SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૦ મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી પૂ. ચંદ્રોદયાશ્રીજી મહારાજનાં શિષ્ય દિવ્યપ્રભાશ્રીજી બન્યાં. મણિમાંથી દિવ્યતા પ્રગટી! અને દિવ્ય-પ્રભાથી સ્વ-પર કલ્યાણાર્થે જીવનનો શુભારંભ કર્યો. જેમ નાનું બાળક માતાને સમર્પિત થાય, તેમ ગુરુમૈયાને સમર્પિત થઈ, શાસનકાર્યોમાં આગળ વધ્યા. ક્રિયાશુદ્ધિ, ગુરુભક્તિ, નમ્રતા આદિ ગુણોને લીધે અલ્પ સમયમાં જ સૌનાં પ્રીતિપાત્ર બન્યાં. અભ્યાસમાં પ્રવીણ બન્યા. ક્રિયામાં અપ્રમત્ત બન્યા. તપમાં અજબની શક્તિ દર્શાવી. પાંચમે વર્ષે પાયો નાખી ૧૬મા વર્ષે ૧૦૦ ઓળી પૂર્ણ કરી. ૧૨૭ ઓળી, ૫૦૦ આયંબિલ, ૬ વર્ષ સુધી લગાતાર એકાંતરા ઉપવા,, બે વર્ષીતપ, ૩૧-૩૦-૨૦ ઉપવાસ બે વાર, ૧૧-૯ ઉપવાસ સાત વાર, ૭૯ વર્ષની ઉંમરે ગુરુણીજીની નિશ્રામાં શ્રેણિતપ, સિદ્ધિતપ, ચત્તારિ–અટ્ઠ-દસ દોયતપ, છટ્ટ–અટ્ટમ તો અગણિત કર્યાં. તપ સાથે જપ પર પણ તેમની ગજબની પ્રીતિ છે. કામ વગર એક અક્ષર પણ બોલવાનો નહીં, થોડું પણ હિત-મિત વચન બોલે. નવકાર મહામંત્રના નવ લાખના જાપ તો કેટલીયે વાર થઈ ગયા હશે! ઉપરાંત સૂતાં-બેસતાં–ઉઠતાં જાણે કે સિમંધરદાદા જ સામે હોય તેમ, મમ સીમંધર, મમ સીમંધર રટણ ચાલતું જ હોય. તેઓશ્રીના જીવનમાં જાણવા જેવી, પામવા જેવી, સ્વીકારવા જેવી એક બાબત અદ્ભુત છે કે ૮૫ વર્ષની જૈફ ઉંમરે પણ તેમને પોતાની મસ્તીમાં નિજાનંદમાં, આત્માના પરમ આનંદમાં જોવાં એ એક લહાવો હતો. નિરતિચાર સંયમજીવનનું પાલન કરવાની કાળજી પૂજ્યશ્રીની લાક્ષણિકતા હતી. વાણીમાં મધુરતા, મુખ પર સૌમ્યતા અને ચાલમાં સ્વસ્થતાને લીધે પૂજ્યશ્રી સૌ પર અનોખો પ્રભાવ પાથરતા હતા. તેઓશ્રીના આવા પુણ્યપ્રભાવી વ્યક્તિત્વથી અનેકાનેક જીવો સુમાર્ગે સંચરવા કટિબદ્ધ બન્યા હતા. તેઓશ્રીના આવા પુણ્યપ્રભાવી વ્યક્તિત્વથી અનેકાનેક જીવો સુમાર્ગે સંચરવા કટિબદ્ધ બન્યા હતા. ભચાઉ મુકામે તેઓશ્રી પરમતત્ત્વ નવકારનું ધ્યાન ધરતા સમાધિમય સ્વર્ગવાસ પામ્યા હતા. વંદન હોજો એ તપસ્વીરત્ના મહાન શ્રમણીને! સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી માતુશ્રી ખીમઈબેન લખીધર શીવજી ગડા જૈન ધર્મશાળા, પાલિતાણા Jain Education International જિન શાસનનાં કચ્છ-વાગડ સમુદાયના (કનક દેવેન્દ્ર–કલાપૂર્ણસૂરિ સમુદાય) ગુરુમૈયા પ.પૂ. હેમન્તશ્રીજી મ. ભારતની ભવ્યતારૂપ, ગુજરાતના ગૌરવરૂપ રાજનગરના પડખે સાંતેજ નામના ગામમાં સં. ૧૯૭૨ ભા. વદ-૭ના શુભ દિવસે શ્રેષ્ઠીવર્ય બુલાખીદાસના ધર્મપત્ની મણીબહેની રત્નકુક્ષીથી પુત્રીરત્નનો જન્મ થયો. જન્મ સમયથી જ મુખની તેજસ્વીતા, સાત્ત્વિકતા, ગંભીરતા ગજબ. જાણે પૂર્વજન્મની અધુરી આરાધનાની પૂર્ણતા માટે જ આ મહાવિદેહના મુસાફિરે અત્રે જન્મ લઈ અમારા અનેક આત્માઓની જીવનનૈયાની સુકાન સંભાળી. પુત્રના લક્ષણ પારણામાં એ જ રીતે બાલકીનું નામ હીરા રાખ્યું તે નામથી હીરા, કામથી હીરા જેવા જ ચમકતા. બાલ્યકાળમાં બીજના ચંદ્રવત્ વૃદ્ધિ પામતા હીરાબહેનનો જ્ઞાનનો રસ ગજબનો ૨-૩ ધોરણ સુધીનો અભ્યાસ ખૂબ રસપૂર્વક કરી સતત તેમાં જ ગળાડુબ, નાનપણથી જ વાત– ચીત કે અન્ય કોઈપણ પાપપ્રવૃત્તિથી પરાભુખ હતા. માતા– પિતાએ પોતાના મોહની પુષ્ટિ માટે શ્રીમંત કુટુંબના જેસીંગભાઈ સાથે સગપણ કરેલ, પરન્તુ ભાવિના ભુગર્ભમાં શું છે? તેની ક્યાં કોઈને ખબર છે. લગ્ન બાદ તુરત જ વિધવા થયેલ મોટાબહેન મેનાબહેનના વૈરાગ્યની પુષ્ટિમાં સહભાગી બનતાં પોતે પણ ૧૧ વર્ષની કુમળી વયમાં વૈરાગી બની પૂર્વભવના પડેલા વૈરાગ્યના બીજને પોષણ આપ્યું. પછી તો પોતાના કાકી મ. ઉત્તમશ્રીજી મ. પાસે રહીને સંયમના સંસ્કારોથી સુવાસિત બન્યા. હવે તો સંસાર કારાવાસ બની ગયો. શીઘ્ર સંસારની મુક્તિ માટે માતા-પિતા પાસે આગ્રહ, પણ માતા–પિતાનો મોહ એમ કેમ રજા આપે? બાલ્યવયથી જ સત્ત્વશીલા હીરાબહેન પાસે પિતાને નમતું મૂકવું પડ્યું અને સહર્ષ અનુમતિપૂર્વક ૧૯૮૯ મા.સુ.-૬ના શુભમુહૂર્તને કલિકાલમાં બ્રહ્મચર્યનિષ્ઠકચ્છ વાગડ દેશોદ્ધારક પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજય કનકસૂરિશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે પ્રવ્રજ્યા થઈ. સ્થૂલિભદ્રસદેશ ગુરુદેવના અજોડ ચારિત્ર પ્રભાવે જે સ્થાનમાં ચારિત્રનો સ્વીકાર થયો તે ખેતરનું આમ્રવૃક્ષ અલિત હતું તે ફૂલવા લાગ્યું. ખૂબ જ કેરીઓ આવવા માંડી. સંસારનું અંતિમસ્નાન જે કુવાના પાણીમાંથી થયેલ તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy