________________
୧୪୪
ભદ્રંકરવિજયજી મહારાજની દૃષ્ટિ પડી ગઈ. આગળ જતાં, ૧૩ વર્ષની નાની ઉંમરે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને લોનાવાલા (મહારાષ્ટ્ર)માં સેંકડો હાલારીઓ તથા અન્ય જૈનોની હાજરીમાં દીક્ષા-પ્રસંગ ઊજવાયો અને
વર્ધમાનકુમારને પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી વજ્રસેનવિજયજી નામે ઘોષિત કરાયા.
ક્ષયોપશમ તીવ્ર હોવાથી ગાથાઓ ગોખવી તેમને મન રમત વાત હતી. પંદર ગાથા એક કલાકમાં સહેલાઈથી બોલી જતા. સંયમજીવનના ઘડતર માટે એમને સફળ ઘડવૈયા એવા તપસ્વી વયોવૃદ્ધ મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજની સંભાળ નીચે રાખવામાં આવ્યા. તેઓશ્રી સાથે દસ વર્ષ સુધી રહેવાથી સંયમની ઉત્કૃષ્ટ તાલીમ મળી. સાથોસાથ વ્યાકરણ છ હજારી, કાવ્યકોષ, તર્કસંગ્રહ, મુક્તાવલી, લોકપ્રકાશ ચાર ભાગ, વિશેષાવશ્યક ભાષ્ય બે ભાગ, ધર્મસંગ્રહ, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, ત્રિષષ્ઠિદશપર્વ, કુમારપાલચરિત્ર, સંવેગ રંગશાળા, સમરાઈચ્ચ કહા, પાર્શ્વનાથચરિત્ર આદિનો અભ્યાસ કર્યો તથા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, લઘુક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારીભદ્રીય અષ્ટક, ષોડશક, સિંદુર પ્રકરણ, કુલકો, અભિધાન ચિંતામણિ સંપૂર્ણ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, શાંત સુધારસ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સમવાયાંગ આદિનો વિશદ અભ્યાસ કર્યો. આવું વિશાળ વાચન અને ઊંડો અભ્યાસ ધરાવતા હોવા છતાં તેઓશ્રીમાં સરળતા અને નમ્રતા ઘણી જ જોવા મળે છે. તેઓશ્રીએ પંદર વર્ષ સુધી પૂ. અધ્યાત્મયોગી પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની આંતબાહ્ય સેવાભક્તિ-વૈયાવચ્ચ કરી હતી. તેમનું આ કાર્ય લોકોના જોવામાં આવતું અને તેથી તેઓશ્રી બહુ ભણ્યા નથી અને સેવા કરે છે એવી ધારણા લોકોમાં પ્રવર્તતી, પરંતુ પછીથી વિદ્વત્તાના ક્ષેત્રમાં જવાબદારી સંભાળવાનો અવસર આવી પડતાં તેમના વિશાળ જ્ઞાનનો પરિચય થવા લાગ્યો ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા. પૂજ્યશ્રી દરેક સૂત્ર સ્પષ્ટ બોલે છે અને અનેરી છટાથી બોલે છે. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાનો, ચિંતનો, લેખોનું સંપાદન કરી પ્રકાશન કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. સૌજન્ય : કસ્તુરબેન દેવશી ભીમજી ગોસરાની, નાઈરોબી તરફથી
Jain Education Intemational
જિન શાસનનાં
પૂ. મુનિરાજ શ્રી મહાસેન વિજયજી મ.
ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લામાં, જામખંભાલિયા પાસે સિંહણ નદીના કાંઠે નાનકડું ‘મોટામાંઢા' ગામ. ત્યાં પૂંજાભાઈ નોંધા ખીમસીયા–ઉદાર દિલના, પૂર્વના સંસ્કારોથી દાનપ્રેમી, પરોપકારી શ્રીમંત હતા, જેમને ત્યાં ૬ પુત્રરત્ન અને ૧ પુત્રીનો જન્મ થયેલ, તેમાં ત્રીજા પુત્રરત્ન એ ‘માણેકભાઈ’
થયા.
માણેકભાઈની પૂર્વની પુણ્યાઈ કેવી, કે જે તેમના જન્મથી જ ખ્યાલ આવે છે. કારતક સુદ-૧-૧૯૭૧-બેસતા વર્ષે શુભદિને–શુભલગ્ન–શુભમુહૂર્તે માતા માંકાબહેનની કુક્ષિએ તેમનો જન્મ થયો. બચપમથી જ તેજસ્વી-ઓજસ્વી આ બાળક હતું. થોડા જ મહિનાઓમાં દાંત આવ્યા અને વિશેષ પુણ્યાઈ એવી કે ૩૨ અખંડ અને શોભતા દાંત આવ્યા.
પુણ્યશાળી એવા કે જ્યારથી-જ્યાં સુધી ધંધો કર્યો, ત્યાં સુધી કોઈ દિવસ–એક પૈસાની પણ ખોટ પડી નથી. આ રીતે જીવન પસાર કરતાં–એક દિવસ મહાન પુણ્યના યોગે લાલબાગમાં બિરાજમાન પ.પૂ. કરુણાનિધાન, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં દર્શનનો યોગ પ્રાપ્ત થયો અને એમના પરિચયમાં આવતાં આત્મદળ વિશેષ ખીલી ઊઠ્યું. સતત તેમના સમાગમમાં રહેવા લાગ્યા. હંમેશ એમનાં દર્શન કરવા જતા. એમાં પોતે તો સંસારનાં બંધનથી બંધાઈ ચૂક્યા હતા, પણ પોતાના લઘુબંધુ કેશવજીભાઈને એ પુણ્યપુરુષનો પરિચય કરાવ્યો અને સતત પ્રેરણા કરતા રહ્યા, કે આ સંસારમાં પડવા જેવું નથી. કેશુભાઈ પણ લઘુકર્મીજીવ એટલે વડીલબંધુની પ્રેરણા ગમવા લાગી અને પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજનાં દર્શનમાત્રથી જ નિર્ણય કર્યો કે આ જન્મમાં મારા માટે આજ મહાપુરુષ જીવનનું સર્વસ્વ છે. માણેકભાઈને કેશુભાઈને દીક્ષા અપાવવા માટે ઘરમાં ખૂબ મહેનત પડી, પણ ભાઈના સાથમાં ઊભા રહ્યા. ઉપકારી માતા-પિતા સાથે ભાઈને પણ બધી જાત્રાઓ કરાવી અને ૧૯૯૮માં ભાઈ કેશવજીને દીક્ષા અપાવી મુનિશ્રી કુંદકુંદવિજય બનાવ્યા.
તે વખતે મનમાં મક્કમ, સંસાર ઉપર વિરક્ત મનવાળા અને માણેકભાઈએ ભરયૌવનમાં ૨૮ વર્ષની ઉંમરે તથા એમનાં ધર્મપત્ની, પરોપકાર પરાયણ, સરલ સ્વભાવી જીવીબહેને ઊગતી ઉંમરે, ૧૮ વર્ષની નાની વયે વ્રતમાં દીપક સમાન બ્રહ્મચર્યવ્રતનો સજોડે નિયમ કર્યો.
માણેકભાઈએ પૂજ્ય પંન્યાસજી ભગવંતની નાદુરસ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org