________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૨૭
અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા એકાસણા-આયંબિલ સહિત કરેલ છે.
પૂ. સાધ્વીજી મ.ના જીવનમાં જાપ, સ્વાધ્યાય સાથે વાંચન-મનન ચિંતનનો ઘણો જ ઉત્કૃષ્ટ ફાળો છે. ફક્ત જૈન જ નહીં પરંતુ જૈનેતરગ્રંથનું પણ વિશાળ-બહોળા પાયા પર વાંચન અને આત્મમંથન કરી તેઓશ્રી અભૂતપૂર્વની ચિત્તશુદ્ધિ અને આત્મસુખસમૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છે. મુંબઈ-પૂના-અમરેલી-જેતપુર–ધ્રાંગધ્રા-સુરત વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કરી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યા છે. તેઓની જ્ઞાનજિજ્ઞાસા-જ્ઞાનપિપાસા અને સાહિત્ય પ્રત્યેની ભક્તિ એવી તો અજબગજબની છે કે પૂના, ગોરેગાંવ, વેરાવળ, પાટણ, જેતપુર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારો ખૂબ જ સુવ્યવસ્થિત કર્યા છે. જ્ઞાનનાં સાધન રક્ષણાર્થે સુંદર સજાવ્યાં છે. “સુઘોષા', “કલ્યાણં', ‘ગુલાબ’, ‘જેન' વગેરે જૈન સાહિત્યમાં લેખ દ્વારા પોતાનાં આત્મચિંતનો અનન્ય ફાળો આપી રહ્યાં છે. દરેક ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા-વરઘોડા-રચના દ્વારા ભણાવડાવે છે. એવી જ રીતે અષ્ટાપદજીની પૂજા, વીશસ્થાનકતાની પૂજા પણ કલાકૃતિની રચના કરાવવા સુંદર ભણાવડાવે છે. ફક્ત પૂજા ભણાવે જ નહીં, સાથે અર્થની સમજાવટ અને છણાવટ પણ સુંદર રીતે કરે છે.
સંયમજીવન પ્રાપ્ત કર્યા પછી કોઈક પૂર્વના કર્મોદયના કારણે છેલ્લાં ત્રીશેક વર્ષથી સતત વેદનીયકર્મનો ઉદય રહ્યા જ કરે છે. દર્દથી ભરેલી કાયાની માયા છોડીને સતત સાહિત્યમાં રત રહેવું એ કાંઈ નાનીસૂની વાત નથી, પરંતુ પૂ. સાધ્વીજી મ. આ વાતને આત્મસાત્ કરી લીધી છે. પરમ ઉપકારી તીર્થકર ભગવંતે પળમાત્ર જેટલો ય પ્રમાદ ન કરવાની આપેલી દિવ્ય વાણી ને ચેતવણી દરેક આત્મસાધકને તેમ જ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને પણ ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનોથી બચવાનો મૂંગો સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે અને એ દીવાદાંડી સમગ્ર સંસારના જીવોને માટે મહાન ઉપકારક બની રહે છે. ખરેખર પ્રભુએ પ્રરૂપેલી આ દિવ્ય વાણીનો સાક્ષાત્કાર જોવો હોય તો પૂ. સા. પદ્મયશાશ્રીજી મ. સા.માં જોવા મળે. જરા પણ પ્રમાદ એમના જીવનમાં જોવા નહીં મળે. સતત વાંચન-જાપ–સ્વાધ્યાયમાં જ રત રહેનારાં કદી શારીરિક સ્વાથ્યની ચિંતા પણ નથી કરતાં. અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં પુસ્તક જ જોવા મળે. સ્વાધ્યાય સાથે જાપની પણ એમના જીવનમાં એટલી જ પ્રધાનતા છે.
સંયમજીવનનાં ૫૫ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ જાપ ઘણો કર્યો છે. શ્રી નવકાર મહામંત્રનો જાપ સવા કરોડ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો જાપ સવા કરોડ, શ્રી ભગવતી પદ્માવતીનો જાપ સવા કરોડ, શ્રી નામસ્તવ સૂત્રનો જાપ સવા કરોડ, શ્રી અરિહંતપદનો જાપ સવા લાખ, શ્રી સિદ્ધપદનો જાપ સવા લાખ, શ્રી જ્ઞાનપદનો જાપ સવા લાખ, શ્રી ચારિત્ર પદનો જાપ સવા લાખ, શ્રી નવપદજીનો જાપ સવા લાખ, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ સત્તાવીશ હજારનો.
પૂ. સાધ્વીજી મ.ની પ્રેરણાથી તેઓશ્રીનાં પરમ વિનયી શિષ્યા સા. ઋજુકલાશ્રીજીના મૂળવતન (સંસારી ગામ) અમરેલીમાં “શ્રી નેમિનાથ જૈન દેરાસર સર્વતોભદ્ર પ્રાસાદ' નામનું શિખરબંધી ભવ્યાતિભવ્ય ગગનચુંબી સિંગ જિનાલયનું નિર્માણ થયેલ છે. આવાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો કરી પોતાના સંયમજીવનના સાફલ્યને સાર્થક કરેલ છે. અમારી ગ્રંથશ્રેણીની વિકાસયાત્રામાં છેક શરૂથી આજસુધી અનુગ્રહના મંગલ મેઘ વરસાવી પૂજ્યશ્રી સતત આશીર્વાદ આપતા રહ્યાં છે અને શ્રુતજ્ઞાનયજ્ઞમાં શક્ય સહાયભૂત બનવા શ્રાવકોને પ્રેરણા પણ આપતા રહ્યાં છે.
તેમનું હસતું મુખારવિંદ, અનુપમ વાત્સલ્ય, મધુર ભાષા, સંઘના અભ્યદયની ચિંતા, વિશ્વમેત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતાં, પ્રેમ, કરુણા ને જીવદયાના ભંડારસમાં પ્રભાવક પૂ. સાધ્વીજી મ.નું સર્વ-મંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ધ સમય સુધી મળતું રહે અને તે માટે તેઓશ્રી નિરામય દીર્ધાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org