SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 'સાડાચાર સદી પુરાણા વિલક્ષણ લક્ષણોથી સમન્વિત 'દાદા શાંતિનાથ ભગવાનનું અલૌકિક દર્શન.. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં (મધુમતી) મહવા નગર છે. જ્યાં જીવીત સ્વામિ (મહાવીર સ્વામી) નો પ્રાસાદ છે. અને જ્યાં શાસન સમ્રાટ પૂ. નેમિસૂરીશ્વરજી મ.સા.નો જન્મ અને સ્વર્ગવાસ એક જ સ્થળે અને એક જ તીથીએથયો છે એવી શીતલ છાયા સમી પવિત્રભૂમિ મહવાથી માત્ર સાત માઈલદૂરકુંભણ ગામ છે. આવા કુદરતી સૌંદર્યથી વાસિત કુંભણ ગામમાં શ્રી શાંતીનાથ પ્રભુના ૪૫૦ વર્ષ પૂજાયેલા પ્રાચિન પ્રતિમાજી કચ્છ ભોજાયથી અમોને ત્યાંના સંઘ દ્વારા પ્રાપ્ત થયા છે. જે મૂર્તિ ૧૦૦ વર્ષપૂજાયેલ હોય તે તીર્થસ્વરૂપ હોય છે. આ ચમત્કારિક પ્રતિમાજી કેવી રીતે મળ્યા ? તે જાણવા જેવું છે. જ્યારે ભોજાય (કચ્છ)માં મોટું દેરાસર બન્યું ત્યારે ત્યાંના મૂળનાયક શાંતીનાથ દાદાને નીચે પધારાવ્યા. તેથી તે ગામની પડતી થવા લાગી. આ જોઈ પૂ. નયવિજયજી મહારાજે તે સંઘને કહ્યું કે આ પ્રતિમાજી પુર્વે મૂળનાયક તરીકે હતા માટે નવુ દેરાસર કરી ત્યાં પધરાવો અથવા જ્યાં મૂળનાયક તરીકે પૂજાય ત્યાં અર્પણ કરો. ત્યારે ભોજાયના સંઘે અમારી વિનંતીથી અમારા કુંભણ ગામને અર્પણ કર્યા. અમે ખૂબજ ધામધૂમથી બહુમાનપૂર્વક આ પ્રતિમાજીને કુંભણ લાવ્યા. તે દિવસે તાપ ઘણો હતો. પ્રતિમાજીના પ્રવેશના વરઘોડાના સમયે વાદળોએ મેઘાડંબર કરીને સર્વત્ર શીતલતા પ્રદાન કરી. વિ.સં. ૨૦૧૪ જેઠ સુદ - 3ના મંગલ દિવસે પૂજ્ય નયવિજયજી મ.સા.ના શુભ હસ્તે દાદાની ગાદી સ્થાપન પ્રતિષ્ઠા ખૂબજ ધામધૂમપૂર્વક અઠ્ઠાઈમહોત્સવયુક્ત થઈ. તે દિવસે અમીઝરણાથયા હતા. અમારા સંઘ ઉપર પૂજ્ય નયવિજયજી મ.સા.નો ઘણો ઉપકાર છે. તેઓ ખૂબ જ જ્ઞાની અને ધ્યાની હતા. તેઓશ્રી સંસારી પક્ષે મૂળ કંટાસરના વતની સોરઠીયા વણીક હતા. ઓસીયા (મારવાડ)માં ઘણો સમય શિક્ષક તરીકે હતા. ત્યાર બાદ ટાણામાં તેમણે વિદ્યાલયની સ્થાપના કરી હતી. તેઓશ્રીનું સંસારી નામ નાગરદાસ માસ્તર હતું. ઘણીવાર તેઓ ધ્યાન કરવા જંગલમાં જતાં અને ત્રણ-ત્રણ દિવસે પાછાતાં. વયોવૃદ્ધ અવસ્થાને કારણે તેઓ ૧૫ વર્ષ સુધી કુંભણમાં જ રહ્યાં અને ત્યાંજ કાલધર્મ પામ્યા. તેમના એક શિષ્ય કેવલવિજયજી મ. પણ ત્યાંજ કાલધર્મ પામ્યા હતાં. બન્નેનો એક જ જગ્યાએ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. પૂજ્યશ્રીના આશીર્વાદથી કુંભણ ગામ ઘણું સુખી છે. શ્રી કુંભણ મૂંડણ શ્રી શાંતીનાથુ ભણાવાન 'ણમહવાનું એડ્રેસ : પ્રકાશકુમાર અનંતરાયની કાં. ગ્લોબ ટોકીઝ સામે, બગીચા રોડ, મહવા (સૌરાષ્ટ્ર) - ૩૬૪ ૨૯૦. ફોન (૦૨૮૪૪) ૨૨૨૬૦૯/૨૨૩૧૮૮ મુંબઈ ખાતેનું એડ્રેસ : શ્રી કુંભણ તાવીડા જૈન સંઘ - દોશી બાબુલાલ મોહનલાલ, ચેતન સ્ટીલ્સ, ૩૨, ગુલાબવાડી, પહેલે માળે, મુંબઈ-૪. ફોન : ૨૩૮૬૧૬૪૫, (નિવાસ) : ૨૫૬૮૪૪૮૬, મો. ૦૯૮૧૯૮૧૦૪૭૬ | ...સૌજન્ય... શ્રીમતી ગુણવંતીબેન ભુપતરાય દામજી દોશી સહપરિવાર કુંભણ (મહુવા) નિવાસી - હાલ : વીલેપાર્લે, મુંબઈ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy