SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ СЧО પ્રવચનપ્રભાવક, વિદ્વાન, બંધુ બેલડી ૫.પૂ.પં. શ્રી મુક્તિચંદ્રવિજયજી મહારાજ પ.પૂ.પં. શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ સંકલન : મુનિ મુક્તિશ્રમણવિજય કચ્છની કામણગારી ધરતીના પૂર્વ વિભાગમાં આવેલા વાગડ પ્રાપ્તના મનફરા નામના મનોહર ગામમાં આ પૂ. બંધુ બેલડીનો જન્મ થયો હતો. તપાગચ્છાધિપતિ, ૨૦૦૦ સાધુઓના અધિપતિ પૂ. આ.શ્રી વિજયપ્રભસૂરિજી (વિક્રમના ૧૭મા સૈકાના ઉત્તરાર્ધમાં જન્મેલા), પૂ. દાદાશ્રી જીતવિજયજી વગેરે અનેક સર્વવિરતિધર નરરત્નો આ ભૂમિએ આપેલા છે. ૭૦ જેટલા સર્વવિરતિધરો આ ગામમાંથી નીકળેલા છે. આ નગરમાં સરળ, ભદ્રિક પરિણામી, વીસા ઓશવાળ વંશના દેઢિયા ગોત્રના ભચુભાઈ તથા ભચીબેન નામના દંપતિ રહે. એમને ત્યાં વિ.સં. ૨૦૦૨, શ્રા.વ. ૩૦ સોમવારના (સોમવતી અમાવસ્યાનો દિવસ શુભ ગણાય છે. યોગીઓના જન્મ મોટા ભાગે અમાવસ્યાની આસપાસ થતો જોવા મળે છે. કારણ કે તે દિવસે સૂર્ય અને ચંદ્ર બન્ને સાથે હોય. સૂર્ય આત્માનો ને ચંદ્ર મનનો કારક મનાયો છે. આના કારણે જાતકના આત્મા અને મન જોડાયેલા રહે છે). પવિત્ર દિવસે સવારે ૮-૩૦ની આસપાસ એક પવિત્ર આત્માનો જન્મ થયો. સંભવિત પાંચ વર્ષની વયે ગામમાંની સ્કૂલમાં ભણવા દાખલ થયેલા મેઘજીભાઈ કાયમી પ્રથમ નંબરે જ આવતા. પિતાનો શાંત સ્વભાવ તથા માતાની સરળતા તેમને વારસામાં મળી હતી. (માતુશ્રી ભમીબેનને જોઈને પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.એ અનેક વખત વાચનાવ્યાખ્યાનાદિમાં કહ્યું હતું કે મુક્તિચંદ્ર વિ.ની બા ભમીબેનને જોઉં ને મારી માતા ખમાબેન મને અવશ્ય યાદ આવે. આકૃતિ અને પ્રકૃતિથી મળતા આવે. ક્ષમા, સરળતા, ભદ્રિકતા વગેરે ગુણો પણ એવા જ. જુઓ, કહે કલાપૂર્ણસૂરિ-૧, અષા. સુ. ૫) Jain Education International જિન શાસનનાં વિ.સં. ૨૦૧૫, શ્રા. સુદ-૧ બુધવાર તા. ૫-૮૧૯૫૯ના જન્મ પામેલા પુત્રનું નામ પાડવામાં આવ્યું. મણિલાલભાઈ. ચાર પુત્રોમાં આ ત્રીજા નંબરના એ ભાઈ (ચાર ભાઈ અને એક બહેન એમ કુલ પાંચ સંતાનોના ક્રમશઃ મેઘજી, નવલબેન, શાંતિલાલ, મણિલાલ અને ચંપક નામ હતા.) વિ.સં. ૨૦૧૯, પોષ સુદ-૭ તા. ૨-૧-૧૯૬૩ બુધવારે પિતાશ્રી ભચુભાઈનું અવસાન થયું. પાંચ વર્ષની ઉંમરે સ્કૂલમાં ભણવા દાખલ થયેલ મણિલાલભાઈ પણ પોતાના અન્ય ભાઈનોની જેમ સહજ રીતે હોશિયાર હતા. ચારેય ભાઈઓમાં એ વિશેષતા હતી કે બધાનો સ્કૂલમાં પહેલો નંબર જ આવે. ૬ ધોરણ પૂરા કરીને મણિલાલભાઈ મુંબઈ પહોંચ્યા. સાતમું ધોરણ મુંબઈમાં ભણ્યા, પણ એ પુરું ભણાય એ પહેલાં જ મેઘજીભાઈએ સંસાર છોડવાની તીવ્ર તાલાવેલી વ્યક્ત કરી. દૃઢ આસ્થાવાળી માતાએ મમતાને કચડીને ભણવા જવા માટે રજા આપી. વિ.સં. ૨૦૨૮, કા.વ. ૬ તા. ૮-૧૧-૧૯૭૨ સોમવારના મુંબઈ છોડી પાલિતાણાની યાત્રા કરી નાના ભાઈ મણિલાલ સાથે મેઘજીભાઈ આધોઈ (કચ્છ) મુકામે માગ. સુદ૩ના પૂ.આ.વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂ. પં. કલાપૂર્ણવિજયજી મ. આદિ પાસે આવી પહોંચ્યા. માગ. સુદ ૬ના ત્યાં થઈ રહેલા ઉપધાનમાં જોડાયા પણ પ.પં.શ્રી કલાપૂર્ણવિજયજી મ.ની પ્રબળ પ્રેરણાથી માગશર સુદ૧૧ના બંને ભાઈઓનું દ્દીક્ષા માટેનું મુહૂર્ત નીકળતાં ૩-૪ દિવસમાં ઉપધાન છોડ્યું. ભૂજ મુકામે મહા સુદ-૧૪, શનિવાર તા. ૨૯-૧-૧૯૭૨ના બંને બંધુઓની દીક્ષા થઈ નાનાભાઈ મણિલાલની ત્યારે ૧૨|| વર્ષની ઉંમર હતી. સાથે બીજા પણ ૯ મુમુક્ષુઓ (૩ પુરુષો અને ૬ બહેનો) હતા. કુલ ૧૧ દીક્ષાઓ થયેલી. એજ વર્ષે ફા.સુ. ૧૨ના જન્મભૂમિ મનફરામાં મોટાભાઈ (મેઘજીભાઈ)ને પૂજ્ય મુનિશ્રી કલાપ્રભવિજયજી મ.સા. (હાલ આચાર્યશ્રી)ના શિષ્ય કરવામાં આવ્યા અને નાનાભાઈ (મણિલાલભાઈ)ને મોટાભાઈના શિષ્ય કરવામાં આવ્યા. જ્ઞાનાદિ સંપાદન તથા સંયમ-ઘડતર પૂજ્ય મુનિશ્રી કલ્પતરુવિજયજી મ.સા. (હાલ પંન્યાસજીશ્રી) દ્વારા થતું રહ્યું. સૌની વડીદીક્ષા થઈ. માતુશ્રી ભમીબેનને બે પુત્રોની દીક્ષા માટે રજાનું પૂછવામાં આવેલું ત્યારે તેમણે કહેલું : મારી તો ચારેય પુત્રોને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy