SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૦૩૭ કર્યું. રાષ્ટ્રીયકૃત બેન્કો અને ડેટા રિકવરી ટ્રિબ્યુનલ ચીફ દ્વારા તેમની સરાહના કરવામાં આવી. તેઓ શરૂઆતથી જ ગુજરાત રાજ્ય કાયદાકીય સમિતિની લિગલ ક્લિનિક, કે જે અમદાવાદમાં શાહીબાગ ખાતે ચાલે છે. આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર શ્રી ગૌતમભાઈએ ૧૯૮૭માં અમદાવાદમાં રોટરી ક્લબની સ્થાપના કરી અને તેના ચાર્ટડ પ્રેસિડેન્ટ બન્યા. તેમની આગેવાની નીચે રોટરી ક્લબે કેટલાક પ્રોજેક્ટો પણ હાથ ધર્યા અને તે બદલ ક્લબને કેનેડાનો “ગ્રીનિંગ અમદાવાદ એવોર્ડ અને શ્રી ગૌતમભાઈને “વૃક્ષ સાથી' એવોર્ડ મળ્યા. દુષ્કાળ પીડિતો માટે તેમણે પાણી અને ખોરાક પૂરાં પાડવામાં ઘણી મહેનત લીધી હતી. આમ તેમની સંનિષ્ઠ સેવાઓ અને દેણગીઓ અવિસ્મરણીય બન્યાં છે. મન ભરીને માણવા જેવા સમાજનું નિર્માણ આવા પુણ્યવંતા હાથોથી જ થતું હોય છે. અમદાવાદમાં જ્યારે કમાન્ડર જનરલ દયાલ ૧૧મી બટાલિયન સંભાળતા હતા ત્યારે લશ્કરના ‘વિધવા કલ્યાણ સંગઠનને તેમણે ઘણી મદદ કરેલી. તેઓશ્રી પોલિયો નાબૂદી માટે કાર્યરત રોટરી ફાઉન્ડેશનના મુખ્ય દાતા છે. એક વખતના ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારીજીએ ૨૦૦૨ની સાલમાં રોટરીના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ તરીકે ૨૫ વર્ષ પૂરાં કરવા બદલ તેમજ આંતરરાષ્ટ્રીય રોટરીની ચાર મુખ્ય સિદ્ધાંતોનું મહત્ત્વનું યોગદાન આપવા બદલ શ્રી ગૌતમભાઈને એવોર્ડથી સમ્માનિત કર્યા. શ્રી ગૌતમભાઈએ રોટરી આંતરરાષ્ટ્રીય શતાબ્દીની ક્લબની ઉજવણી વખતે પાંચ એબ્યુલન્સ અને દસ ડૉક્ટરની છ મહિના માટે સેવાકાર્ય વ્યવસ્થા કરી આપી. આ યાત્રામાં એરફોર્સ, આર્મી અને એપોલો હોસ્પિટલના ડૉક્ટરો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાંચ એબ્યુલન્સો લઈને ફર્યા અને હજારો દર્દીઓની વહેલા સારા થાય તેવી માવજત કરી. આ પ્રોગ્રામમાં રોટરી ક્લબે પૂરો સહકાર આપ્યો. રસના રોટરી શતાબ્દી યાત્રાને ગુજરાતના ગવર્નરે સલામી આપી. તેમના સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી દવાનું વિતરણ કરવામાં આવ્યું. તેમને રોટરી ઇન્ટરનેશનલ તરફથી કમીટમેન્ટ ટુ સર્વિસનો ઉચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. છત્તીસગઢના ગવર્નરે તેમની પ્રશંસા કરી. આમ શ્રી ગૌતમભાઈના ઉદારચરિત જીવનમાં અનેક પાસાંઓએ તેમને પ્રતિષ્ઠાના ઉચ્ચતમ શિખર ઉપર મૂકી દીધા છે. સામાજિક સેવા ઉપરાંત શ્રી ગૌતમભાઈ ધંધાના ક્ષેત્રે પણ એટલા જ જાણીતા છે. ટેક્સટાઇલમાં તેઓ પચાસ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ટેક્સટાઇલ કમિટીના ચેરમેન, કો-ચેરમેન અને સીઆઈઆઈ દ્વારા રચાયેલ સુરત ખાતે ગાર્ટેક્ષ માર્ટના ચેરમેન રહી ચૂક્યા છે. ગુજરાતના ઘણાં ડેલિગેશનનું પરદેશોમાં તેમણે પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓ વર્ષોથી અમદાવાદ ટેક્સટાઇલ્સ ઈન્ડ. રિસર્ચ એસોસિએશનના એડવાઇઝર રહ્યા છે. યુનિયન મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલે તેમના પ્રદાનની કદર કરી હતી. વ્યવસાયનું કુશળતાપૂર્વક સંચાલન કરવાની સાથે આગવી દીર્ધદષ્ટિથી દેશપરદેશમાં વેપારવાણિજ્ય ક્ષેત્રે શ્રી ગૌતમભાઈ અનેક ઔદ્યોગિક એકમો સાથે વર્ષોથી સંકળાયેલા છે અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેમનું સાગર ગ્રુપ અને સુઝલોન ગ્રુપમાં મહત્ત્વનું પ્રદાન છે. તેમને ફાઇબર મેન ઓફ ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ મળેલ છે. પંચોતેર વર્ષે ધંધાની બધી જવાબદારી તેમના પુત્ર શ્રી પ્રિયેશભાઈ શાહને સોપી સામાજિક, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી તેઓ પરોપકાર અને માનવસેવાનાં કાર્યો કરે છે. - પોતાનાં જ બાળકો દ્વારા ત્યજાયેલાં અગર અસહાય વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યે હમદર્દી અને નિસ્વાર્થ પરાયણતાને કારણે શ્રી ગૌતમભાઈને એક વૃદ્ધાશ્રમ પાંચ બેડની હૉસ્પિટલ સાથે, એક ટ્રેઇનીંગ સેન્ટર જ્યાં અભણ યુવાન-યુવતીઓને સ્વરોજગાર માટે ટ્રેઈનીંગ અપાય તથા કેન્સર, થેલીસિમીયા, એઈડસ જેવા ગંભીર રોગો માટે એક રીસર્ચ સેન્ટર અને એક ઓફિસ બિલ્ડિંગ તદ્દન અદ્યતન અને સંપૂર્ણ કોમ્લેક્સ એરકન્ડિશન બનાવાની એક પ્રપોઝલ શ્રી ગૌતમભાઈએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાંચ અમદાવાદ. જેમની પાસે આશરે આશ્રમ રોડ અમદાવાદ પર ૪૫00 મીટર જમીન તેમને આપી છે. અને ગૌતમભાઈના સહયોગી અને જાણીતા સુઝલોન એનર્જી લિ. ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટરે આ સંપૂર્ણ કોપ્લેક્સ ઊભો કરવા રૂપિયા સાત કરોડ આપવાની પણ શ્રી ગૌતમભાઈને ઓફર કરી છે. આ બાત હાલમાં રેડક્રોસ ગુજરાતના પ્રમુખ માનનીય ગુજરાતના ગવર્નર સાહેબ સાથે વિચારણા થઈ રહી છે. અને જો આ પ્રોજેટ મંજૂર થાય તો એક અધ્યતન કોમ્લેક્સ ઊભો કરવાની શ્રી ગૌતમભાઈની ઇચ્છા પૂરી થાય એવી ઈશ્વરને પ્રાર્થના. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy