________________
ઝળહળતાં નક્ષત્રો
૯૮૯
પરિવારને જોઈને બધાં નતમસ્તક થઈ જાય છે. કેટલાંક સાધ્વીજીઓ સ્વેચ્છાથી પોતાના હાથે લોન્ચ કરવાનું પરાક્રમ કરે છે ત્યારે શ્રાવક-શ્રાવિકાઓ હેરત પામી જાય છે.
(૧) પૂજ્ય ગુરુવર્યાશ્રીના સમુદાયમાં ૧૦૦થી વધુ માસક્ષમણ, ૩૬, ૪૫, ૫૧, ૧૨, ૬૮ ૭૦, ૭૨ ઉપવાસ કરનારાં તપસ્વી સાધ્વી ભગવંતો પણ વિદ્યમાન છે. પૂજય સાધ્વી ભગવંતોના બે સાંસારિક કાકાશ્રી–આ. શ્રી જિતેન્દ્ર સૂ. મ, આ. શ્રી ગુણરત્ન સૂ. મ સા., કાકી સા. પુષ્પલતાશ્રીજી (ગુરુણી) સા. ફઈના દીકરા–પં. રશિમરત્ન વિ. મ. સા, કાકાની દીકરી સા. શ્રી મનીષરેખાશ્રીજી છે.
(૨) ૧૮૫ શિષ્યા-પ્રશિષ્યાઓની ગુરુમાતાશ્રી દ્વારા આટલી નાની વયમાં જ ૨૧ વર્ષના અલ્પ દીક્ષાપર્યાયમાં વિશાળ શ્રમણી વૃંદોનો યોગક્ષેમ સુંદર રીતે થતો જોઈને ભલભલાં આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા અનેક ગુણાલંકૃત તેઓશ્રીની યોગ્યતાને નિહાળીને ગીતાર્થ મૂર્ધન્ય, સિદ્ધાંત દિવાકર સુવિશાળ ગચ્છાધિપતિ શ્રી પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયદઘોષસૂરીશ્વરજી મ. સાહેબે પ્રવર્તિની પદ આપવાનો નિર્ણય કર્યો અને ૨૦૫૩ની સાલમાં માગસર સુદ-૩, શુક્રવારના પાવન દિવસે રાજનગર અમદાવાદના શાહીબાગ, અરિહંતનગરે દેવાધિદેવ શ્રી વાસુપૂજ્યસ્વામીની અંજનશલાકા પ્રતિષ્ઠાનાં શુભદિવસે પ.પૂ. આ. દેવશ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., પ.પૂ. આ. કે. શ્રીમદ્વિજય જગતચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૫. પૂ. આ. દેવશ્રી મદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ઇત્યાદિ આચાર્યો તથા પંન્યાસજી અનેક ગણિવર્યો તથા દ્વિશતાધિક શ્રમણ-શ્રમણીની પાવન ઉપસ્થિતિ તેમ જ હજારોની જનમેદની સમક્ષ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીનાં જ વરદ્ હસ્તે પ. પૂ. ગુરુદેવશ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા. ને ઉત્તમ શ્રેષ્ઠ પ્રવર્તિની પદ ઉપર આરૂઢ કરાયાં. આવાં પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યદાત્રી, ઉત્કૃષ્ટ ત્યાગી-વેરાગી અને ૧૮૫ શિષ્યા-પ્રશિષ્યાઓનો વિશાળ શ્રમણી વૃંદ ધરાવતાં પૂ. સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજીને કોટિ કોટિ વંદન હો!
બા” થી “બા મહારાજ’ પૂ. સા. શ્રી ઉપશાંતશ્રીજી મહારાજ - ગરવી ગુજરાતના ઘરેણા જેવી ધરતી ને ધર્મની સંસ્કારનગરી સુરતના આઠઆઠ દીક્ષિતોના પુણ્યશાળી પરિવારના શ્રી ચિમનભાઈ સંઘવી તથા માતા કમળાના સુપુત્ર શ્રી શાંતિલાલે શ્રી કલ્યાણચંદ દેવચંદ જરીવાળા કુટુંબનાં શ્રી ચુનીલાલ મતા દયાબહેનની લાડલી ઢબલી–વીરમતી પૂ. સા. શ્રી ઉપશાંતશ્રીજી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. મધમીઠાં સંસારમાં ત્રણ દીકરી ને એક દીકરા રૂપી ફૂલડાં ખીલ્યાં. મહિયર–સાસર બંને પક્ષના ધર્મસંસ્કારે રંગાયેલી માતા પોતાનાં સંતાનો પ્રવ્રજ્યાના પાવન પંથના પ્રવાસી બને તેવી સદૈવ ચીવટ રાખતાં, જેને પરિણામે દીકરો હેમંત (ઉ. વ. ૧૨) હાલ પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા દીકરી નયના (ઉ. વ. ૧૪) હાલ પૂ. સા. શ્રી યશસ્વિનીશ્રીજી મ. બંને સંતાનોને જોઈ માતા હરખાતી અને વિચારતી કે મારે મારું પણ જીવનસાફલ્ય કરવું હોય તો સંયમના શ્રેષ્ઠ માર્ગે જવું જ રહ્યું! અને એવી સોનેરી ક્ષણની રાહ જોતી.
ત્યાં યોગાનુયોગ દિયરશ્રી જયંતીભાઈ (ઉં. વ. ૬૮)ની દીક્ષા નક્કી થતાં વરસોની ભાવનામાં ઘોડાપૂર આવ્યાં અને પતિદેવશ્રી શાંતિભાઈ (ઉં. વ. ૮૪) સાથે સજોડે દીક્ષાનું નક્કી થયું. આવો દીક્ષાનો માહોલ જોતાં ઘેર મહેમાન બની આવેલાં કલકત્તાનાં કંચનબહેન (હાલ પૂ. સા. શ્રી કૈરવ-ગુણાશ્રીજી)ને પણ વીતરાગભાવ જાગતાં તેઓએ પણ દીક્ષિત થવા તૈયારી દર્શાવી. આમ એકના બદલે પાંચ-પાંચ દીક્ષાનો પંચામૃત મહોત્સવ ઊજવાયો. સુરતનગરી દીક્ષાઘેલી બની.
જીવનસંધ્યાએ મહામૂલો સંયમ મળ્યો. સેવેલાં સ્વપ્નો સાકાર થયાં, તો મેળવેલ સંયમ અધિકતમ કેમ સફળ બને? તે માટે અપ્રમત્ત સંયમ સાધવા લાગ્યાં. વિનય-વૈયાવચ્ચ તથા સ્વાનુભવની જ્ઞાનલહાણી અને નાનામોટા સાથેના સાલસ વ્યવહારથી તેમની સુવાસ ચોમેર પ્રસરી ગઈ, પાસે આવેલાને બા” જેવી મમતા મળતી તેથી તેઓ ‘બા મહારાજના લાડીલા નામે લોકજીભે ને હૈયે વસી ગયાં!
સૌજન્ય : દીક્ષાદાનેશ્વરી પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ની આજ્ઞાનુવતિની પ્રવર્તિની સા.શ્રી પુણ્યરેખાશ્રીજીના શિષ્યો સા.શ્રી દર્શિતરેખાશ્રીજીના શિષ્યા સા.શ્રી સમકિતરેખાશ્રીજીની પ્રેરણાથી
તેમના સાંસારિક પરિવારજનો તરફથી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org