશાળી પરંપરાઓનું અનુપાલન થતું રહ્યું છે. ઇતિહાસના ઝરૂખામાં ભારતીય ઇતિહાસના નિર્માણમાં જૈન સંસ્કૃતિનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સદીઓની ગૌરવશાળી
પરંપરામાં જ વીસમી સદીનો ઉત્તરાર્ધ મહિમા રચાયો છે.
નગપુરામાં મધ્યપ્રદેશ (જિ. હવે છત્તીસગઢ રાજ્ય છે)ના દુર્ગ શહેરના પશ્ચિમી ભાગ પર શિવનાથ નદીનો તટ જૈન શ્રમણપરંપરા અને એના સંસ્કૃતિ-વૈભવથી છલોછલ ભર્યો પડ્યો છે અને આજે ત્યાં સકળ તીર્થ-વંદનારની હાથ જોડી ગુંજનપૂર્વક
For Private & Personal Use Only
www.jainelibrary.org