SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો 25 “ૐ અર્હ નમઃ” પદનું ધ્યાન કરેલું. આ પદના ધ્યાનને કારણે તેઓ ઘણી બધી સિદ્ધિઓના સ્વામી બન્યા. તેમના મતાનુસાર “ૐ અર્હ નમઃ’” પદનું ધ્યાન અનેક શક્તિઓને આકર્ષી સિદ્ધિઓના સ્વામી બનાવે છે. યોગવિદ્યા પણ તેમણે સંપૂર્ણપણે આત્મસાત્ કરેલી જેને કારણે તેઓના જીવનમાં એવા બનાવો બન્યા કે જેણે તેમને માત્ર જૈનોમાં જ નહિ પરંતુ હિંદુઓમાં, મુસ્લિમોમાં, અંગ્રેજોમાં, ખ્રિસ્તીઓમાં તેમ જ ભારત અને વિદેશોમાં પણ એક અદ્ભુત યોગી તરીકે પ્રતિષ્ઠિત કર્યા. તેઓ માત્ર એક સમુદાયના રહેવાને બદલે સકલ સૃષ્ટિના સ્વામી બન્યા. જાતિ-જ્ઞાતિના ભેદભાવ વિના લોકો તેમને ભગવાન માની પૂજતા તેમના મૃત્યુને ઘણો બધો સમય વીત્યો છે છતાં આજે પણ તેમનામાં અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોને તેઓ સાક્ષાત્ દર્શન આપે છે અને એટલે જ આટલા વર્ષો પછી પણ તેમના ભક્તોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. આવા મહાપુરુષની જન્મશતાબ્દી મહોત્સવ પણ મહા વદ ૧૩, બુધવાર ૨૪-૧-૧૯૯૦ થી મહા સુદ ૬, ગુરુવાર ૧-૨-૧૯૯૦ના રોજ શાનદાર અષ્ટાહ્નિકા મહોત્સવ દ્વારા ઊજવવાનો શુભારંભ કરવામાં આવેલ. મહોત્સવ દરમિયાન પૂજા-ભક્તિભાવના ઉપરાંત વરઘોડો, ગુરુદેવના જીવન પર પ્રકાશ પાડતી રંગોળીઓ, પ્રભાતફેરી, પ્રભાતી ભજનો, જિનાલયોમાં આંગી, રંગીન ચિત્રોનું પ્રદર્શન (ગુરુજીવન પર આધારિત), સુમતિનાથ જિનાલયમાં પાર્શ્વ જિનબિંબની પ્રતિષ્ઠા, નેત્રરોગ માટે ચિકિત્સાલય વગેરે ઘણા બધા કાર્યોનું આયોજન કરવામાં આવેલ. માત્ર માંડોલીમાં જ નહીં પરંતુ મદ્રાસ, કુંડલર, ઉટકમંડ, ધમતરી, સોલાપુર, રાયપુર, બિકાનેર, ફલોદી વગેરે ઘણા બધા સ્થાનોમાં શતાબ્દી વર્ષના ઉપક્રમે વર્ષ દરમિયાન જુદા જુદા કેટલાય કાર્યક્રમોનું આયોજન થયું. આ ઉપરાંત શતાબ્દીની સ્મૃતિમાં અન્ય કેટલીયે યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે સમયાનુસાર જુદા જુદા ક્ષેત્રોમાં થઈ રહ્યું છે. જેની વિસ્તૃત જાણકારી શ્રી શાંતિ સેવા સંઘ—માંડોલીનગર દ્વારા પ્રકાશિત “શાંતિ જ્યોતિ’’માં આપવામાં આવી છે. સદ્ગુરુદેવની પુણ્યસ્મૃતિમાં જન્મશતાબ્દી મહોત્સવનું એક પ્રતિક બનાવવામાં આવ્યું જે આપણને બધી બુરાઈઓથી બચાવીને વિકાસ તરફ લઈ જાય છે. અંધકારથી પ્રકાશ તરફ લઈ જઈ સાથે જ્ઞાન-ધ્યાનમાં લીન બનાવી આત્મશાંતિ પ્રાપ્ત કરવાની સતત પ્રેરણા આપે છે. ગુરુદેવનું જીવન એટલે પ્રેમ, કરુણા, ક્ષમા, નિર્ભયતા, શાંતિ, મિત્રતા, સર્વધર્મ સમભાવ વગેરે ગુણોથી છલોછલ ભરેલ વ્યક્તિત્વ. દંભ, સ્વાર્થ અને બટકણા સંબંધોની વચ્ચે વિશ્વમૈત્રીની ભાવનાને પ્રસરાવતું એક અદ્ભુત, વ્યક્તિત્વ. ભગવાન મહાવીરના પાંચ સિદ્ધાંતો તથા છઠ્ઠા અનેકાંતવાદને પોતાના આચાર વડે દુનિયામાં મૂર્તિમંત કરવા મથતું એક વિરાટ વ્યક્તિત્વ. આવા મહાન ગુણોથી સભર એક અદ્ભુત યોગીની જીવનયાત્રા એ ભક્તજનો તેમજ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોને માટે પ્રેરણાદાયક અને પથપ્રદર્શક બની રહી છે અને હજુ પણ બનશે. આવા ગુરુના ભક્તો માત્ર ગુજરાત કે રાજસ્થાનમાં જ નહિ આખા ભારતના મોટા ભાગના રાજ્યોમાં તેમજ વિદેશોમાં પણ ફેલાયેલા છે એ જ તેમના જીવનની મહત્તા બયાન કરે છે. જીવોને એ સંદેશ પણ આપે છે કે કરુણા, પ્રેમ, ક્ષમા અને સરળતાના ગુણો દ્વારા વ્યક્તિ સરહદના સીમાડાઓ ઓળંગીને વિશાળ દુનિયામાં સૌજન્ય : ૐ શાંતિ. દાદર (મુંબઈ) ૭. સરસોંબાઈ ભબુતમલજી જૈન, થુંબા (ઝાર્લોર-રાજસ્થાન) Jain Education International For Private & Personal Use Only ૯૩૭ www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy