________________
૯૮૨
દીપકને નાની ઉંમરમાં જ દીક્ષા અપાવી : એક બન્યા મુનિરાજ શ્રી હેમભૂષણવિજયજી અને બીજા બન્યા મુનિરાજ દિવ્યભૂષણવિજયજી.
મુનિરાજ શ્રી હેમભૂષણવિજયજી મ.ને મણિબાએ મુનિ બનતા જોયા, ગણી બનતા જોયા, પંન્યાસ બનતા જોયા અને આચાર્ય બનતા જોયા, એટલું જ નહિ, ગચ્છના અધિપતિ પણ બનતા જોયા. આ એમનું સૌભાગ્ય હતું. મણિબાનું પરમસૌભાગ્ય તો ત્યારે ખીલ્યું કે, ગચ્છાધિપતિ બનેલા સંતાને એમને સંયમ માટે અનુમતિ આપી, મોટી ઉંમરે સંયમ લે, તો સહર્ષ સાચવી લેવાની સાધ્વીજી શ્રી તરુલતાશ્રીજીએ તથા તેમના પરિવારે જવાબદારી લીધી ને સંસારની ભીષણ ખાઈ ૮૩ વર્ષની ઉંમરે ઉલ્લંઘી જઈ મણિબાએ દીક્ષા લઈ પ્રભુ મહાવીરના શાસનના મહાન સાધ્વી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. તેઓના ગૃહસ્થજીવનની આરાધના પણ અચંબો પમાડે તેવી હતી.
માસક્ષમણ-૫, વર્ષીતપ-૨, અટ્ઠાઈ-૨૧, વર્ધમાનતપની ઓળી-૩૩, શ્રેણીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અદસ દોય, ૪૫ ઉપવાસ, શત્રુંજય છઠ્ઠ અટ્ટમ સાથે નવાણું યાત્રા, નવપદજી ઓળી સંપૂર્ણ, ૩ વાર છગાઉ યાત્રા, છઠ્ઠ કરી સાત યાત્રા, મોક્ષદંડક, પોષદશમી, જ્ઞાનપંચમી, રોહિણીતપ, ચૈત્રી પૂનમ આદિ તપો એમણે કર્યા હતા. તેઓશ્રીના મુખ્ય ઉપકારીઓમાં પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી જિતમૃગાંક સૂરીશ્વરજી મ., પૂ.મુ.શ્રી હેમંત વિ.મ., પૂ.મુ. શ્રી માન વિ. મ., પૂ.મુ.શ્રી રોહિત વિ.મ. આદિના નામ મોખરે હતા.
પૂર્વભારત કલ્યાણક ભૂમિ તીર્થોદ્વારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજ, સિદ્ધહસ્તલેખક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ, આધ્યાત્મિક પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ, તાત્ત્વિક પ્રવચનકાર પૂ. ઉપા. શ્રી અક્ષયવિજયજી ગણિવર તથા હૃદયસ્પર્શી પ્રવચનકાર પૂ. પંન્યાસ શ્રી યુગચન્દ્રવિજયજી ગણિવર તેમજ પર્યાયવૃદ્ધિ પૂ. મુ. શ્રી દિવ્યભૂષણ વિ.મ. આદિ વિશાળ શ્રમણ-શ્રમણીવૃંદની સહનિશ્રામાં વિ.સં. ૨૦૬૫માં ઘેટીમાં થયેલ ઐતિહાસિક ચાતુર્માસ ઉપધાનતપ બાદ તેઓશ્રી વિ.સં. ૨૦૬૬માં નાસિક આવ્યા. મહિના પછી તબિયત બગડવા માંડી. સમાધિ પ્રદાન કરવા માટે મુંબઈથી પૂ. પં.શ્રી
Jain Education International
જિન શાસનનાં
ચંદ્રભૂષણ વિ.મ., પૂ.મુનિશ્રી દિવ્યભૂષણ વિ.મ. અને છેલ્લે પૂ.આ.શ્રી મુક્તિપ્રભસૂરિજી મ. પણ પધારી ગયા. ફા.વ. ૬ થી તબિયતમાં એકદમ ચડઉતર શરૂ થઈ. ચૈત્ર સુદ ૨ વહેલી સવારે તબિયત એકદમ ગંભીર બનતા પૂજ્યોના શ્રીમુખે નમસ્કાર મહામંત્ર સાંભળતા ચોવિહાર ઉપવાસના પચ્ચક્ખાણમાં ૪-૫૦ મિનિટે તેઓશ્રીએ અપૂર્વ સમાધિ સાથે દેહ છોડ્યો.
મણિબાનું જીવન સુકૃતોની હારમાળા સમું હતું. વિ.સં. ૨૦૧૨ થી તેમના ધર્મમય જીવનનો આરંભ થયો. સિદ્ધાન્ત મહોદિધ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. અને પૂ.આ.શ્રી જિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનો સતત સંપર્ક મણિબેન અને તેમના પતિદેવ શ્રી છગનભાઈના જીવનમાં ધર્મપ્રકાશ પાથરી ગયો. વિશેષરૂપે પૂ.આ.શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ.ના પ્રભાવક પ્રવચનો આ દંપતિને મુક્તિમાર્ગ દર્શાવતાં જ રહ્યા. મણિબેન અને છગનભાઈના જીવનનું ધર્મક્ષેત્રે સર્વશ્રેષ્ઠ સમર્પણ એટલે પોતાના લાડકવાયા બે-બે પુત્રરત્નોને જૈન શાસનના ચરણે અર્પણ! નવ વર્ષની બાળવયે હરિન પૂ. ગુરુદેવ સાથે શંખેશ્વર સુધી વિહારમાં રહ્યો. બસ પછી તો સાધનાનો માર્ગ મળી ગયો અને તેનું સફલ પરિણામ એટલે વિ.સં. ૨૦૧૬માં પૂ. પં. પ્રવર મૂંગા કવિજયજી ગણિવરના શિષ્ય તરીકે હિરનનું નામ હેમભૂષણવિજયજી નામે પુણ્ય પરિવર્તન, જેઓશ્રી સંયમ સાધનામાં આગળ વધતાં વધતાં અંતે સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી હેમભૂષણસૂરીશ્વરજી મ. બન્યા.
મણિબાનું જૈન શાસનને બીજું સમર્પણ એટલે નાના પુત્ર દીપકને વિ.સં. ૨૦૨૨ના વૈશાખ સુદ સાતમે દીક્ષાનું દાન! સૂરિરામના શરણે, વડીલબંધુ મુનિરાજશ્રી હેમભૂષણવિજયજી મ.ના શિષ્યરૂપે દીપકે દીક્ષા લઈને મુનિરાજ શ્રી દિવ્યભૂષણવિજયજી મ. નામ ધારણ કર્યું. આયુષ્યનો સૂરજ જ્યારે પશ્ચિમાકાશને આંબવા મથી રહ્યો હતો ત્યારે વિ.સં. ૨૦૪૭માં મણિબાને હાર્ટની બિમારી આવી. તે વખતે ગુર્વાશા મુજબ બન્ને પુત્ર મુનિવરોએ અમદાવાદથી વાપી પધારી મહોપકારી માતાને શાતા-સમાધિ આપી.
વિ.સં. ૨૦૬૨ના ચાતુર્માસ દરમિયાન મુંબઈ શ્રીપાલનગરમાં વ્યાખ્યાન-શ્રવણ કરતા--કરતાં ત્રણ--ત્રણ વાર મણિબાનું હૃદય ધબકારા ચૂકી ગયું, હલન-ચલન જાણે પળભર
For Private & Personal Use Only
www.jainelibrarv.org