________________
૯૮૦
પૂજ્ય સાધ્વીજી ભગવંતોના જે કેટલાક વિશેષ પરિચયો ઉપલબ્ધ બન્યા છે આ મુજબ છે.
સાધ્વીજી મૃગાવતીશ્રીજી મહારાજ
પૂજ્ય
સાધ્વીજી
રાજી
મૃગાવતીશ્રીજીનો વતન સરધાર (રાજકોટ) ગામમાં શ્રી ડુંગરશીભાઈ સંઘવીને ત્યાં શિવકુંવર બહેનની કુક્ષીએ સંવત ૧૯૮૨ના ચૈત્ર સુદી સાતમના દિવસે જન્મ. એમનું સંસારી નામ ભાનુમતી. એમના પિતા ડુંગરશીભાઈને મુંબઈમાં કાપડનો
સમસ્ત શ્રી સંઘના સુખ દુ:ખના સાથી અને સૌને પ્રગતિને માર્ગે આગળ વધવાની પ્રેરણા આપનારા અને શ્રીસંઘના શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીજીની પ્રગતિ નીરખીને થનારા ગુરુ વિજયવલ્લભસૂરિની આજ્ઞામાં પૂજ્ય શીલવતીશ્રીએ આત્મતત્ત્વને અજવાળવા સાથે ધર્મની પ્રભાવના કરી હતી અને ભાવનાશીલ સાધ્વીજી તરીકે સર્વત્ર સુવાસ પ્રસરાવી હતી. સાધ્વીપુત્રીના અભ્યુદય માટે તેઓ જીવનભર તપ કરતાં રહ્યાં અને જ્ઞાન-ચારિત્રની નિર્મળ આરાધના અને વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા પૂજ્ય નૃગાવતીશ્રીજીનો શતદળ કમળની જેમ વિકાસ થાય, એ માટે તેઓ જીવંત વાડ બનીને સંભાળ રાખતા હતા. પોતાના શિષ્યા-પુત્રીના વ્યક્તિત્વમાં જ
વેપાર હતો. સંસારી માનવીઓ જે સુખની વાંછા કરે એ સુખ પોતાનું સમગ્ર વ્યક્તિત્વ પૂજ્ય શીલવતીશ્રીજીએ સમાવી દીધું
હતું અને મુંબઈમાં તેઓ સં. ૨૦૨૪માં કાળધર્મ પામ્યા હતા.
ભાનુમતીના માતાપિતાને સાંપડ્યું હતું. બે પુત્રો અને બે પુત્રીઓ લાડકોડમાં ઊછરતાં હતાં. એવામાં એક પુત્ર અને એક પુત્રીનું અકાળ અવસાન થયું અને એ પછી વિ.સં. ૧૯૮૪માં શ્રી ડુંગરશીભાઈનો સ્વર્ગવાસ થયો.
શિવકુંવરબહેન મુંબઈનો મોહ છોડીને પોતાનાં લાડકવાયા દીકરા-દીકરીને ઉછેરવાને સરધારમાં આવીને રહ્યાં અને દુઃખને વિસારે પાડવા લાગ્યાં.
વૈધવ્યના આઘાતની કળ વળી ન વળી ત્યાં કુટુંબના એક–માત્ર આધાર સમો સોળ વર્ષનો જુવાન પુત્ર ગુજરી ગયો! એક વખતના સુખી અને ભર્યાં કુટુંબમાં બાકી રહ્યાં દુઃખના જીવતા અવશેષ સમાં એક વિધવા માતા અને નાની દીકરી ભાનુમતી. શિવકુંવરબહેનના દુઃખનો અને એમની અસહાયતાનો કોઈ આરો ન હતો. પણ સોનું અગ્નિમાં તપીને વધારે તેજસ્વી બને છે એમ દુઃખના તાપમાં માનવીનું હીર વધારે પ્રકાશી ઊઠે છે. શિવકુંવરબહેનના અંતરમાં ધર્મ ભાવનાનું તેજ ભર્યું હતું. વિમાસણ કે હતાશામાં વધુ અટવાયા વગર એમણે ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મનું શરણ સ્વીકારીને જીવનને ધર્મ-મંગલમય બનાવવા વિ.સં. ૧૯૯૫માં તીર્થાધિરાજ શત્રુંજયગિરિની પવિત્ર છાયામાં, શિવકુંવરબહેને પોતાની એક માત્ર પુત્રી ભાનુમતી સાથે, દીક્ષાગ્રહણ કરી. એમનું નામ સાધ્વી શીલવતીશ્રીજી, એમની પુત્રીનું નામ સૌજન્ય અને વિનમ્રતાની મૂર્તિ સમા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી ઘોષિત થયું.
Jain Education International
જિન શાસનનાં
પૂજ્ય સાધ્વીજી મૃગાવતીશ્રીજીએ પોતાના સાધ્વીજીવનના પ્રારંભના વરસોમાં જ્ઞાનાભ્યાસ કર્યો અને આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી, પંડિત સુખલાલજી, પંડિત છોટેલાલ શાસ્ત્રી, પંડિત બેચરદાસ દોશી અને પંડિત દલસુખભાઈ માલવણિયા જેવા વિદ્વાનો પાસે જૈન આગમો તથા વ્યાકરણ, કાવ્ય, કોષ તથા જૈનેતર સાહિત્ય, બૌદ્ધ, વૈદિકનો ઊંડો અભ્યાસ કર્યો.
વિશાલ તેજસ્વી મસ્તક, કરુણા નિતરતી આંખો, અમૃત વરસાવતી દૃષ્ટિ, સુખ-દુ:ખમાં હંમેશા આનંદી ચહેરો, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના પ્રતિક સમા, શુદ્ધ ખાદીમાં શોભતા સાધ્વીજીના પ્રથમ દર્શનથી જ દરેક વ્યક્તિ પરમ શાંતિનો અનુભવ કરતી.
સાધ્વીજીએ જાણે સાધુ-જીવનનો આટ્લાહ અનુભવતા હોય એમ ભાવયુક્ત મને ત્રણેક દાયકાઓ સુધી માતા-ગુરુ પૂજ્યશ્રી શીલવતીશ્રીજી મહારાજના સાંનિધ્યમાં અને ૧૮ વર્ષ પોતાની શિષ્યાઓ સાથે હિમાચલ પ્રદેશ, ગુજરાત, બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સાઠ હજાર માઈલનો પાવિહાર કરીને પોતાના આત્મતત્ત્વને અજવાળવા સાથે ધર્મની પ્રભાવના કરી હતી, અને એક કુશળ કલ્યાણવાંછુ અને ભાવનાશીલ સાધ્વીજી તરીકે સર્વત્ર સુવાસ
પ્રસરાવી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org